જો કોઈ અજાણી વ્યક્તિ તમારી પાસે ફોન માંગે તો આપવો નહીં, મદદના નામે લોકો સાથે છેતરપિંડી, જાણો કેવી રીતે થાય છે ફ્રોડ
આ પ્રકારના ફ્રોડમાં અજાણી વ્યક્તિ તમારી પાસે મદદ માંગશે કે, તેની ફોનની બેટરી પુરી થઈ ગઈ છે તેથી ફોન બંધ થયો છે. તેન એક જરૂરી કોલ કરવો છે તો તે તમારા ફોન પરથી કોલ કરી શકે છે. આ રીતે અજાણ્યો વ્યક્તિ તમારી પાસેથી તમારો ફોન માંગશે, તેથી તેનાથી સાવચેત રહો.
દુનિયા ડિઝિટલ થઈ રહી છે અને લોકોના તમામ કામ ઓનલાઈન થઈ રહ્યા છે. તેની સાથે સાયબર ફ્રોડના કેસ પણ સતત વધી રહ્યા છે. સાયબર ગુનેગારો લોકોને ફસાવવા માટે ઘણી જુદી-જુદી રીતો અપનાવી રહ્યા છે. તેમાંથી એક OTP સ્કેમ પણ છે, જેના દ્વારા છેતરપિંડી કરવામાં આવે છે. તમે OTP ફ્રોડ વિશે સાંભળ્યું હશે, પરંતુ શું તમે જાણો છો કે ઠગ લોકો મદદના બહાને તમારું એકાઉન્ટ કેવી રીતે ખાલી કરે છે.
તમારી પાસેથી કોલ કરવા તમારો ફોન માંગશે
આ પ્રકારના ફ્રોડમાં અજાણી વ્યક્તિ તમારી પાસે મદદ માંગશે કે, તેની ફોનની બેટરી પુરી થઈ ગઈ છે તેથી ફોન બંધ થયો છે. તેન એક જરૂરી કોલ કરવો છે તો તે તમારા ફોન પરથી કોલ કરી શકે છે. આ રીતે અજાણ્યો વ્યક્તિ તમારી પાસેથી તમારો ફોન માંગશે, તેથી તેનાથી સાવચેત રહો.
અહીં એક વાત સમજો કે દરેક વ્યક્તિ આ રીતે ફ્રોડ કરતી નથી. કદાચ એવું પણ બને કે, કોઈ ખરેખર મુશ્કેલીમાં છે અને તમને તાત્કાલિક કોલ કરવા માટે તમારી પાસે ફોન માંગી રહ્યું છે. પરંતુ એવું પણ બને કે કોઈ સ્કેમર્સ મદદના બહાને તમારો ફોન લઈને તમારા ખાતામાંથી રૂપિયા ઉપાડી શકે છે.
આ રીતે લોકો સાથે થાય છે ફ્રોડ
સ્કેમર્સ સૌથી પહેલા ફોનની બેટરી પુરી થવાના બહાને તમારી પાસેથી કોલ કરવા ફોન માંગશે. તમે તમારો ફોન આપો છો પછી તેઓ તમારા નંબર પરથી તેમના સાથીને કોલ કરશે. ફોન પર વાતચીત દરમિયાન છેતરપિંડી કરનારો તમારા નંબર પર એક OTP મોકલશે. જે વ્યક્તિ તમારા મોબઈલ ફોન પર વાત કરી રહ્યો છે તે ખૂબ જ ચપળતાથી OTP જોઈ અને એવું દેખાડશે કે સામે વાળી વ્યક્તિ પૂછી રહી હોય કે તમે કયા સમયે પહોંચ્યા છો.
આ પણ વાંચો : મેસેજમાં આવેલી લિંક પર ક્લિક નહીં કરો તો ફોન હેક થઈ જશે, જો આવો કોલ આવે તો રહો સાવધાન, જાણો કેવી રીતે કરે છે ફ્રોડ
ઉદાહરણ તરીકે, જો સામેની વ્યક્તિ પૂછે કે તમે કેટલા વાગે પહોંચ્યા અને OTP 1055 છે, તો સ્કેમર્સ તમારા ફોન પર વાત કરનાર વ્યક્તિ ચતુરાઈથી 10:55 વાગ્યે પહોંચ્યો કહેશે. આ રીતે તમારા ફોન પર આવેલો OTP શેર કરવામાં આવશે અને તમારું બેંક ખાતું ખાલી થઈ જશે. તેથી મદદ કરવાની સલાહ આપવામાં આવે છે પરંતુ સમજદારી પૂર્વક કારણ કે તમારી એક નાની ભૂલ તમને મોટું નુકસાન પહોંચાડી શકે છે.
ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો