Ranbir Kapoor Alia Bhatt First Look: આલિયા ભટ્ટ તેના ક્રશ રણબીર કપૂરની દુલ્હન બની ગઈ છે. આલિયાએ તેના ઇન્સ્ટાગ્રામ પર તેના લગ્નની પ્રથમ તસવીર શેયર કરી છે. ફેન્સ અને સેલેબ્સ રણબીર-આલિયાને નવા જીવન માટે અભિનંદન આપી રહ્યા છે.
આખરે એ દિવસ આવી ગયો જ્યારે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ(Alia Bhatt) એકબીજા સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગયા. આલિયા ભટ્ટ હવે મિસિસ રણબીર કપૂર (Ranbir Kapoor) બની ગઈ છે. બંને 14 એપ્રિલે લગ્નના બંધનમાં બંધાયા છે. બંનેના લગ્નમાં કપૂર ( Kapoor Family) અને ભટ્ટ પરિવાર (Bhatt Family) સામેલ થયો હતો. આ કપલ છેલ્લા 5 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. બંનેએ પરિવારના સભ્યો અને નજીકના મિત્રોની હાજરીમાં સાત ફેરા લીધા. ચાહકો ઘણા વર્ષોથી તેમના લગ્નની રાહ જોઈ રહ્યા હતા.
આલિયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર લગ્નની પહેલી તસવીર શેયર કરી છે. જેમાં આ ક્યૂટ કપલ એકબીજાને કિસ કરતા જોવા મળે છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ વર-કન્યાના પોશાકમાં પરફેક્ટ કપલ લાગે છે. ફેન્સ અને સેલેબ્સ રણબીર-આલિયાને નવા જીવન માટે અભિનંદન આપી રહ્યા છે.
જો કે તમે આ પહેલા પણ આ બંનેને એકસાથે જોયા હશે, પરંતુ આજે આ બંનેના વખાણ કરીએ એટલા ઓછા છે. એક યુઝરે આ તસવીર પર કોમેન્ટ કરીને લખ્યું, ‘આ બંનેને કોઈની નજરના લાગે’ જ્યારે અન્ય યુઝરે લખ્યું, ‘જ્યારે પણ તમે આ બંનેને એકસાથે જુઓ છો, ત્યારે તેમની એક અલગ જ કેમેસ્ટ્રી જોવા મળે છે.’ અન્ય એક યુઝરે લખ્યું, રણબીર અને આલિયા ‘મેડ ફોર ઈચ અધર’ લાગે છે.