Sonakshi Sinha Birthday: સોનાક્ષી સિન્હાએ કેમ કહ્યું કે તે અને તેની માતા તેના પિતાના ઘરની બહારના છે?

આ વર્ષે સોનાક્ષી તેનો 34 મો જન્મદિવસ ઉજવી રહી છે. પટનામાં જન્મેલી સોનાક્ષીએ મુંબઇમાં શિક્ષણ લીધું. અને દબંગથી તે ફિલ્મોમાં આવી.

Sonakshi Sinha Birthday: સોનાક્ષી સિન્હાએ કેમ કહ્યું કે તે અને તેની માતા તેના પિતાના ઘરની બહારના છે?
સોનાક્ષી સિન્હા અને શત્રુધ્ન સિન્હા
Follow Us:
| Updated on: Jun 02, 2021 | 11:58 AM

આજે શત્રુધ્ન સિન્હાની પુત્રી અને બોલીવુડની પ્રખ્યાત હિરોઈન સોનાક્ષી સિન્હાનો જન્મદિન છે. આ વર્ષે સોનાક્ષી તેનો 34 મો જન્મદિવસ ઉજવી રહી છે. પટનામાં જન્મેલી સોનાક્ષીએ મુંબઇમાં શિક્ષણ લીધું. સોનાક્ષીએ ફેશન ડિઝાઇનિંગમાં ગ્રેજ્યુએશન કર્યું. બાદમાં 2010 માં ફિલ્મ દબંગથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો. ત્યારથી લઈને સોનાક્ષી તેના પિતાની છાયામાંથી બહાર આવીને પોતાની નવી ઓળખ બનાવવામાં સફળ રહી છે.

બહુ ઓછા લોકોને ખ્યાલ હશે કે સોનાક્ષીના પરિવારના બંગલાનું નામ “રામાયણ” છે. જ્યારે સોનાક્ષીને આ વિશે એક શોમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો ત્યારે તેણે આ નામને લઈને મોટો ખુલાસો કર્યો હતો. ઇન્દિરા દાસ નામની એક સ્પર્ધકે સરસ પરફોર્મન્સ આપ્યું હતું. ઇન્દિરાની માતાએ સોનાક્ષીને તેમના બંગલાનું નામ પૂછ્યું.

સોનાક્ષી એ કહું “હું અને મારી માતા ઘરના બહારના લોકો છીએ”

Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !

સવાલ પર સોનાક્ષીએ કહ્યું, “ઘણા લોકોએ મને આ સવાલ પૂછે છે, પરંતુ હું તેનો જવાબ પહેલી વાર આપી રહ્યો છું. હું અને મારી માતા ઘરના બહારના લોકો છીએ, કારણ કે મારા પિતા (શત્રુઘ્ન સિંહા) ના ત્રણ ભાઈઓના નામ રામ, લક્ષ્મણ અને ભરત છે. તેમજ મારા ભાઈઓના નામ પણ લવ અને કુશ છે. ખાલી હું અને મારી માતા છીએ જેમના નામ રામાયણમાંથી નથી. અમારા ઘરમાં બધા લોકોના નામ રામાયણ પરથી છે, તેથી અમને ઘરનું નામ રામાયણ રાખવું યોગ્ય લાગ્યું.”

તમને જણાવી દઈએ કે સોનાક્ષીને પેઇન્ટિંગ અને સ્કેચ બનાવવાનો ખૂબ શોખ છે સાથે જ તેને સાડી પહેરવાનું પણ પસંદ છે. સોનાક્ષી મોટાભાગે ઇવેન્ટ્સમાં વેસ્ટર્ન આઉટફિટ્સમાં જોવા મળે છે પરંતુ તેને સાડી પહેરવાનું ખૂબ પસંદ છે.

સોનાક્ષીએ મુંબઈની નાથીબાઈ દામોદર ઠાકરે મહિલા યુનિવર્સિટીમાંથી ફેશન ડિઝાઇનિંગનો કોર્સ કર્યો છે. આ જ કારણ છે કે શરૂઆતમાં તેણે પડદાની પાછળ રહીને પોતાની ફિલ્મી કેરિયરની શરૂઆત કરી હતી.

g clip-path="url(#clip0_868_265)">