AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : લગ્નના 10 વર્ષ પછી 41 વર્ષની ઉંમરે 2 બાળકોની માતા બની દિવ્યાંકા ત્રિપાઠી, પતિએ પોસ્ટ કરી કહ્યું મેરે કરણ અર્જુન આ ગયે

ટીવી સીરિયલ "યે હૈ મોહબ્બતેં" માં "ઈશી મા" ની ભૂમિકા ભજવનાર દિવ્યાંકા ત્રિપાઠી લગ્નના 10 વર્ષ પછી માતા બની છે. આજે તેના પતિએ સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર ચાહકોને ગુડ ન્યુઝ આપ્યા હતા.

Breaking News : લગ્નના 10 વર્ષ પછી 41 વર્ષની ઉંમરે 2 બાળકોની માતા બની દિવ્યાંકા ત્રિપાઠી, પતિએ પોસ્ટ કરી કહ્યું મેરે કરણ અર્જુન આ ગયે
| Updated on: May 26, 2026 | 11:46 AM
Share

ટીવી સીરિયલ “યે હૈ મોહબ્બતેં” માં “ઈશી મા” ની ભૂમિકા ભજવીને ખ્યાતિ મેળવનાર દિવ્યાંકા ત્રિપાઠી, લગ્નના 10 વર્ષ પછી માતા બની છે. જોડિયા બાળકોને જન્મ આપતાં તેમનો આનંદ બમણો થયો છે. દિવ્યાંકા અને તેના પતિ વિવેકે સોશિયલ મીડિયા પર તેમના ચાહકો સાથે આ ખુશખબર શેર કરી.ફેમસ ટીવી અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠીનાઘરે કિલકારી ગુંજી ઉઠી છે. ચાહકો અને સેલિબ્રિટી સ્ટાર બંન્નેને શુભકામના પાઠવી રહ્યા છે.

મેરે કરણ અર્જુન આ ગયે!

દિવ્યાંકા ત્રિપાઠીના પતિએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આ ગુડન્યુઝ આપ્યા છે. તેમણે પોસ્ટ કરી કહ્યું કે,રાહ આખરે પૂરી થઈ… “બોય્ઝ” આવી ગયા છે અને જીવન કલ્પના કરતાં પણ વધુ સુંદર લાગી રહ્યું છે.મેરે કરણ અર્જુન આ ગયે! માતાપિતાના આ અદ્ભુત નવા અધ્યાયની શરૂઆત કરવા માટે મને તમારા બધાના પ્રેમ અને આશીર્વાદની જરૂર છે.

View this post on Instagram

A post shared by Vivek Dahiya (@vivekdahiya)

થોડા સમય પહેલા જ દિવ્યાંકા ત્રિપાઠીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના ગ્લેમરસ મેટરનિટી ફોટોશૂટના ફોટા શેર કર્યા હતા. દિવ્યાંકા ત્રિપાઠી તેના મેટરનિટી ફોટોશૂટમાં એકદમ ક્યૂટ લાગી રહી હતી.દિવ્યાંકા ત્રિપાઠી ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી છે અને તેની સુંદરતા અને અભિનય બંનેએ ચાહકોના દિલ પર ખાસ છાપ છોડી છે. ‘બનુ મેં તેરી દુલ્હન’ અને ‘યે હૈ મોહબ્બતેં’ દ્વારા ઘરે ઘરે લોકપ્રિય બની હતી.

દિવ્યાંકાએ ક્યારે પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી?

દિવ્યાંકાએ 19 માર્ચ 2026ના રોજ સોશિયલ મીડિયા પર પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાના લગ્ન 8 જુલાઈ 2016ના રોજ ભોપાલમાં થયા હતા. તેઓ “યે હૈ મોહબ્બતેં” ના સેટ પર મળ્યા હતા.દિવ્યાંકા ત્રિપાઠી તેની સિમ્પલ ફેશન માટે જાણીતી છે. પ્રેગ્નન્સી દરમિયાન તેની સ્ટાઇલ વધુ ખાસ બની હતી. તે હંમેશા એવા કપડાં પસંદ કરે છે જે આરામદાયક અને સ્ટાઇલિશ બંને હોય.

તમને જણાવી દઈએ કે દિવ્યાંકા ત્રિપાઠી તેના પતિ વિવેક દહિયા સાથે મુંબઈમાં એક આલીશાન ઘરમાં રહે છે. બંન્ને કરોડો રુપિયાની સંપત્તિના માલિક છે.

ટીવીની ફેવરિટ વહુ દિવ્યાંકા ત્રિપાઠીએ પ્રેગ્નન્સીની જાહેરાત કરી, આવો છે પરિવાર અહી ક્લિક કરો

Follow Us
સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video
સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ
Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ
ભાવનગરમાં જોખમી મકાનોને કરાશે ધ્વસ્ત, ગરીબ વસાહતીઓની પુનર્વસનની માગ
ભાવનગરમાં જોખમી મકાનોને કરાશે ધ્વસ્ત, ગરીબ વસાહતીઓની પુનર્વસનની માગ
g clip-path="url(#clip0_868_265)">