Smartphone અને Solar થઈ જશે સસ્તા ? ભારતને હાથ લાગ્યો લિથિયમનો 3384 કરોડનો ખજાનો

|

Feb 11, 2023 | 11:54 PM

સરળ શબ્દોમાં કહીએ તો ભારત પાસે લિથિયમનો વિશાળ ભંડાર છે. જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં લિથિયમનો મોટો ભંડાર મળી આવ્યો છે. આપને જણાવી દઈએ કે આ પહેલીવાર છે જ્યારે ભારતમાં લિથિયમનો મોટો ભંડાર મળી આવ્યો છે.

Smartphone અને Solar થઈ જશે સસ્તા ? ભારતને હાથ લાગ્યો લિથિયમનો 3384 કરોડનો ખજાનો
Smartphone and Solar
Image Credit source: File Photo

Follow us on

આવનારા દિવસોમાં સ્માર્ટફોન અને સોલર પેનલની કિંમતમાં ઘટાડો થઈ શકે છે. કારણ કે ભારતના હાથમાં મોટો ખજાનો લાગ્યો છે. તેને લિથિયમ તરીકે ઓળખાય છે. સરળ શબ્દોમાં કહીએ તો ભારત પાસે લિથિયમનો વિશાળ ભંડાર છે. જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં લિથિયમનો મોટો ભંડાર મળી આવ્યો છે. આપને જણાવી દઈએ કે આ પહેલીવાર છે જ્યારે ભારતમાં લિથિયમનો મોટો ભંડાર મળી આવ્યો છે.

આ પણ વાંચો: Tech Tips: જો તમારા Smartphoneમાં આવી ગયો છે વાયરસ, આ 4 રીતથી તાત્કાલિક કરો દૂર

શા માટે લિથિયમ એટલું મહત્વનું બની જાય છે

જો કે, સવાલ એ થાય છે કે લિથિયમ મળ્યા પછી સ્માર્ટફોન અને સોલર સિસ્ટમ કેવી રીતે સસ્તી થશે, તો ચાલો તમને જણાવી દઈએ કે સ્માર્ટફોન, સ્માર્ટવોચ, સોલર અને ઇલેક્ટ્રિક વાહનોની બેટરી લિથિયમમાંથી બને છે. ભારતમાં દરેક રિચાર્જેબલ બેટરી લિથિયમની બનેલી છે. અત્યાર સુધી, ભારત લિથિયમ આયન બેટરી બનાવવા માટે અન્ય દેશોમાંથી સંપૂર્ણપણે લિથિયમ આયાત કરતું હતું. જો કે, હવે ભારતને એટલો મોટો લિથિયમ રિઝર્વ મળ્યો છે, જે ભારતની અડધી જરૂરિયાતો પૂરી કરી શકે છે.

આજનું રાશિફળ તારીખ : 11-01-2025
ભારતની આ વ્હિસ્કીની વિદેશમાં છે બોલબાલા, ટોચની બ્રાન્ડ્સને છોડી પાછળ
Shilajit Benefits : એક મહિના સુધી શિલાજીત ખાવાથી શું થાય ?
ઈન્કમ ટેક્સ ઈન્સ્પેક્ટર છે યુઝવેન્દ્ર ચહલ, પગાર અને કુલ નેટવર્થ જાણી ચોંકી જશો
અજાણતાં થયેલા પાપોથી કેવી રીતે મુક્તિ મેળવવી ? પ્રેમાનંદ મહારાજે કહી મોટી વાત
Relationship : પ્રેમ કરતા યુગલો અપનાવી રહ્યા છે નવો ચોંકાવનારો ટ્રેન્ડ, જાણો

આ ઉત્પાદનો થઈ શકે સસ્તા

તે વાજબી છે કે ભારત મોટા પાયે ઇલેક્ટ્રિક વાહનો બનાવવા તરફ આગળ વધી રહ્યું છે. ઉપરાંત, ભારત એક મોટું સ્માર્ટફોન માર્કેટ છે, જેના માટે લિથિયમ આયન બેટરીનો ઉપયોગ કરવામાં આવે છે. આ કારણોસર, ઇલેક્ટ્રિક વાહનો, સ્માર્ટફોન, સ્માર્ટવોચ અને લિથિયમ આયન બેટરી આધારિત ઉત્પાદનો આગામી દિવસોમાં સસ્તી થઈ શકે છે.

લિથિયમની માગમાં 1000 ટકાનો વધારો થયો છે

જણાવી દઈએ કે એક ટન લિથિયમ આયન બેટરીની કિંમત 57.3 લાખ રૂપિયા છે. ભારતમાં 59 લાખ ટન લિથિયમનો ભંડાર મળી આવ્યો છે. તેનું મૂલ્ય આશરે રૂ. 3,384 અબજ છે. ઓસ્ટ્રેલિયા લિથિયમ ઉત્પાદનમાં મોખરે છે. આ પછી ચિલી અને ચીનનો નંબર આવે છે. છેલ્લા દસ વર્ષમાં લિથિયમની માગમાં 1000 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે.

ભારતના ખાણ મંત્રાલયે કહ્યું હતું કે, જિયોલૉજીકલ સર્વે ઑફ ઇન્ડિયાએ જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લાના સલાલ-હૈમાના વિસ્તારમાં લિથિયમનો ભંડાર શોધી કાઢ્યો છે. આ વિસ્તાર ચિનાબ નદી પર બનેલા 690 મેગા વૉટ ક્ષમતા ધરાવતા સલાલ પાવર સ્ટેશનથી લગભગ 8 કિલોમિટર દૂર છે. સલાલના જે વિસ્તારમાં લિથિયમનો ભંડાર મળ્યો છે.

Next Article