વોટ્સએપનો ઉપયોગ કરતી વખતે તમારો કિંમતી મોબાઈલ ડેટા આ રીતે સાચવો, ડેટા જલ્દી ખર્ચાશે નહીં!
વોટ્સએપ તે એપ્સમાંથી એક છે. જ્યાં તમારા ડેટાનો (Mobile data) સૌથી વધુ વપરાશ થાય છે. પરંતુ વોટ્સએપમાં એક ફીચર પણ છે, જેની મદદથી તમે તમારો ડેટા સેવ કરી શકો છો. તેને બચાવવા માટે છે નીચે મુજબની ટિપ્સ અજમાવો.
મોબાઈલ, વાઈફાઈ, ઈન્ટનેટ, મોબાઈલ ડેટા આપણી લાઈફસ્ટાઈલનો એક ભાગ બની ગયુ છે. આ ટેકનોલોજીએ આપણા જીવનને વધારે સરળ બનાવ્યુ છે. તેની આદત આજ કાલના બાળકોને ખુબ નાની ઉંમરથી લાગી જાય છે. ટેકનોલોજી આપણા જીવનને સરળ તો બનાવે છે પણ સાથે સાથે તે ખર્ચાળ પણ છે. આજે મોબાઈલ ડેટા આપણા માટે આપણી રોજિંદી જરુરીયાતમાંથી એક છે. Wi-Fi સિવાય, મોટાભાગના મોબાઇલ ડેટા માટે દરેક મેગાબાઇટ માટે આપણા ઘણા પૈસા ખર્ચ થાય છે. તમે તમારા માસિક વપરાશના આધારે તમારી એપ્સ પસંદ કરી શકો છો, જે તમારા ડેટાને બચાવવામાં મદદરૂપ સાબિત થાય છે. વોટ્સએપ પણ તે એપ્સમાંથી એક છે, જ્યાં તમારા ડેટાનો (Mobile data) સૌથી વધુ વપરાશ થાય છે. પરંતુ વોટ્સએપમાં એક ફીચર (WhatsApp Feature) છે, જેની મદદથી તમે તમારો ડેટા સેવ કરી શકો છો. ચાલો જાણીએ કઈ એવી ટ્રિક્સ છે, જે ડેટા બચાવવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.
લો ડેટા મોડનો ઉપયોગ કરો
વોટ્સએપ પાસે એક વિકલ્પ હોય છે જેમાં તમે ચેટ અને કોલ દરમિયાન ડેટા બચાવી શકો છો. તેને લો ડેટા મોડ કહેવામાં આવે છે. આ મોડ પછી WhatsApp તમારો ડેટા બચાવે છે, તેઓ તમને ઓછા ડેટામાં WhatsApp સેવાઓ પ્રદાન કરે છે. આ મોડમાં ઓડિયો અને વીડિયોની ગુણવત્તા ઘટી જાય છે. ગુણવત્તા જેટલી ઓછી છે, તેટલો ઓછો ડેટા વપરાય છે.
મોબાઇલ ડેટા મોનિટર કરો
દરેક સ્માર્ટફોનમાં એક ફીચર હોય છે, જેના હેઠળ તમે જાણી શકો છો કે તમારા મોબાઈલમાં સૌથી વધુ ડેટા ક્યા વપરાય છે. આ મોનિટરિંગ દ્વારા તમે જાણી શકો છો કે કઈ એપ તમારા ડેટાનો સૌથી વધુ ઉપયોગ કરે છે. તમારા મોબાઇલ ડેટાને તે મુજબ સાચવવામાં તમને મદદરૂપ થઈ શકે છે.
મીડિયા ઓટો ડાઉનલોડ બંધ કરો
તમે મીડિયા ઓટો ડાઉનલોડનો વિકલ્પ બંધ કરી શકો છો. તમને વોટ્સએપ પર મળતા વીડિયો અને ફોટો ઓટોમેટિક ડાઉનલોડ નહીં થાય. આ તમારા ડેટા વપરાશને બચાવશે. તમે એ જ ફોટા અને વીડિયો ડાઉનલોડ કરશો જે તમારે કરવાના છે. આ મીડિયા પર ખર્ચવામાં આવતા બિનજરૂરી ડેટાને બચાવશે.
ચેટ બેકઅપને પ્રતિબંધિત કરો
WhatsApp તમારી ચેટ્સ અને મીડિયાને ક્લાઉડમાં બેકઅપ રાખે છે. આનો અર્થ એ છે કે તમે તમારા મિત્રો સાથે જે પણ મેસેજ, ફોટા, વીડિયો અને અન્ય સામગ્રી શેર કરો છો, WhatsApp તેને Google ડ્રાઇવ અથવા iCloudમાં સુરક્ષિત રાખે છે. આ ફીચર હેઠળ તમે તમારો ડેટા સેવ કરી શકો છો. પરંતુ તમે આ માટે તમારો મોબાઈલ ડેટા બંધ કરી શકો છો, આ ફીચર ત્યારે જ કામ કરશે જ્યારે તમારા સ્માર્ટફોનને Wi-Fi મળશે.