Supreme Court Fake Website Fraud: સુપ્રીમ કોર્ટની ફેક વેબસાઈટ દ્વારા લોકો સાથે છેતરપિંડી, જાણો કેવી રીતે થાય છે ફ્રોડ

|

Oct 02, 2023 | 1:36 PM

ફેક વેબસાઈટને લઈને સુપ્રીમ કોર્ટના રજિસ્ટ્રાર (ટેક્નોલોજી) દ્વારા એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે, ઓફિશિયલ વેબસાઇટ જેવી જ ફેક વેબસાઇટ બનાવવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ફેક વેબસાઈટ બનાવીને લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે.

Supreme Court Fake Website Fraud: સુપ્રીમ કોર્ટની ફેક વેબસાઈટ દ્વારા લોકો સાથે છેતરપિંડી, જાણો કેવી રીતે થાય છે ફ્રોડ
Supreme Court Fake website Fraud

Follow us on

સુપ્રીમ કોર્ટે (Supreme Court) લોકોને ચેતવણી આપી છે કે ફેક વેબસાઈટ બનાવીને તેમની સાથે છેતરપિંડી (Cyber Crime) કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ફેક વેબસાઈટ (Supreme Court Fake Website Fraud) બનાવીને અને તેમની અંગત માહિતી માંગીને લોકો સાથે ફ્રોડ કરવામાં આવી રહ્યુ છે, લોકોએ તેનાથી બચવું જોઈએ. એવું પણ કહેવામાં આવ્યું કે, કોર્ટ રજિસ્ટ્રી ક્યારેય કોઈ લોકો પાસેથી અંગત માહિતી માંગતી નથી.

સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રાર દ્વારા જાહેર કરવામાં આવી એડવાઈઝરી

ફેક વેબસાઈટને લઈને સુપ્રીમ કોર્ટના રજિસ્ટ્રાર (ટેક્નોલોજી) દ્વારા એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે, ઓફિશિયલ વેબસાઇટ જેવી જ ફેક વેબસાઇટ બનાવવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, કોર્ટની વેબસાઈટ www.sci.gov.in છે, પરંતુ http://cbins/scigv.com અને https://cbins.scigv.com જેવી ફેક વેબસાઈટ બનાવીને લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. કોઈપણ URL પર ક્લિક કરતા પહેલા, તે સુપ્રિમ કોર્ટની અસલી વેબસાઈટ છે કે નહીં તેની ચકાસણી કરો.

માંગવામાં આવે છે અંગત અને બેંકિંગ વિગતો

સુપ્રીમ કોર્ટની ફેક વેબસાઈટમાં લોકો પાસેથી જુદી-જુદી માહિતી માંગવામાં આવે છે. જેમાં બેંકનું નામ, એકાઉન્ટ નંબર, આધાર કાર્ડ, પાન કાર્ડ નંબર, એકાઉન્ટ નંબર, ફોન નંબર, લોગિંગ પાસવર્ડ, કાર્ડ પાસવર્ડ, ઓનલાઈન બેંકિંગ વિગતો અને યુઝર આઈડીનો સમાવેશ થાય છે. આ બાબતને ધ્યાને લઈને લોકોને સાવધાન કરવા માટે નોટિસ જાહેર કરવામાં આવી છે.

અમીર લોકો સવારે 9 વાગ્યા પહેલા કરી લે છે આ 6 કામ, સફળતાની મળે છે ગેરંટી
ન પાણી કે ન સાબુ, ગરમ કપડાંને સ્વચ્છ કરવા માટે કરો આ 2 કામ
Vitamin B12 : મહત્તમ ફાયદા માટે વિટામીન B12 સપ્લિમેન્ટ્સ ક્યારે લેવાં?
ન્યુમોનિયા, ઉલટી, પેટનો દુખાવો કે ઝાડા જેવી બીમારીઓ માટે EMERGENCY ઘરેલુ ઉપચાર
Astro Tips : ધનવાન બનવું હોય તો રાત્રે સૂતા પહેલા કરી લો આ કામ, જુઓ Video
Makai rotlo : મકાઈના રોટલામાં ક્યા વિટામિન જોવા મળે છે?

આ પણ વાંચો : Movie Rating Fraud: ફિલ્મ રેટિંગના નામે લોકો સાથે છેતરપિંડી, જાણો કેવી રીતે થાય છે ફ્રોડ અને શું ધ્યાન રાખવું

ઓનલાઈન એકાઉન્ટના પાસવર્ડ બદલવા

નોટિસમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જો તમે આ લિંક પર ક્લિક કરીને તમારી માહિતી શેર કરી છે, તો તમારા બધા ઓનલાઈન એકાઉન્ટના પાસવર્ડ બદલવા જોઈએ. કોઈપણ મુશ્કેલી હોય તો બેંકનો સંપર્ક કરો. સુપ્રીમ કોર્ટની સત્તાવાર વેબસાઇટ http://www.sci.gov.in છે, જ્યાંથી તમે સુનાવણી સંબંધિત માહિતી મેળવી શકો છો.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article