IPL 2022 Purple Cap: પર્પલ કેપની રેસમાં હજુ પણ યુઝવેન્દ્ર ચહલ સૌથી આગળ, લોકી ફર્ગ્યુસન ટોપ 5માં પ્રવેશ્યો

IPL 2022 Purple Cap in gujarati: પર્પલ કેપ જીતવી દરેક બોલરનું સપનું હોય છે. સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલરને પર્પલ કેપ આપવામાં આવે છે.

IPL 2022 Purple Cap: પર્પલ કેપની રેસમાં હજુ પણ યુઝવેન્દ્ર ચહલ સૌથી આગળ, લોકી ફર્ગ્યુસન ટોપ 5માં પ્રવેશ્યો
પર્પલ કેપની રેસમાં હજુ પણ યુઝવેન્દ્ર ચહલ સૌથી આગળ, લોકી ફર્ગ્યુસન ટોપ 5માં પ્રવેશ્યો Image Credit source: PTI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 15, 2022 | 7:45 AM

Purple Cap: IPL 2022માં ગુજરાત ટાઇટન્સ(Gujarat Titans)નો ગુરુવારે રાજસ્થાન રોયલ્સ(Rajasthan Royals)નો સામનો થયો હતો. ગુજરાતે ટેબલ ટોપર્સ રાજસ્થાન રોયલ્સને 37 રનથી હરાવી સિઝનની ચોથી જીત નોંધાવી હતી. આ મેચમાં ગુજરાત ટાઇટન્સના બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેમણે મેચમાં આઠ વિકેટ ઝડપી હતી. આ મેચ પછી, પર્પલ કેપના હકમાં કોઈ ફેરફાર થયો નથી પરંતુ આ રેસ ચોક્કસપણે રસપ્રદ બની ગઈ છે. આ મેચમાં એક વિકેટ લેનાર રાજસ્થાન રોયલ્સનો સ્ટાર બોલર યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) હજુ પણ આ કેપ પર હક જમાવીને બેઠો છે.

દરેક સિઝનમાં જ્યાં પોઈન્ટ ટેબલમાં ટોપ ચારમાં રહેવા માટે ટીમો વચ્ચે રેસ હોય છે. જ્યારે બોલરો પાસે પર્પલ કેપ હોય છે. આ કેપ દરેક બોલરનું સપનું હોય છે જે તેના સર્વશ્રેષ્ઠ હોવાનો પુરાવો આપે છે. દરેક સિઝનના અંતે, આ કેપ તે ખેલાડીને આપવામાં આવે છે જેણે સિઝનમાં સૌથી વધુ વિકેટ લીધી હોય. લીગ દરમિયાન દરેક મેચ પછી, આ કેપ તે સમયે યાદીમાં ટોચ પર હોય તેવા ખેલાડીના માથા પર મૂકવામાં આવે છે. હાલમાં કેપ યુઝવેન્દ્ર ચહલ  સૌથી આગળ છે.

ચહલ નંબર વન

ગુરુવારે રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની મેચ પહેલા ચહલ 11 વિકેટ સાથે પર્પલ કેપની યાદીમાં ટોચ પર હતો. તેણે ગુરુવારે ગુજરાત સામે વિકેટ લીધી હતી અને પોતાની જાતને ટોચ પર રાખી હતી. ચહલે શાનદાર બોલિંગ કરીને ગુજરાતના અભિનવ મનોહરને આઉટ કર્યો હતો. 43 રન બનાવીને અભિનવ તેના બોલ પર અશ્વિનના હાથે કેચ આઉટ થયો હતો. ચહલ 12 વિકેટ સાથે ટોપ પર છે. જો તેણે આ વિકેટ ન લીધી હોત તો પણ તે ટોચ પર રહેત, પરંતુ હવે તેણે પોતાની અને બીજા સ્થાને રહેલા ઉમેશ યાદવ વચ્ચેનું અંતર વધારી દીધું છે.

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

ગુજરાત ટાઇટન્સના લોકી ફર્ગ્યુસને આ મેચમાં ત્રણ વિકેટ ઝડપી હતી અને તેણે હવે ટોપ ફાઇવમાં એન્ટ્રી કરી લીધી છે. ફર્ગ્યુસનના સાથી ખેલાડી અને આઈપીએલ ડેબ્યુ કરનાર યશ દયાલે પણ આ મેચમાં ચાર વિકેટ ઝડપી હતી પરંતુ તે હાલમાં રેસમાં ઘણો પાછળ છે.

આ પણ વાંચો : Amarnath Yatra 2022: જમ્મુ-કાશ્મીરના IGPનું મોટું નિવેદન, યાત્રા શરૂ થતા પહેલા જ મોટા ભાગના આતંકવાદીઓને ઠાર કરી દેવામાં આવશે, ત્રણ સ્તરની સુરક્ષા હશે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">