AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું તમે આલિયા-રણબીરની Kesariyaનું ભોજપુરી વર્ઝન જોયું છે? લોકોએ કહ્યું- ‘તે ઓરિજિનલ કરતાં વધુ સારું છે’

તમે ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'નું (Brahmastra) કેસરિયા ગીત જોયું હશે અને સાંભળ્યું હશે, પરંતુ શું તમે આ ગીતનું ભોજપુરી વર્ઝન જોયું છે? હા, આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમારું દિલ ખુશ થઈ જશે.

શું તમે આલિયા-રણબીરની Kesariyaનું ભોજપુરી વર્ઝન જોયું છે? લોકોએ કહ્યું- 'તે ઓરિજિનલ કરતાં વધુ સારું છે'
kesariya bhojpuri version
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 10, 2022 | 6:36 AM
Share

રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટની (Alia Bhatt) બ્લોકબસ્ટર ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’નું કેસરીયા ગીત તમે સાંભળ્યું જ હશે. આ ગીત લોકોની પહેલી પસંદ બની ગયું છે. બ્રહ્માસ્ત્ર ફિલ્મ રિલીઝ થયાને ઘણા દિવસો વીતી ગયા હોવા છતાં કેસરિયા ગીતનો ક્રેઝ હજુ ઓછો થયો નથી. આ ગીત લગ્ન સમારોહમાં પણ ઘણું સાંભળવામાં આવે છે, સાથે જ તેના પર ઈન્સ્ટાગ્રામ રીલ્સ અને વીડિયો પણ બનાવવામાં આવી રહ્યા છે, જેને લોકો ખૂબ પસંદ પણ કરી રહ્યા છે. આ સિવાય લોકો આ ગીતને રિક્રિએટ પણ કરી રહ્યા છે, પરંતુ શું તમે આ ગીતનું ભોજપુરી વર્ઝન જોયું છે? હા, આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમારું દિલ ખુશ થઈ જશે.

જો તમે આ ગીત જોયું હશે તો તમને ખબર હશે કે ગીતમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટને વારાણસીની સડકો પર એકબીજા સાથે ડાન્સ કરતા બતાવવામાં આવ્યા છે, પરંતુ તેના ભોજપુરી વર્ઝનમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. વીડિયોમાં રણબીર અને આલિયા ડાન્સ કરી રહ્યાં છે, પરંતુ ગીત બદલાઈ ગયું છે. વાસ્તવમાં પવન સિંહનું ભોજપુરી હિટ ગીત ‘લોલીપોપ લાગેલુ’ બેકગ્રાઉન્ડમાં વાગી રહ્યું છે અને રણબીર-આલિયા તેના પર ડાન્સ કરતા જોવા મળે છે. ‘લોલીપોપ લાગેલુ’ ગીત તો તમે સાંભળ્યું જ હશે. આ ભોજપુરી ગીત ભારતમાં જ નહીં વિદેશમાં પણ ફેમસ થયું છે. આ ગીત રણબીર-આલિયાના ડાન્સ પર એવી રીતે સેટ કરવામાં આવ્યું છે કે તે મૂળ ગીત છે. આ વીડિયો ખુબ જ રમુજી છે.

કેસરિયાનું આ ભોજપુરી વર્ઝન અહીં જુઓ

આ ફની વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર pandeyniti નામની આઈડીથી શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 2 લાખ 52 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 13 હજારથી વધુ લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે.

તે જ સમયે, લોકોએ વીડિયો જોયા પછી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે લખ્યું છે કે, ‘આ વર્ઝન રિયલ કરતાં ઘણું સારું છે’, જ્યારે અન્ય એક યુઝરે પણ આ જ રીતે લખ્યું છે કે, ‘મેં ક્યારેય કેસરિયા ગીત જોયું નથી, મને ખરેખર લાગ્યું કે આ ગીત ફિલ્મમાં છે’.

Follow Us
ઝારખંડમાં ગમખ્વાર બસ અકસ્માત: સુરતના જૈન દંપતીનું મૃત્યુ, 12 શ્રદ્ધાળ
ઝારખંડમાં ગમખ્વાર બસ અકસ્માત: સુરતના જૈન દંપતીનું મૃત્યુ, 12 શ્રદ્ધાળ
રાજકોટ મનપાની બેદરકારીએ લીધો મહિલાનો જીવ - જુઓ Video
રાજકોટ મનપાની બેદરકારીએ લીધો મહિલાનો જીવ - જુઓ Video
'અહીં અમારી તાકાત છે, એટલે તાકાત લેવા આવવું પડે છે'-CM ભૂપેન્દ્ર પટેલ
'અહીં અમારી તાકાત છે, એટલે તાકાત લેવા આવવું પડે છે'-CM ભૂપેન્દ્ર પટેલ
સુરતમાં શોર્ટકટ લેવાના પ્રયાસમાં લક્ઝરી બસ રેલવે ગરનાળામાં ફસાઈ
સુરતમાં શોર્ટકટ લેવાના પ્રયાસમાં લક્ઝરી બસ રેલવે ગરનાળામાં ફસાઈ
સુરતના મોટા વરાછામાં બાલ્કનીમાં ફસાયેલી મહિલાનું રેસ્ક્યૂ
સુરતના મોટા વરાછામાં બાલ્કનીમાં ફસાયેલી મહિલાનું રેસ્ક્યૂ
જસદણમાં બુકાનીધારી યુવતીઓ ઝડપાઈ, જુઓ Video
જસદણમાં બુકાનીધારી યુવતીઓ ઝડપાઈ, જુઓ Video
જુનાગઢના રબારીકા ગામમાં આધેડ પર હુમલો કરનાર સિંહણ પાંજરે પુરાઈ
જુનાગઢના રબારીકા ગામમાં આધેડ પર હુમલો કરનાર સિંહણ પાંજરે પુરાઈ
રેત ખનન માફિયાને ખુલ્લુ સમર્થન આપતો ધારાસભ્યનો કથિત Video વાયરલ
રેત ખનન માફિયાને ખુલ્લુ સમર્થન આપતો ધારાસભ્યનો કથિત Video વાયરલ
9 નવી મહાનગરપાલિકાને મળશે મફત સરકારી જમીન,જુઓ Video
9 નવી મહાનગરપાલિકાને મળશે મફત સરકારી જમીન,જુઓ Video
દિલજીતના કોન્સર્ટમાં દિલ્હીની ગેંગ કાર લઈને મોબાઈલ ચોરી કરવા આવી
દિલજીતના કોન્સર્ટમાં દિલ્હીની ગેંગ કાર લઈને મોબાઈલ ચોરી કરવા આવી
g clip-path="url(#clip0_868_265)">