જો તમે વર્ષોથી મોબાઈલ વાપરતા હશો તો તમને ખ્યાલ હશે કે પહેલા સિમકાર્ડ મોટી સાઈઝમાં આવતા હતા. ત્યાર બાદ થોડાક વર્ષોથી સિમકાર્ડ માઈક્રો સિમ આવવા લાગ્યા અને પછી નેનો સિમ પણ આવ્યા. જેનું એક કારણ એ પણ છે કે સિમ ઓછી જગ્યા રોકે અને મોબાઈલ ફોનને વધુ સારા બનાવી શકાય. આજે કરોડો લોકો ફોન વાપરે છે. એક મશીનમાં નાનકડી પટ્ટી એટલે કે સિમના આધારે દુનિયાના બે છેડા મળી જાય છે. પરંતુ શું તમે વિચાર્યું છે કે આ સિમકાર્ડ એક ખૂણામાંથી કપાયેલું કેમ હોય છે? ચાલો જણાવીએ આ રસપ્રદ માહિતી.
શરૂઆતમાં નહોતા સિમ કાર્ડ
સિમની આ ડિઝાઇન પાછળ ખાસ કારણ છે મોબિલ ફોન. જ્યારે શરૂઆતમાં નવા નવા મોબાઈલ ફોન આવ્યા ત્યારે તેમાં સિમ અંદર જ આવતું હતું. ફોનમાંથી સિમ કાઢવું અશક્ય હતું. તેથી તમે પહેલા સિમ બદલી જ નહોતા શકતા. એટલે કે તમે જે કંપનીનો ફોન લીધો છે હંમેશા તમારે તેનું જ સિમ વાપરવું પડતું હતું.
સમય સાથે બદલાઈ તકનીક
સમયની સાથે ઘણુબધું બદલાયું છે. સમય સાથે તકનીક પણ બદલાઈ ગઈ અને પછી એવા ફોન આવ્યા જેમાંથી સિમ બહાર કાઢી અને લગાવી શકાય. તમને જાણીને આશ્ચર્ય થશે કે ત્યારે પણ સિમનો ખૂણો કપાયેલો ન હતો. મોબાઇલ ફોનમાં સિમ કાઢવાની અને લગાવવાની તકનીક નવી હતી. આ કારણે લોકોને તેમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. લંબચોરસ સિમને તે સમયે યોગ્ય દિશામાં લગાવવું મુશ્કેલ હતું. કઈ દિશામાં સિમ લગાવવું તેમાં મૂંઝવણ થતી હતી.
શું હતી સમસ્યા?
અગાળ જતા આ સમસ્યાનો વ્યાપ વધ્યો. લોકોને સિમની દિશા નક્કી કરવામાં ખુબ તકલીફ પડતી હતી. તેથી કંપનીઓએ સિમની ડિઝાઈન વિશે વિચાર્યું. અને તેને બદલવાનું નક્કી કર્યું. જેથી લોકોની દિશા નક્કી કરવાની સમસ્યા દુર થઇ જાય. કારણ કે સૌથી મોટી સમસ્યા એ હતી કે લોકો સમજી શકતા નહીં કે સિમની ની દિશા સીધી છે કે ઊંધી.
આ કારણે સિમના ખૂણા કાપવા પડ્યા
આ સમસ્યાને દુર કરવા ટેલિકોમ કંપનીઓએ એક ખૂણામાંથી સિમ કાપી દીધું. જ્યાં મોબાઇલમાં સિમ ઇન્સ્ટોલ કરવામાં આવે છે, ત્યાં અંદર પણ તે જ પ્રકારનું કટ માર્ક હોય છે. જેથી લોકોની સમસ્યાઓ દૂર થવા લાગી અને તેઓએ સરળતાથી તેમના ફોનમાં સિમ લગાવતા થયા. આ પછી, સિમ પરના આ કટની તકનીક ફરજીયાત થઇ ગઈ અને આજે પણ દરેક સિમમાં આ જ વ્યવસ્થા કરવામાં આવે છે.
આ પણ વાંચો: Sonakshi Sinha Birthday: સોનાક્ષી સિન્હાએ કેમ કહ્યું કે તે અને તેની માતા તેના પિતાના ઘરની બહારના છે?
આ પણ વાંચો: ચીને ભલે આપી ત્રણ બાળકની મંજુરી, પણ યુવતીઓ નથી ઇચ્છતી એક પણ બાળક, જાણો કેમ