Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મોંઘા પેટ્રોલનો વિરોધ કરવા 1 રૂપિયે લીટર વેચાણ કરાયું પણ એટલી ભીડ ઉમટી કે પોલીસ બોલાવવી પડી

સોલાપુરમાં તેલની વધતી કિંમતો સામે આવા વિરોધનું આયોજન કરવાનું સૌથી મોટું કારણ એ પણ છે કે દેશમાં સૌથી મોંઘું પેટ્રોલ અને ડીઝલ મહારાષ્ટ્રમાં જ વેચાઈ રહ્યું છે.

મોંઘા પેટ્રોલનો વિરોધ કરવા 1 રૂપિયે લીટર વેચાણ કરાયું પણ એટલી ભીડ ઉમટી કે પોલીસ બોલાવવી પડી
સસ્તું પેટ્રોલ લેવા પડાપડી થઇ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 15, 2022 | 7:58 AM

દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ(Petrol Diesel Price Today)આમ આદમીની મુશ્કેલીઓ વધારી રહ્યા છે ત્યારે મહારાષ્ટ્રના સોલાપુર શહેરમાં માત્ર 1 રૂપિયાના દરે પેટ્રોલ(Petrol at Rs 1 per Liter) લોકોને વિતરણ કરવામાં આવ્યું હતું. આ સમાચાર સાંભળતા જ પેટ્રોલ પંપ પર હજારોની ભીડ એકઠી થઈ ગઈ હતી જેને કાબૂમાં લેવા માટે પોલીસ બોલાવવામાં આવી હતી. મહારાષ્ટ્રના એક સ્થાનિક નેતાએ મોદી સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. પેટ્રોલના વધતા ભાવ સામે લોકોને 1 રૂપિયો લીટર પેટ્રોલનું વિતરણ શરૂ કરાયું હતું. આ આયોજન કરનાર રાહુલ સર્વોગડ કહે છે કે જો હું લોકોને પેટ્રોલના ભાવમાં રાહત આપી શકું તો સરકાર કેમ નહીં. તેમણે આરોપ લગાવ્યો કે મોદી સરકારના કાર્યકાળ દરમિયાન મહારાષ્ટ્રમાં પેટ્રોલ 120 રૂપિયા પ્રતિ લીટરથી પણ મોંઘુ વેચાઈ રહ્યું છે.

અંબાણી પરિવારની નાની વહુએ પહેર્યો 35 વર્ષ જૂનો કોર્સેટ, જુઓ ફોટો
Plant in pot : ઘઉંના જવારા ઉગાડવા અપનાવો આ ટીપ્સ
Tulsi: શ્યામ તુલસીનો રંગ જાંબલી કેમ છે?
અહો આશ્ચર્યમ ! અહીં લગ્ન કરવા વરરાજા નહીં પણ દુલ્હન લઈને જાય છે જાન !
ઉનાળામાં દરરોજ ભીંડા ખાશો તો શું થશે? જાણો
ફ્લાઇટમાં જતા પહેલાં તમારે શું ન ખાવું જોઈએ?

વહેલા તે પહેલા તર્જ પર પેટ્રોલનું વિતરણ કરાયું

સોલાપુરના એક પેટ્રોલ પંપ પર માત્ર 1 રૂપિયામાં પેટ્રોલ વેચાઈ રહ્યું હોવાના સમાચાર સાંભળીને લોકો તેમના વાહનો લઈને દોડ્યા હતા. આ ભાવે પેટ્રોલ વહેચવાની શરત પહેલા આવોની તર્જ પર હતી. તેથી દરેક વ્યક્તિ પહેલા તેનો લાભ લેવા માંગતી હતી. પેટ્રોલ પંપ પર હજારો લોકો એકઠા થયા હતા અને બેકાબૂ ભીડને કાબૂમાં લેવા પેટ્રોલ પંપ સંચાલકે પોલીસ બોલાવવી પડી હતી.

વ્યક્તિ દીઠ 1 લીટર પેટ્રોલ આપ્યું

રાહુલ સર્વોગડે કહ્યું કે દરેક વ્યક્તિને 1 રૂપિયાના દરે માત્ર એક લીટર પેટ્રોલ ખરીદવાની છૂટ છે. વાસ્તવમાં આ એક વિરોધ હતો જેથી સરકારને અમારી સમસ્યાઓનો ખ્યાલ આવે. આ કાર્યક્રમ અંતર્ગત કુલ 500 લોકોને 1 લીટરના ખર્ચે પેટ્રોલનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમાચાર સાંભળીને સેંકડો લોકો એકઠા થઈ ગયા તેથી અમારો લક્ષ્ય બપોર સુધીમાં પૂર્ણ થઈ ગયો.

દેશમાં સૌથી મોંઘુ પેટ્રોલ મહારાષ્ટ્રમાં વેચાઈ રહ્યું છે

સોલાપુરમાં તેલની વધતી કિંમતો સામે આવા વિરોધનું આયોજન કરવાનું સૌથી મોટું કારણ એ પણ છે કે દેશમાં સૌથી મોંઘું પેટ્રોલ અને ડીઝલ મહારાષ્ટ્રમાં જ વેચાઈ રહ્યું છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 120.51 રૂપિયા પ્રતિ લિટર, કોલ્હાપુરમાં 121.50 રૂપિયા, પુણેમાં 120.74 રૂપિયા, થાણેમાં 120.50 રૂપિયા, નાગપુરમાં 120.15 રૂપિયા, નાસિકમાં 120.57 રૂપિયા અને પરભણીમાં 123.53 રૂપિયા પ્રતિ લિટર છે.

આ પણ વાંચો : GOLD : વર્ષ 2022 માં સોનાની ચમક યથાવત રહેશે, જાણો શું છે નિષ્ણાંતોનું અનુમાન

આ પણ વાંચો : Petrol Diesel Price Today : નહિ મળે Excise Duty માં ઘટાડાથી મોંઘા ઇંધણની ઝંઝટમાંથી રાહત, જાણો આજના લેટેસ્ટ રેટ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">