દુબઈમાં ન્યૂ યર સેલિબ્રેશન કર્યા બાદ ક્રિકેટર વિરાટ કોહલી અને એક્ટ્રેસ પત્ની અનુષ્કા શર્મા બુધવારે વૃંદાવન પહોંચ્યા હતા. આ દરમિયાન કપલે બાબા નીમ કરોલીના આશ્રમમાં દર્શન કર્યા હતા. આ પછી વિરાટ અને અનુષ્કા પણ પ્રેમાનંદ ગોવિંદ શરણજી મહારાજના આશ્રમ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમની પુત્રી વામિકા કોહલી પણ તેમની સાથે જોવા મળી હતી. પોતાની પર્સનલ લાઈફને પ્રાઈવેટ રાખવાનું પસંદ કરતા આ કપલે મથુરા-વૃંદાવન મુલાકાતને મીડિયાની નજરથી દૂર રાખી હતી. પરંતુ આશ્રમ પહોંચેલા વિરાટ-અનુષ્કાની સાથે સાથે વામિકાની પણ ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
Virat Kohli at Vrindavan pic.twitter.com/0cGJfy0uaW
— Kagiso Rabada (@cricketer_jii) January 5, 2023
તમને જણાવી દઈએ કે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા 4 જાન્યુઆરી 2022 ના રોજ વૃંદાવનમાં એક આશ્રમમાં દર્શન કરવા ગયા હતા. આ કપલ શ્રી હિત પ્રેમાનંદ ગોવિંદ શરણજી મહારાજને મળવા આવ્યા હતા. વાયરલ થઈ રહેલી તસવીરો અને વીડિયોમાં અનુષ્કા અને વિરાટ જમીન પર બેઠેલા જોવા મળે છે અને કપલની સાથે પુત્રી વામિકા ખોળામાં બેઠેલી જોવા મળે છે. તસવીરમાં વિરાટ-અનુષ્કા હાથ જોડીને મહારાજનો આભાર માનતા જોવા મળે છે.
વિરાટ-અનુષ્કા અને તેમની પુત્રી વામિકા પણ નવેમ્બર 2022 માં ઉત્તરાખંડના નૈનીતાલ ગયા હતા. આ દરમિયાન કપલ ત્યાંના ફેમસ મંદિરોમાં દર્શન કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન બંનેએ કેચી ધામ મંદિરની મુલાકાત લીધી હતી. ત્યારબાદ બંને બાબા નીમ કરોલીના આશ્રમમાં પણ દર્શન કરવા પહોંચ્યા હતા. આ ટૂર પર સ્ટાર કપલે ફેન્સ સાથે ઘણી તસવીરો ક્લિક કરી હતી.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અનુષ્કા ટૂંક સમયમાં સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ ‘ચકદા એક્સપ્રેસ’માં જોવા મળશે. આ ફિલ્મ ભારતીય મહિલા ક્રિકેટર ઝુલન ગોસ્વામીના જીવન પર આધારિત છે. એક્ટ્રેસે આ ફિલ્મનું શૂટિંગ પૂરું કરી દીધું છે, જે નેટફ્લિક્સ પર રિલીઝ થશે. ફિલ્મ ‘ચકદા એક્સપ્રેસ’થી અનુષ્કા 5 વર્ષ બાદ બોલિવૂડમાં કમબેક કરી રહી છે. આ પહેલા તે ફિલ્મ ‘ઝીરો’માં જોવા મળી હતી. જેમાં તેણે શાહરૂખ ખાન અને કેટરીના કૈફ સાથે સ્ક્રીન શેયર કરી હતી.