Anant Radhika Wedding: લગ્નમાં મોટા સેલિબ્રિટી ફિક્કા પડ્યા, અંબાણીના શ્વાને આ રીતે લૂંટી મહેફિલ, જુઓ Video

|

Jul 15, 2024 | 6:45 AM

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ દરમિયાન અનંત અંબાણીના પાલતુ શ્વાનનો વીડિયો સામે આવ્યો છે.

Anant Radhika Wedding: લગ્નમાં મોટા સેલિબ્રિટી ફિક્કા પડ્યા, અંબાણીના શ્વાને આ રીતે લૂંટી મહેફિલ, જુઓ Video

Follow us on

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે શુક્રવારે ભવ્ય સમારોહ સાથે લગ્ન કર્યા. મુંબઈમાં આયોજિત લગ્ન સમારોહમાં દુનિયાભરની અનેક હસ્તીઓએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં બોલિવૂડથી લઈને હોલિવૂડની હસ્તીઓ ઉપરાંત અનંત અંબાણીના પાલતુ શ્વને પણ સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં કૂતરાએ ડ્રેસ પહેર્યો છે, જે શેરવાની જેવો દેખાય છે. લોકો વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. અનંત અંબાણીના લગ્નમાં તેમનો શ્વાન પણ હાજર હતો. એક વીડિયોમાં તે ઠાઠ સાથે બેઠેલો જોવા મળી રહ્યો છે. ગોલ્ડન રીટ્રીવર બ્રીડના શ્વાને લાલ રંગની શેરવાની પહેરી છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહ્યો છે.

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

શ્વાનના આ વીડિયો પર ઘણી કોમેન્ટ્સ

વીડિયોમાં નીતા અંબાણી સહિત અંબાણી પરિવારના અન્ય સભ્યો પણ શ્વાન પાછળ જોઈ શકાય છે. શ્વાનના આ વીડિયો પર ઘણી કોમેન્ટ્સ આવી રહી છે. એક યુઝરે લખ્યું છે કે, ‘મોસ્ટ સેલિબ્રિટી ગેસ્ટ.’ તે જ સમયે, અન્ય યુઝરે લખ્યું કે આ આખા લગ્નનો શો સ્ટોપર હતો.

ક્રિકેટર, સેલિબ્રિટીનો જમાવડો

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં હાજરી આપનાર અનેક સેલિબ્રિટીઓએ જોરશોરથી ડાન્સ કર્યો હતો. પ્રિયંકા ચોપરા, ક્રિકેટર હાર્દિક પંડ્યા, અનન્યા પાંડે સહિતના તમામ મહેમાનો લાંબા સમય સુધી પાર્ટીની મજા લેતા રહ્યા. અનંત અને રાધિકાના લગ્નનો વીડિયો ગઈકાલથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે.

તે જ સમયે, લગ્ન દરમિયાન, નવા પરિણીત યુગલે એકબીજાને ખાસ વચન આપ્યું હતું. મંડપમાં ઊભા રહીને રાધિકા અને અનંતે એકબીજાને વચન આપ્યું. જ્યારે અનંતે રાધિકા સાથે તેના સપનાનું ઘર બનાવવાનું વચન આપ્યું હતું, ત્યારે રાધિકાએ કહ્યું હતું કે અમારા ઘરમાં પ્રેમ અને એકતાની લાગણી હશે.

Published On - 6:41 am, Mon, 15 July 24

Next Article