AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મેજિક કોલ એપ દ્વારા લોકો સાથે થઈ રહી છે છેતરપિંડી, જાણો કેવી રીતે થાય છે ફ્રોડ અને બચવા માટે શું ધ્યાન રાખવું

ઠગ દ્વારા ફ્રોડ કરવા માટે એક મેજિક કોલ એપનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેનાથી તેઓએ એક છોકરીનો અવાજ બનાવ્યો હતો. છોકરીના અવાજની કોપી કરીને સાયબર ગુનેગારોએ અધિકારીની બેચમેટની પુત્રી તરીકે ઓળખ આપી અને મદદના નામે છેતરપિંડી કરી હતી.

મેજિક કોલ એપ દ્વારા લોકો સાથે થઈ રહી છે છેતરપિંડી, જાણો કેવી રીતે થાય છે ફ્રોડ અને બચવા માટે શું ધ્યાન રાખવું
Magic Call App
| Updated on: Nov 26, 2023 | 1:06 PM
Share

દિવસેને દિવસે સાયબર ફ્રોડના કેસમાં વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં દિલ્હીથી એક નવો કેસ સામે આવ્યો છે, જેમાં ગૃહ મંત્રાલયના એક નિવૃત્ત અધિકારી સાથે 48 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. ઠગ દ્વારા ફ્રોડ કરવા માટે એક મેજિક કોલ એપનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેનાથી તેઓએ એક છોકરીનો અવાજ બનાવ્યો હતો.

11 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી

છોકરીના અવાજની કોપી કરીને સાયબર ગુનેગારોએ અધિકારીની બેચમેટની પુત્રી તરીકે ઓળખ આપી અને મદદના નામે છેતરપિંડી કરી હતી. આ કેસમાં દક્ષિણ દિલ્હીના સાયબર સેલે ગેંગનો પર્દાફાશ કર્યો અને આરોપીઓની ધરપકડ કરી હતી. આ સમગ્ર કેસમાં મુખ્ય આરોપી સુમન કુમાર, વિવેક કુમાર, આશિષ કુમાર, અભિષેક કુમાર અને એક સગીરની ધરપકડ કરવામાં આવી છે. સુમન કુમાર ડાબરે આ પહેલા એક કંપનીના ડાયરેક્ટર સાથે 11 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી.

આરોહી ઝા નામની યુવતીનો ફોન આવ્યો

દક્ષિણ દિલ્હી પોલીસના ડેપ્યુટી કમિશનર ચંદન ચૌધરીએ જણાવ્યું હતું કે, ગૃહ મંત્રાલયના નિવૃત્ત અધિકારી દેવેન્દ્ર કુમાર ઠાકુરે સાયબર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ અરુણ કુમાર વર્માને ફરિયાદ કરી હતી. તેમણે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેને આરોહી ઝા નામની યુવતીનો ફોન આવ્યો હતો, જે પોતાને તેના બેચમેટની પુત્રી ગણાવતી હતી.

મેજિક કોલ એપ દ્વારા ફ્રોડ કરવામાં આવ્યું

નિવૃત અધિકારીને સાયબર ક્રાઈમની જાળમાં ફસાવવા માટે સ્કેમર્સે છોકરીના અવાજમાં કહ્યું કે, તેની માતા બીમાર છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તેની સારવાર માટે રૂપિયાની માંગણી કરી અને અધિકારીએ તેમને નાણા આપ્યા હતા. ત્યારબાદ જુદા-જુદા બહાને તે ઓફિસર પાસેથી રૂપિયા માંગવા લાગી હતી. આ રીતે સરકારી અધિકારી સાથે મેજિક એપ દ્વારા ફ્રોડ કરવામાં આવ્યું હતું.

જાણો શું છે મેજિક કોલ એપ

મેજિક કોલ એપ દ્વારા યુઝર્સ જુદા-જુદા પ્રકારના અવાજમાં વાત કરી શકે છે. તેનો ઉપયોગ બેકગ્રાઉન્ડ કોલ માટે પણ કરી શકાય છે. તાજેતરમાં આ પ્રકારની અલગ-અલગ એપ દ્વારા ઘણા લોકોને છેતરવાના કેસ સામે આવ્યા છે. જો તમારી સાથે છેતરપિંડી થાય તો તમે www.cybercrime.gov.in પર તમારી ફરિયાદ કરીનોંધાવી શકો છો.

આ પણ વાંચો : જો કોઈ અજાણી વ્યક્તિ તમારી પાસે ફોન માંગે તો આપવો નહીં, મદદના નામે લોકો સાથે છેતરપિંડી, જાણો કેવી રીતે થાય છે ફ્રોડ

છેતરપિંડીથી કેવી રીતે બચવું

  • જો તમને કોઈ અજાણ્યા નંબર પરથી મેસેજમાં લિંક આવે તો તેના પર ક્લિક કરશો નહીં.
  • કોઈપણ અજાણ્યા સ્ત્રોત દ્વારા ફોનમાં કોઈ એપ ઇન્સ્ટોલ કરશો નહીં.
  • અજાણ્યા નંબર પરથી આવતા મેસેજ કે કોલ પર વિશ્વાસ કરવો નહીં.
  • તમારી અંગત કે બેંકિંગ વિગતો કોઈ લોકો સાથે શેર કરશો નહીં.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
g clip-path="url(#clip0_868_265)">