14 એપ્રિલના રોજ આલિયા ભટ્ટ (Alia Bhatt) તથા રણબીર કપૂરે લગ્ન કર્યાં હતાં. પિતા મહેશ ભટ્ટે તમામ રીત-રિવાજો દિલથી માન્યા હતા. ત્યાં હાજર રહેલાં સૂત્રોએ જણાવ્યું હતું કે, આલિયાએ ફેરા દરમિયાન 7 વચનને બદલે ઓછા વચન લીધા હતા.
Alia-Ranbir Wedding : બોલિવૂડના પાવર કપલ આલિયા ભટ્ટ (Alia Bhatt) અને રણબીર કપૂરે (Ranbir Kapoor) પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં બાંદ્રા સ્થિત તેમના ‘વાસ્તુ’ એપાર્ટમેન્ટમાં લગ્ન કર્યા છે. 29 વર્ષની આલિયા ભટ્ટે તેના લવ ઓફ ધ લાઈફ 39 વર્ષીય રણબીર કપૂર સાથે 7 જન્મોની ગાંઠ બાંધી છે. આલિયા અને રણબીરની સાથે બંનેના પરિવારજનો પણ આ લગ્નથી ખૂબ જ ખુશ છે. લગ્ન પછી, આલિયાએ એક મોટું પગલું ભર્યું છે અને ઇન્સ્ટાગ્રામ પર તેના લગ્નની તસવીરો સાથે તેનું ઇન્સ્ટાગ્રામ (Instagram) ડીપી બદલી નાખ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, લગ્નના ફેરા ફરતા સમયે જ્યારે પંડિતે આલિયાને કહ્યું હતું કે રણબીરની પત્ની બનીને તે વચન લે કે મહત્ત્વના પ્રસંગોએ તે પતિની પરવાનગી લીધા બાદ જ નિર્ણય કરશે. આ અંગે મહેશ ભટ્ટે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતાં કહ્યું હતું કે તેમને અન્ય રીત રિવાજ સામે વાંધો નથી, પરંતુ આલિયા કોઈ બીજું વચન લે એની સામે પણ આપત્તિ નથી.
મહેશ ભટ્ટે કહ્યું કે, ”મેં ક્યારેય મારું જીવન કોઈના પર આધારિત રહીને જીવ્યું નથી અને બાળકોને પણ એ વાત શીખવી છે કે તેઓ કોઈના પર આધાર રાખીને ના જીવે.” આલિયાએ પિતાની આ વાતનું માન રાખવા માટે લગ્નના ફેરા ફરતી વખતે 7 વચનોને બદલે માત્ર 6 વચન જ લીધા હતા.
લગ્નની તૈયારીમાં મહેશ ભટ્ટ હતા ગેર હાજર
દીકરીના પિતા તરીકે મહેશ ભટ્ટે લગ્નની તૈયારીમાં કોઈ મહત્ત્વની ભૂમિકા ભજવી નહોતી. આ સ્ટાર સ્ટડેડ વેડિંગના તમામ નિર્ણયો રણબીર તથા આલિયાએ જ લીધા હતા. રણબીરે જ લગ્નમાં 40થી વધુ મહેમાનોને બોલાવવામાં ના આવે એ નિર્ણય લીધો હતો. જો કે, તેમના લગ્નમાં 38 મહેમાન આવ્યા હતા.
મહેશ ભટ્ટ આલિયાના લગ્નના બીજા દિવસથી જ કામ પર પરત ફર્યા છે. આ ભવ્ય લગ્નમાં આલિયાના 93 વર્ષીય નાના તથા 89 વર્ષીય નાની ખાસ આશીર્વાદ આપવા માટે આવ્યાં હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે, આલિયાની માસી જર્મનીથી ખાસ આ સ્ટાર કપલને આશીર્વાદ આપવા માટે આવી હતી.
સ્ટાર કપલે આપી જોરદાર આફ્ટર વેડિંગ પાર્ટી
આ સ્ટાર કપલ હજુ પણ તેમના લગ્નની ઉજવણીમાં વ્યસ્ત છે. તાજેતરમાં યોજાયેલી તેમની રીસેપ્શન પાર્ટીમાં મલાઈકા -અર્જુન, તારા -આદર, કરિશ્મા કપૂર, નીતુ કપૂર, કરણ જોહર સહીત તેમના નજીકના મિત્રોએ શાનદાર પબ્લિક અપિરિયન્સ આપ્યો હતો. આ સ્ટાર સ્ટડેડ આફ્ટર વેડિંગ પાર્ટીના વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયા છે.