આ જગ્યાએ મૃત્યુ બાદ સંબંધીઓ ભેગા થઈને ખાઈ જાય છે મૃતદેહ, જાણો વિચિત્ર રિવાજો
વિશ્વમાં વિવિધ અને વિચિત્ર રિવાજો જોવા મળે છે. જો તમને ખબર પડે કે કોઈ જગ્યાએ મૃત્યુ બાદ મૃતદેહને ખાવાનો અને કોઈ લાગ્યાએ ગીધને ખવડાવી દેવાનો રિવાજ છે. ચાલો જણાવીએ રસપ્રદ માહિતી.
વિશ્વમાં હજુ ઘણી જનજાતિ એવી છે કે એમના રીવાજ સાંભળીને અચંબામાં પડી જવાય. દરેક જનજાતી કોઈના કોઈ ખાસ કારણથી ચર્ચામાં રહે છે. ઘણી જાતિઓમાં અજીબોગરીબ પરંપરા (Weird Ritual) હોય છે. તમને આજે એવા જ કેટલાક રીવાજો અને જાતિઓ વિશે જણાવવા જી રહ્યા છીએ.
આ વાત છે બ્રાઝિલના યાનોમામી જનજાતિની Yanomami Tribe). તમને જાણીને આશ્ચર્ય થશે કે આ જાતીના લોગ મૃત્યુ બાદ મૃતદેહને સળગાવીને તેને ખાય છે. જી હા અહિયાં મૃતદેહને શેકીને તેને ખાઈ જવાની પરંપરા છે.
અંતિમક્રિયાની પ્રક્રિયા એકદમ અલગ
યનોમામી જાતિના લોકો આધુનિકીકરણથી ઘણા દૂર છે. આ લોકો આધુનિક સમાજથી ઘણા દૂર છે. અહીંના લોકો ફક્ત તેમની પરંપરાગત રીતથી જીવે છે. કપડાંના નામે તેમના શરીર પર ફક્ત એક લંગોટ બાંધે છે. આ જનજાતિની અંતિમવિધિ વિધિ એકદમ વિચિત્ર છે. જ્યારે દરેક સમુદાય કાં તો શબને બાળી નાખે છે અથવા દફનાવવામાં આવે છે, ત્યારે આ જાતિના લોકોએ શબને બાળીને ખાઈ જાય છે.
પહેલા લાશને શેકવામાં આવે છે પછી સાથે મળીને ખાય છે
યનોમામી આદિજાતિના લોકોનું માનવું છે કે તેમના સગાસંબંધીઓનાં મૃત્યુ પછી તેમના આત્માને બચાવવી પડે છે. આત્માને બચાવવા આ આદિજાતિના લોકો શબને પહેલા બાળે છે. જ્યારે શબ પાકી જાય ત્યારે તે કુટુંબ સાથે મળીને ખાય છે. શબને બાળી નાખતા પહેલા બધા સંબંધીઓ પણ ભેગા કરવામાં આવે છે. બધા મળીને લાશ ખાય છે.
અહિયાં શબને ગીધને ખવડાવવાનો રીવાજ
આ પ્રમાણે જ તમે શબને ગીધને ખવડાવવાની પરંપરાથી ભાગ્યે જ વાકેફ છો. આ પણ એક સમાજમાં અંતિમવિધિનો રિવાજ છે. આ પરંપરા બૌદ્ધ સમુદાયમાં પ્રચલિત છે. સ્મશાનની આ પરંપરાને માન્યતા આપતા સમુદાયનું માનવું છે કે જો મૃત વ્યક્તિની લાશને ગીધને ખવડાવવામાં આવે તો, તેમનો આત્મા પણ ગીધ સાથે ઉડીને સ્વર્ગમાં પહોંચે છે. આ પરંપરાનું નામ નાઇંગ્મા ટ્રેડિશન (સ્કાય બ્યુરીઅલ) છે અને તે તિબેટમાં ઉજવવામાં આવે છે.
આ પરંપરામાં મૃત્યુ પછી શબના નાના ટુકડા કરીને ગીધની સામે પીરસવામાં આવે છે. આ પછી, મૃત વ્યક્તિની આત્માને શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવે છે અને તિબેટીયન ‘મૃત્યુનું પુસ્તક’ વાંચવામાં આવે છે. ‘સ્કાય બ્યુરીયલ’ ની પરંપરા હેઠળ સ્મશાનગૃહનો કરામાંચારી મૃતદેહના ટુકડા કરીને તેને જવ અને લોટ લગાવે છે અને ગીધોને ખવડાવે છે.
આ પણ વાંચો: Insurance: શું તમે જાણો છો? ટર્મ, લાઈફ અને હેલ્થ ઇન્શ્યોરન્સ વચ્ચે શું તફાવત હોય છે?
આ પણ વાંચો: Shreya Ghoshal: સિંગર શ્રેયા ઘોષાલના ઘરે કિલકારી ગુંજી ઉઠી, શ્રેયાએ આપ્યો પુત્રને જન્મ