AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video : ચામાચીડિયાએ પહેલીવાર ચાખ્યું તરબૂચ, પછી આપી આવી ફની પ્રતિક્રિયા

આ વીડિયોમાં ચામાચીડિયાએ (Bat) પહેલીવાર તરબૂચનો (Water Melon) ટેસ્ટ કર્યો અને પછી એવી શાનદાર પ્રતિક્રિયા આપી કે જેને જોઈને તમને હસવું આવી જશે.

Viral Video : ચામાચીડિયાએ પહેલીવાર ચાખ્યું તરબૂચ, પછી આપી આવી ફની પ્રતિક્રિયા
bat tastes watermelon viral video
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 19, 2022 | 8:43 AM
Share

તમે ચામાચીડિયા (Bat) વિશે જોયું હશે અથવા જાણ્યું હશે. આખરે, આ કોરોના કાળમાં આ કેવી રીતે ભૂલી શકાય. આ તે જીવ છે જેણે સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ (Coronavirus) જેવી ગંભીર બીમારી ફેલાવી હતી અને છેલ્લા 2 વર્ષમાં લાખો લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ સિવાય ચામાચીડિયા વિશે કેટલીક એવી અદ્ભુત વાતો છે જેના વિશે તમે ભાગ્યે જ જાણતા હોવ. એવો અંદાજ છે કે ચામાચીડિયા એક કલાકમાં 500થી વધુ બેડબગ્સનો શિકાર કરી શકે છે. આટલું જ નહીં, તે એક કલાકમાં 1500 નાના જંતુઓ ખાઈ શકે છે, પરંતુ આજકાલ ચામાચીડિયાનો તરબૂચ ખાતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, જેણે બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. તમે આ પહેલા ભાગ્યે જ કોઈ ચામાચીડિયાને આ રીતે ખાતા જોયો હશે.

વાસ્તવમાં, આ વીડિયોમાં, ચામાચીડિયાએ પહેલીવાર તરબૂચને (Water Melon) ચાખ્યું છે અને પછી એવી શાનદાર પ્રતિક્રિયા આપી છે કે તેને જોઈને તમે હસવા લાગશો. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ ચામાચીડિયાને તરબૂચ ખવડાવતો જોવા મળે છે અને ચામાચીડિયા પણ તેને ખૂબ જ આનંદથી ખાઈ રહ્યા છે. તે તરબૂચ છોડવાનું નામ નથી લઈ રહ્યો. તેને જોઈને ખબર પડે છે કે તે પહેલીવાર તરબૂચ ખાય છે. જે રીતે મનુષ્યના બાળકો પહેલીવાર કોઈ વસ્તુ ખાય છે ત્યારે ખૂબ જ અદભુત પ્રતિક્રિયા આપે છે, તેવી જ રીતે ચામાચીડિયાએ પણ પ્રતિક્રિયા આપી છે અને તેના મોંમાંથી તરબૂચ કાઢી નાખ્યા પછી તેની પ્રતિક્રિયા તેનાથી પણ વધુ આશ્ચર્યજનક છે. જીભ હલાવીને તે વધુ તરબૂચની માંગણી કરતો જોવા મળે છે.

જૂઓેે રમૂજી વીડિયો…

આ ફની વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @buitengebieden_ નામ સાથે શેયર કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં લખ્યું છે, ‘ચામાચીડિયું પહેલી વાર તરબૂચ ટેસ્ટિંગ કરી રહ્યું છે’. માત્ર 53 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 5 લાખ 13 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે, જ્યારે 21 હજારથી વધુ લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે અને વિવિધ પ્રતિક્રિયાઓ પણ આપી છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો:  Beauty Tips : ચહેરાની ખોવાયેલી રોનક પાછી મેળવવા કામ લાગશે બરફના ટુકડા

આ પણ વાંચો:  શોકિંગ : શું આલિયા ભટ્ટ- રણબીર કપૂરના લગ્ન અધૂરા છે ? 7ના બદલે કેટલા લીધા વચન ?

Follow Us
વડોદરામાં રોડ બાંધકામની ગુણવત્તા સામે સવાલો, સ્થાનિકોનો ગંભીર આરોપ
વડોદરામાં રોડ બાંધકામની ગુણવત્તા સામે સવાલો, સ્થાનિકોનો ગંભીર આરોપ
ખંભાળિયામાં ગટરના પાણીનો ત્રાસ, મુખ્ય માર્ગ પર ગંદકીથી લોકો પરેશાન
ખંભાળિયામાં ગટરના પાણીનો ત્રાસ, મુખ્ય માર્ગ પર ગંદકીથી લોકો પરેશાન
સાબર ડેરી વિવાદ, કેટલ ફીડ કોન્ટ્રાક્ટમાં ગંભીર ગેરરીતિના આક્ષેપો
સાબર ડેરી વિવાદ, કેટલ ફીડ કોન્ટ્રાક્ટમાં ગંભીર ગેરરીતિના આક્ષેપો
એશિયા પાવર ઈન્ડેક્સમાં ભારતનો દબદબો: જાપાન-રશિયાને પછાડી 3જા ક્રમે
એશિયા પાવર ઈન્ડેક્સમાં ભારતનો દબદબો: જાપાન-રશિયાને પછાડી 3જા ક્રમે
ઝારખંડમાં ગમખ્વાર બસ અકસ્માત: સુરતના જૈન દંપતીનું મૃત્યુ, 12 શ્રદ્ધાળ
ઝારખંડમાં ગમખ્વાર બસ અકસ્માત: સુરતના જૈન દંપતીનું મૃત્યુ, 12 શ્રદ્ધાળ
રાજકોટ મનપાની બેદરકારીએ લીધો મહિલાનો જીવ - જુઓ Video
રાજકોટ મનપાની બેદરકારીએ લીધો મહિલાનો જીવ - જુઓ Video
'અહીં અમારી તાકાત છે, એટલે તાકાત લેવા આવવું પડે છે'-CM ભૂપેન્દ્ર પટેલ
'અહીં અમારી તાકાત છે, એટલે તાકાત લેવા આવવું પડે છે'-CM ભૂપેન્દ્ર પટેલ
સુરતમાં શોર્ટકટ લેવાના પ્રયાસમાં લક્ઝરી બસ રેલવે ગરનાળામાં ફસાઈ
સુરતમાં શોર્ટકટ લેવાના પ્રયાસમાં લક્ઝરી બસ રેલવે ગરનાળામાં ફસાઈ
સુરતના મોટા વરાછામાં બાલ્કનીમાં ફસાયેલી મહિલાનું રેસ્ક્યૂ
સુરતના મોટા વરાછામાં બાલ્કનીમાં ફસાયેલી મહિલાનું રેસ્ક્યૂ
જસદણમાં બુકાનીધારી યુવતીઓ ઝડપાઈ, જુઓ Video
જસદણમાં બુકાનીધારી યુવતીઓ ઝડપાઈ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">