AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું તમે જાણો છો Bluetooth ના નામ પાછળની આ રોચક વાર્તા? જાણીને રહી જશો દંગ

ઇલેક્ટ્રોનિક ઉપકરણોને બ્લૂટૂથની સહાયથી વાયરલેસ રૂપે એકબીજા સાથે કનેક્ટ કરી શકાય છે. પરંતુ તમે ચોક્કસ પણે નહીં જાણતા હોવ કે આ Bluetooth નામ કેમ આપવામાં આવ્યું.

શું તમે જાણો છો Bluetooth ના નામ પાછળની આ રોચક વાર્તા? જાણીને રહી જશો દંગ
પ્રતિકાત્મક તસ્વીર
| Updated on: May 22, 2021 | 8:48 PM
Share

આજ કાલ ફાસ્ટ ઇન્ટરનેટ અને એન્ડ્રોઈડ ના જમાનામાં Bluetooth નો વપરાશ ખુબ ઘટી ગયો છે. અત્યારે ભાગ્યે જ કોઈ ફાઈલની આપલે માટે Bluetooth નો વપરાશ કરતુ હશે. પરંતુ આજથી થોડા વર્ષો પહેલા ઈમેજથી માંડીને સોન્ગ્સની આપલે માટે Bluetooth ખુબ પ્રચલિત હતું. અત્યારે Bluetooth નો ઉપયોગ ડીવાઈઝ કનેક્ટ કરવા, અને વાયરલેસ ઉપકરણો કનેક્ટ કરવા માટે થાય છે.

આ વાઈફાઈના જમાનામાં પણ તમે બ્લૂટૂથનું નામ સાંભળ્યું જ હશે. ઇલેક્ટ્રોનિક ઉપકરણોને બ્લૂટૂથની સહાયથી વાયરલેસ રૂપે એકબીજા સાથે કનેક્ટ કરી શકાય છે. સરળ શબ્દોમાં કહીએ તો બ્લૂટૂથ બે ઉપકરણોને કનેક્ટ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે આ બે ઉપકરણને કનેક્ટ કરતી તકનીકનું નામ કેમ બ્લૂટૂથ પાડવામાં આવ્યું છે? આ નામ પાછળ મોટો ઈતિહાસ છે. ચાલો તમને જણાવીએ આ રસપ્રદ કથા.

ડેનમાર્કના એક રાજાના નામ પર નામ પડ્યું Bluetooth

બ્લૂટૂથના નામ પાછળની વાર્તા ટેક્નોલોજીથી સંબંધિત નથી, પરંતુ ઈતિહાસ સાથે જોડાયેલી છે. બ્લૂટૂથનું નામ Jim Kardach નામના વ્યક્તિ દ્વારા આપવામાં આવ્યું. Jim Kardach બ્લૂટૂથ મેન્યુફેક્ચરિંગ ટીમનો ભાગ હતો. Jim Kardach ના જણાવ્યા અનુસાર 10 મી સદીના રાજા King Harald Bluetooth પર બ્લૂટૂથનું નામ રાખવામાં આવ્યું છે.

ડેનમાર્કમાં 10 મી સદીમાં રાજા થઇ ગયો King Harald Bluetooth. ચાલો તમને જણાવી દઈએ કે કિંગ હેરાલ્ડે ઘણા રાજ્યોને જોડાવાનું કામ કર્યું હતું. ઈતિહાસ પ્રમાણે કિંગ હેરાલ્ડે ડેનમાર્ક, નોર્વે અને સ્વીડનને જોડીને એક રાજ્ય બનાવ્યું હતું, જેનું નામ હતું સ્કેન્ડિનેવિયા. આવું જ કંઇક કામ સરદાર પટેલે ભારતમાં આઝાદી સમયે કર્યું હતું.

આ કારણે નામ પડ્યું Bluetooth

તમને ખ્યાલ જ હશે કે બ્લૂટૂથ પણ ડીવાઈઝને પરસ્પર જોડાવાનું કામ કરે છે. એ જ રીતે King Harald Bluetooth એ પણ રાજ્યોને પરસ્પર જોડ્યા હતા. આ કારણે Bluetooth ની શોધ કરનારા Jim Kardach એ આ તકનીકનું નામ Bluetooth રાખ્યું હતું.

રાજાના નામ પાછળ પણ રોચક ઈતિહાસ

King Harald નાં નામ પાછાળ પણ રોચક કથા છે. કહેવાય છે કે તેનો એક દાંત ડેડ એટલે કે નિષ્ક્રિય હતો. જેના કારણે ટે દાંત વાદળી જોવા મળતો હતો. આ કારણે રાજાના નામ પાછળ Bluetooth શબ્દ જોડવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: કેમ કપાળ પર તિલક કર્યા પછી ચોખા પણ લગાવવામાં આવે છે? શું છે આ પાછળનું કારણ

આ પણ વાંચો: આ જગ્યાએ મૃત્યુ બાદ સંબંધીઓ ભેગા થઈને ખાઈ જાય છે લાશ, જાણો વિચિત્ર રિવાજો

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">