Breaking News: WhatsApp મેસેજના 14 પૈસા ચૂકવવા પડશે, 1 ઓક્ટોબરથી બદલાવા જઈ રહ્યો છે ‘મોટો નિયમ’
સોશિયલ મીડિયા પર હાલમાં એક એવા સમાચાર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે, જેણે WhatsApp યુઝર્સની ચિંતા વધારી દીધી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, હવે WhatsApp પર મેસેજ મોકલવા માટે 14 પૈસાનો ખર્ચ કરવો પડશે. શું ખરેખર આ સમાચાર સાચા છે? શું 1 ઓક્ટોબરથી તમારા ખિસ્સા પર ભાર પડવાનો છે?

વોટ્સએપને લઈને ઈન્ટરનેટ પર કહેવામાં આવી રહ્યું છે કે, હવે એક મેસેજ મોકલવા માટે 14 પૈસા ખર્ચવા પડશે. નોંધનીય છે કે, આ માહિતી ખોટી નથી. વાસ્તવમાં આ સમાચાર મેટા (Meta) દ્વારા જાહેર કરવામાં આવેલા નવા પ્રાઇસિંગ ડોક્યુમેન્ટ્સમાંથી સામે આવ્યા છે. આવી સ્થિતિમાં હવે લોકો સવાલ કરી રહ્યા છે કે, શું વોટ્સએપ પર મેસેજ મોકલવાના પૈસા પણ આપવા પડશે?
જણાવી દઈએ કે, આ માહિતી ખોટી નથી પરંતુ તેનો સંબંધ કમર્શિયલ પ્લેટફોર્મ વોટ્સએપ બિઝનેસ API (WhatsApp Business API) ના બિલિંગ નિયમો સાથે છે. વાસ્તવમાં 1 ઓક્ટોબર 2026થી સર્વિસ અને યુટિલિટી મેસેજિંગને લઈને નવા નિયમો લાગુ થઈ રહ્યા છે.
WhatsApp Business API is getting more expensive in India from 1st October!!
Businesses will be charged around 14 paise per service message (including GST) after the first 1,000 free service messages per business number each month.
The new charges mainly affect businesses… pic.twitter.com/vO0FEa64MY
— DealBee Deals (@DealBeeOfficial) September 29, 2026
સામાન્ય લોકો પર શું અસર પડશે?
જો તમે એવું વિચારી રહ્યા છો કે, તમારે WhatsApp પર મેસેજ મોકલવા માટે પૈસા ખર્ચવા પડશે, તો એવું નથી. સામાન્ય લોકો માટે વોટ્સએપ હંમેશાની જેમ મફત જ રહેશે.
એટલું જ નહીં, જો તમે કોઈ બિઝનેસ એકાઉન્ટ સાથે ચેટ કરી રહ્યા છો, તો પણ તમારે કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં. આ નવું બિલિંગ સિસ્ટમ માત્ર મોટા કોર્પોરેટ અને એન્ટરપ્રાઈઝ લેવલના બિઝનેસ API એકાઉન્ટ્સ માટે છે.
મેસેજના પૈસા કોણ આપશે?
વોટ્સએપ દરેક મેસેજ માટે એ કંપનીઓ, બેંકો, ઓનલાઈન શોપિંગ એપ્સ અને મોટા સ્ટાર્ટઅપ્સ પાસેથી ચાર્જ લેશે, જે ગ્રાહકોને મોટાપાયે ઓટોમેટેડ મેસેજ મોકલે છે.
આને તમે એ રીતે સમજી શકો છો કે, જ્યારે તમને બેંકમાંથી બેલેન્સ એલર્ટ આવે છે, ઈ-કોમર્સ પ્લેટફોર્મ પરથી ડિલિવરીની માહિતી મળે છે અથવા કોઈ કંપનીમાંથી OTP આવે છે, તો તે બિઝનેસ આના માટે ચૂકવણી કરે છે. આ તમામ પૈસા સીધા મેટા પાસે જાય છે.
WhatsApp Business API is introducing charges of around 14 paise per service reply in India from October 1.
The first 1,000 service messages per business number each month remain free. The change affects business messaging costs, not regular personal WhatsApp chats. #WhatsApp… pic.twitter.com/dUmZiu64ua
— Techgaze (@IndianTechGaze) September 29, 2026
Meta કેટલા પૈસા લેશે?
મેટાએ 1 જુલાઈ 2025થી 24 કલાકના કન્વર્સેસન બેસ્ડ મોડેલને નાબૂદ કરીને દરેક મેસેજના પૈસા લેવાની સિસ્ટમ શરૂ કરી હતી. તેમાં 1 ઓક્ટોબરથી મોટો ફેરફાર લાગુ થવા જઈ રહ્યો છે, જેના હેઠળ કસ્ટમર સપોર્ટ વિન્ડોમાં મોકલવામાં આવતા યુટિલિટી મેસેજ અને નક્કી કરેલી ફ્રી લિમિટથી વધુ સર્વિસ મેસેજ પર પણ કંપનીઓ પાસેથી ચાર્જ લેવામાં આવશે.
એનો અર્થ એ છે કે, કસ્ટમર કેર અને સપોર્ટ માટે મોકલવામાં આવતા સર્વિસ મેસેજીસ માટે દરેક બિઝનેસ ફોન નંબરને મહિનાના 1,000 મેસેજ ફ્રી મળશે. આ કોટા પૂરો થયા પછી દરેક બિઝનેસે પ્રતિ મેસેજ મુજબ ચાર્જ આપવો પડશે.
આ ઉપરાંત અત્યાર સુધી ગ્રાહકનો મેસેજ આવ્યા પછી 24 કલાકની વિન્ડોમાં આપવામાં આવતા યુટિલિટી મેસેજ ફ્રી હતા, તેના પર પણ 1 ઓક્ટોબરથી ચાર્જ લાગવાનું શરૂ થઈ જશે.
કેટલો ચાર્જ લાગશે?
મેટાના નિયમો હેઠળ સૌથી મોંઘા મેસેજ Marketing Message હશે. આમાં ઓફર્સ, સેલ અને પ્રમોશનલ બ્રોડકાસ્ટ માટે કંપનીઓએ પ્રતિ મેસેજ લગભગ ₹0.86 ચૂકવવા પડશે.
આ સિવાય ઓર્ડર સ્ટેટસ, ડિલિવરી અપડેટ અને લોગઈન પાસવર્ડ એટલે કે OTP મોકલવા માટે પ્રતિ મેસેજ લગભગ 11.5 પૈસાનો ચાર્જ આપવો પડશે. GST સાથે કુલ કિંમત 14 પૈસા રહેવાની છે.
