AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ફોન ‘સાયલન્ટ મોડ’ પર છે અને મળતો નથી ? ચિંતા છોડો… આ ટ્રિક અજમાવો, ફૂલ અવાજમાં રિંગ વાગશે

ઘણીવાર એવું બને છે કે, આપણે આપણો ફોન ક્યાંક મૂકીને ભૂલી જઈએ છીએ અને જ્યારે બીજા ફોનથી રિંગ કરીએ ત્યારે ખબર પડે છે કે, ફોન તો સાયલન્ટ મોડ પર છે. આવા સમયે ફોન શોધવો ખૂબ મુશ્કેલ બની જાય છે.

ફોન 'સાયલન્ટ મોડ' પર છે અને મળતો નથી ? ચિંતા છોડો... આ ટ્રિક અજમાવો, ફૂલ અવાજમાં રિંગ વાગશે
| Updated on: May 01, 2026 | 6:32 PM
Share

શું તમારી સાથે પણ ક્યારેય એવું બન્યું છે કે, તમે તમારો ફોન શોધતા-શોધતા પરેશાન થઈ ગયા હોવ અને પછી યાદ આવ્યું હોય કે, ફોન તો સાયલન્ટ (Silent) કે વાઈબ્રેટ મોડ પર છે? આવા સમયે ફોન શોધવો ખુબ જ મુશ્કેલ છે. એવામાં સારી વાત એ છે કે, તમારી પાસે એન્ડ્રોઇડ ફોન હોય કે આઈફોન (iPhone) બંનેમાં એવી ખાસ સુવિધા મળે છે કે, જેની મદદથી તમે તમારા ફોનને સાયલન્ટ મોડમાં પણ સરળતાથી શોધી શકો છો.

સાયલન્ટ મોડમાં ખોવાયેલો ‘એન્ડ્રોઇડ ફોન’ કેવી રીતે શોધવો?

જો તમારો એન્ડ્રોઇડ ફોન સાયલન્ટ મોડ પર ક્યાંક ખોવાઈ ગયો હોય, તો તેને શોધવો ઘણો સરળ છે. આ માટે તમારા ફોનમાં ગૂગલનું ‘Find My Device’ ફીચર ‘On’ હોવું જોઈએ. જો તમારો ફોન તમારા ગૂગલ એકાઉન્ટથી લોગ-ઈન છે, તો આ ફીચર સામાન્ય રીતે પહેલાથી જ ચાલુ હોય છે.

ફોન શોધવા માટે આ સ્ટેપ્સ ફોલો કરો:

  1. તમારા બીજા ફોન, લેપટોપ કે કોમ્પ્યુટરમાં ક્રોમ (Chrome) જેવા કોઈપણ બ્રાઉઝરને ખોલો અને android.com/find પર જાઓ.
  2. હવે તમારા એ જ ગૂગલ એકાઉન્ટથી લોગ-ઈન કરો, જે તમારા ખોવાયેલા ફોનમાં ઉપયોગમાં લેવાઈ રહ્યું છે. ત્યારબાદ તમારા તમામ ડિવાઇસ સ્ક્રીન પર દેખાશે.
  3. લિસ્ટમાંથી તમારા ખોવાયેલા એન્ડ્રોઇડ ફોનને પસંદ કરો.
  4. હવે ‘Play Sound’ ઓપ્શન પર ક્લિક કરો. તમારો ફોન સાયલન્ટ મોડમાં હશે તો પણ ફૂલ અવાજમાં રિંગ વાગવા લાગશે.

સાયલન્ટ મોડમાં ખોવાયેલો ‘આઈફોન’ (iPhone) કેવી રીતે શોધવો?

જો તમે તમારો આઈફોન ક્યાંક મૂકીને ભૂલી ગયા હોવ અને તે સાયલન્ટ મોડ પર હોય, તો ગભરાવાની બિલકુલ જરૂર નથી. એપલે (Apple) આ માટે ખૂબ જ ઉપયોગી ફીચર આપ્યું છે, જેની મદદથી તમે તમારા iPhone, iPad કે Mac ને સરળતાથી શોધી શકો છો.

ખાસ વાત એ છે કે, આ માટે તમારી પાસે બીજું એપલ ડિવાઇસ હોવું જરૂરી નથી. જો બીજું એપલ ડિવાઇસ ન હોય, તો કોઈપણ વેબ બ્રાઉઝરથી પણ તમારા આઈફોનનું લોકેશન ટ્રેક કરી શકાય છે.

જો કે, આ સુવિધાનો લાભ લેવા માટે તમારા આઈફોનમાં પહેલાથી જ Find My ફીચર ચાલુ હોવું જોઈએ. આને On કરવા માટે Settings માં જાઓ, તમારા નામ પર ટેપ કરો અને પછી Find My ઓપ્શન પસંદ કરો. અહીં Find My iPhone, Find My Network અને Send Last Location ત્રણેય સેટિંગ્સ જરૂર ઇનેબલ કરો.

ફોન શોધવા માટે આ સ્ટેપ્સ ફોલો કરો:

  1. તમારા આઈફોન કે કોઈ બીજા એપલ ડિવાઇસમાં Find My એપ ખોલો.
  2. જો તમારી પાસે બીજું એપલ ડિવાઇસ નથી, તો તમે iCloud.com પર જઈને Find My iPhone નો ઓપ્શન પસંદ કરી શકો છો.
  3. હવે સ્ક્રીન પર દેખાતા ‘Devices’ ઓપ્શન પર ટેપ કરો.
  4. અહીં તમને તમારા તમામ એપલ ડિવાઇસનું લિસ્ટ દેખાશે. જે આઈફોન શોધવો હોય તેના પર ટેપ કરો.
  5. ત્યારબાદ ‘Play Sound’ પર ટેપ કરો. તમારો આઈફોન સાયલન્ટ કે વાઈબ્રેટ મોડમાં હોવા છતાં જોરથી અવાજ કરવા લાગશે.

AC રિમોટનું આ બટન જે તમારું વીજળીનું બિલ બચાવશે, ચાલુ કરતા પહેલા જાણી લેજો

Follow Us
કચ્છના મુંદ્રા નજીક ભંગારના ગોડાઉનમાં વિકરાળ આગ
કચ્છના મુંદ્રા નજીક ભંગારના ગોડાઉનમાં વિકરાળ આગ
ગીરમાં સિંહોના મોતથી વન વિભાગ એલર્ટ, શરૂ કરાયું વેક્સીનેશન અભિયાન
ગીરમાં સિંહોના મોતથી વન વિભાગ એલર્ટ, શરૂ કરાયું વેક્સીનેશન અભિયાન
PM મોદીએ વિસ્તારેલ ગુજરાત વિકાસ મોડલથી દેશના 80% ભાગમાં BJPની સત્તા
PM મોદીએ વિસ્તારેલ ગુજરાત વિકાસ મોડલથી દેશના 80% ભાગમાં BJPની સત્તા
પાંચ રાઉન્ડ ફાયરિંગ કેસમાં નિવૃત્ત DYSP અશોકસિંહ ચૌહાણની ધરપકડ
પાંચ રાઉન્ડ ફાયરિંગ કેસમાં નિવૃત્ત DYSP અશોકસિંહ ચૌહાણની ધરપકડ
બનાસકાંઠામાં SOGએ પેટ્રોલિંગ દરમિયાન 171 શંકાસ્પદ ઘીના ડબ્બા ઝડપ્યા!
બનાસકાંઠામાં SOGએ પેટ્રોલિંગ દરમિયાન 171 શંકાસ્પદ ઘીના ડબ્બા ઝડપ્યા!
Breaking News : પાલીતાણાની શેત્રુંજી નદીમાં દારૂની મજા માણતો વીડિયો
Breaking News : પાલીતાણાની શેત્રુંજી નદીમાં દારૂની મજા માણતો વીડિયો
બોરસદની યુવતીની કેનેડામાં ચપ્પાના ઘા ઝીંકીને હત્યા, જુઓ-Video
બોરસદની યુવતીની કેનેડામાં ચપ્પાના ઘા ઝીંકીને હત્યા, જુઓ-Video
બાઈક બાદ હવે ક્રેન ખાડામાં પડી, જુઓ વીડિયો
બાઈક બાદ હવે ક્રેન ખાડામાં પડી, જુઓ વીડિયો
ભાજપના પૂર્વ મહિલા હોદ્દેદારે જિલ્લા પ્રમુખને કહ્યું માંફી માંગો
ભાજપના પૂર્વ મહિલા હોદ્દેદારે જિલ્લા પ્રમુખને કહ્યું માંફી માંગો
નિયમિત કસરત કરો, વધુ પડતું ખાવાનું ટાળો
નિયમિત કસરત કરો, વધુ પડતું ખાવાનું ટાળો
g clip-path="url(#clip0_868_265)">