AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બ્રહ્માસ્ત્ર 2022ની પ્રથમ હિન્દી ફિલ્મ, જેણે વર્લ્ડ વાઈડ 400 કરોડની કમાણી કરી

આ ફિલ્મ આવનારા દિવસોમાં વધુ સારી કમાણી કરી શકે છે, કારણ કે ફિલ્મના નિર્માતાઓએ 26 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર સુધી પ્રતિ ટિકિટ 100 રૂપિયા વેચવાનું નક્કી કર્યું છે.

બ્રહ્માસ્ત્ર 2022ની પ્રથમ હિન્દી ફિલ્મ, જેણે વર્લ્ડ વાઈડ 400 કરોડની કમાણી કરી
બ્રહ્માસ્ત્ર - વર્લ્ડ વાઈડ 400 કરોડની કમાણી કરીImage Credit source: Instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 26, 2022 | 4:22 PM
Share

Brahmastra : અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્માસ્ત્ર (Brahmastra)ના પહેલા ભાગને સોશિયલ મીડિયા (Social media) પર ઘણી નકારાત્મકતાનો સામનો કરવો પડ્યો છે. ખાસ કરીને તે વિભાગમાંથી જે સોશિયલ મીડિયા પર ફિલ્મનો બહિષ્કાર કરવાની વાત કરી રહ્યા હતા. ત્યારે હવે ફિલ્મે સારી એવી કમાણી કરી છે. ફિલ્મનો વિરોધ કરનારોને પણ જડબાતોડ જવા આપ્યો છે અને આ ફિલ્મે સારો એવો બિઝનેસ કર્યો છે. ફિલ્મ બ્રહ્માસ્ત્રએ બોક્સ ઓફિસ પર આવ્યાને 17 દિવસ થઈ ગયા છે, તેમ છતાં ફિલ્મ હજુ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે. ભારતમાં ફિલ્મે અંદાજે 252 કરોડ રુપિયાનો બિઝનેસ કર્યો છે. દુનિયાભરમાં ફિલ્મની કમાણી 400 કરોડને પાર પહોંચી ગઈ છે.

તાબડતોડ કમાણી કરી રહી છે બ્રહ્માસ્ત્ર

બ્રહ્માસ્ત્ર માટે ત્રીજો શુક્રવાર રેકોર્ડ તોડ બુકિંગ જોવા મળ્યું હતુ. આ દિવસે જે ટિકીટ વેંચાઈ તે અત્યાર સુધી કોઈ બોલિવુડ ફિલ્મ માટે સૌથી વધુ બુકિંગ હતુ. આનું કારણ રાષ્ટ્રીય સિનેમા દિવસ પણ રહ્યો હતો. જેમાં ટિકીટની કિંમત માત્ર 75 રુપિયા હતા. જેણે ફિલ્મ માટે એક સારું કામ કર્યું છે કારણ કે આ ડીલ દર્શકોને સિનેમાઘર સુધી ખેંચી ગઈ હતી.

એક ઓનલાઈન રિપોર્ટ મુજબ બ્રહ્માસ્ત્રે 15 દિવસમાં અંદાજે 10 કરોડ રુપિયાની કમાણી કરી અને 16માં દિવસે જ્યારે ટિકીટ રેટ નોર્મલ થયા તો ફિલ્મે સારી કમાણી કરી લીધી હતી. ફિલ્મે 17માં દિવસે 6 કરોડ રુપિયાનો કારોબાર કર્યો છે. જેનાથી ફિલ્મની ભારતમાં કુલ કમાણી અંદાજે 253 કરોડ રુપિયા થઈ ગઈ છે.

ચાર દિવસ સુધી માત્ર 100 રૂપિયામાં ટિકિટ મળશે

આ ફિલ્મ આવનારા દિવસોમાં વધુ સારી કમાણી કરી શકે છે, કારણ કે ફિલ્મના નિર્માતાઓએ 26 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર સુધી પ્રતિ ટિકિટ 100 રૂપિયા વેચવાનું નક્કી કર્યું છે. 30 સપ્ટેમ્બરના રોજ સિનેમાધરોમાં વિક્રમ વેધા આવનાર છે. જેમાં ઋતિક રોશન, સૈફ અલી ખાનની સાથે જોવા મળશે. તેમજ પોનીયિન સેલવાન ભાગ 1રિલીઝ થશે, બંન્ને ફિલ્મો દેશભરના સિનેમાઘરમાં રિલીઝ થશે. જેનાથી આગામી વીકએન્ડમાં બ્રહ્માસ્ત્રનું બોક્સ ઓફિસ કલેક્શન ઓછું થઈ શકે છે.

તમને જણાવી દઈએ કે, આલિયા ભટ્ટે આ વર્ષે સફળતાની હેટ્રિક લગાવી છે. આ વર્ષે, ગંગુબાઈ કાઠિયાવાડી અને RRR પછી, તેણે હવે બ્રહ્માસ્ત્ર સાથે બોક્સ ઓફિસ પર કમાલ બતાવી છે.

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">