હવે ઓનલાઈન ગેમિંગ (Online Game Fraud) પણ છેતરપિંડીનું માધ્યમ બની રહ્યું છે. પહેલા અલગ-અલગ ટાસ્ક આપવામાં આવે છે, પછી તમને ટાસ્ક પૂર્ણ કરવા પર થોડા રૂપિયા આપવામાં આવે છે. ત્યારબાદ વધારે રૂપિયા કમાવવાની લાલચ આપીને ટાસ્ક માટે પૈસા જમા કરાવવાનું કહેવામાં આવે છે અને લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી (Cyber Crime) થાય છે. આ સમગ્ર છેતરપિંડી મોબાઈલ અને ફિશિંગ લિંક દ્વારા કરવામાં આવે છે.
ઓનલાઈન ગેમ્સની વચ્ચે ફિશીંગ લીંક, સ્ક્રીન શેરીંગ એપ લીંક મોકલીને છેતરપિંડી કરવામાં આવી રહી છે. ઠગ તમારા મોબાઈલ પર ક્લિક કરતાની સાથે જ તેને હેક કરી લે છે. મોબાઈલની સંપૂર્ણ એક્સેસ તેમની પાસે જાય છે. ત્યારબાદ તમારા વોલેટ અને બેંક ખાતાની વિગતો દ્વારા OTP મેળવી ફ્રોડ કરવામાં આવે છે. આ પછી બેંક એકાઉન્ટ ખાલી થઈ જાય છે.
ઓનલાઈન ગેમ પ્લેટફોર્મ કાર્ડ ટ્રાન્ઝેક્શન, ઈન્ટરનેટ બેન્કિંગ, UPI, IMPS અને પેમેન્ટ ગેટવે જેવા કે રેઝર પે, બિલ ડેસ્ક વગેરે દ્વારા પેમેન્ટ સ્વીકારે છે. ગૂગલ પ્લે સ્ટોર પર ઓનલાઇન ગેમિંગ એપ્સ ઉપલબ્ધ નથી. તેમને ઇન્સ્ટોલ કરવા માટે, તેમની વેબસાઇટ પર APK ફાઇલ ડાઉનલોડ કરવાની લિંક આપવામાં આવી હોય છે. ઠગ્સ તેમની પસંદગીના વોલેટ તરીકે તેનો ઉપયોગ કરે છે. ઓનલાઈન ગેમિંગ એપ વોલેટ્સનો ફ્રોડ માટે ઉપયોગ કરવો સરળ રહે છે.
1. જો તમારા બાળકો ઓનલાઈન ગેમ રમતા હોય તો તેમને એવો મોબાઈલ આપો જેમાં તમારો બેંક સાથે જોડાયેલ મોબાઈલ નંબર ન હોય.
2. બાળકને એવા મોબાઈલથી ઓનલાઈન ગેમ રમવા દો કે જેમાં કોઈ વોલેટ એકટીવ નથી.
3. OTP વગરના ટ્રાન્સેકશનને બ્લોક કરી દો.
4. લોકો મેસેજમાં આવેલી લિંક દ્વારા ગેમ્સ ડાઉનલોડ કરે છે, કારણ કે પ્લે સ્ટોર પર આવી ગેમ ઉપલબ્ધ હોતી નથી. તેથી આ પ્રકારની APK ફાઈલ દ્વારા ગેમ ડાઉનલોડ કરવી નહીં.
5. ફ્રોડ થાય તો ભારત સરકારના હેલ્પલાઈન નંબર 1930 પર કોલ કરવો જોઈએ.
6. કોઈપણ પ્રકારના સાયબર ફ્રોડના કિસ્સામાં તમે http://cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવી શકો છો.
ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 1:14 pm, Sun, 3 September 23