AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WhatsApp-Telegram પર ભૂલથી પણ ન મોકલતા આ મેસેજ, સરકારે જાહેર કરી નવી ગાઈડલાઈન્સ

વોટ્સએપ, ટેલિગ્રામ અને અન્ય સોશિયલ મીડિયા એપ્સ પર આ આદેશ વર્તમાન સિસ્ટમમાં રહેલી ખામીઓનું વિશ્લેષણ કર્યા પછી લેવામાં આવ્યો છે.

WhatsApp-Telegram પર ભૂલથી પણ ન મોકલતા આ મેસેજ, સરકારે જાહેર કરી નવી ગાઈડલાઈન્સ
WhatsApp (Symbolic Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 24, 2022 | 1:09 PM
Share

સરકારે તેના અધિકારીઓને વોટ્સએપ (WhatsApp)અને ટેલિગ્રામ (Telegram) જેવી સોશિયલ મીડિયા એપ્સ (Social Media Apps) પર કોઈપણ ગોપનીય માહિતી અથવા દસ્તાવેજો શેર ન કરવા ચેતવણી આપી છે. કેન્દ્ર સરકારે નવી કમ્યૂનિકેશન ગાઈડલાઈન્સ (New Communication Guidelines) પણ જાહેર કરી છે. આમાં તમામ સરકારી કર્મચારીઓ (Government Employees)ને વોટ્સએપ, ટેલિગ્રામ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ગોપનીય માહિતી શેર ન કરવાની સૂચના આપવામાં આવી છે.

તેની પાછળનું કારણ એ છે કે આ એપ્સના સર્વર વિશ્વભરની ખાનગી કંપનીઓ પાસે છે અને ભારત વિરોધી શક્તિઓ માહિતીનો દુરુપયોગ કરી શકે છે. માર્ગદર્શિકા અનુસાર, ઘરેથી કામ દરમિયાન, કર્મચારીઓને ફક્ત ઓફિસ એપ્લિકેશન દ્વારા જ જોડવામાં આવે. આ ઓર્ડર Amazon Alexa, Apple HomePod, Google Meet અને Zoom જેવી એપને પણ લાગુ પડે છે.

વોટ્સએપ, ટેલિગ્રામ અને અન્ય સોશિયલ મીડિયા એપ્સ પરનો આદેશ વર્તમાન સિસ્ટમમાં રહેલી ખામીઓનું વિશ્લેષણ કર્યા પછી લેવામાં આવ્યો છે. કેન્દ્રએ વર્ગીકૃત માહિતી લીક થતાં ટાળવા માટે નેશનલ કોમ્યૂનિકેશન ધોરણો અને સરકારી નિર્દેશોના વારંવાર ઉલ્લંઘનને ધ્યાનમાં રાખીને આ ગુપ્તચર એજન્સીઓ દ્વારા ઘડવામાં આવેલી નવી કોમ્યૂનિકેશન માર્ગદર્શિકા જાહેર કરી છે. તમામ મંત્રાલયોને આવા ઉલ્લંઘનોને રોકવા માટે “તાત્કાલિક પગલાં” લેવા અને માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

સ્માર્ટવોચ અથવા સ્માર્ટફોનના ઉપયોગ પર પ્રતિબંધ

સૂચનાઓમાં કહેવામાં આવ્યું છે કે કર્મચારીઓએ ઘરેથી કામ (Work From Home)દરમિયાન તેમના હોમ સેટઅપમાંથી સંવેદનશીલ માહિતી અથવા દસ્તાવેજો મોકલવાનું ટાળવું જોઈએ. વધુમાં, હોમ સિસ્ટમ માત્ર નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC)ના વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્ક દ્વારા ઓફિસ નેટવર્ક સાથે જોડાયેલ હોવી જોઈએ.

નવી માર્ગદર્શિકા અનુસાર, તમામ કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોના ટોચના અધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે તેઓ મીટિંગ દરમિયાન જ્યારે ગોપનીય અથવા રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવે ત્યારે સ્માર્ટ વોચ અથવા સ્માર્ટફોનનો ઉપયોગ ન કરે.

આ પણ વાંચો: Viral: વાયરલ ફોટોમાં કેટલા હાથી છે તેનો નથી ઉકેલાતો ભેદ, ફોટો જોઈ સોશિયલ મીડિયા યુઝર્સ છે કન્ફ્યૂઝ

આ પણ વાંચો: જીભ પર વાળ કેમ ઉગ્યા અને તેનો રંગ કેમ બદલાઈ ગયો, અમેરિકી મહિલાએ જણાવી પોતાની આપવીતી

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">