હવે ટિકટોક જેવુ દેખાશે તમારુ ફેસબુક એકાઉન્ટ, આ રીતે બદલાઈ જશે ફેસબુક યુઝરની ફીડ

આ બંને પ્રકારના ફીડ બટન ફેસબુક એપ્સના iOS અને Android વર્ઝન પર જોવા મળશે. મેટાએ જણાવ્યું છે કે આ નવા બટનો યુઝર તેમનો મોટાભાગનો સમય ક્યાં વિતાવે છે તેના આધારે ડિઝાઇન કરવામાં આવ્યા છે. તેના નવા અપડેટમાં નવી ફીચર જોવા મળશે.

હવે ટિકટોક જેવુ દેખાશે તમારુ ફેસબુક એકાઉન્ટ, આ રીતે બદલાઈ જશે ફેસબુક યુઝરની ફીડ
Facebook feed
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2022 | 10:50 PM

આ જમાનો ટેકનોલોજીનો છે. દરેક ટેક કંપનીઓ માર્કેટમાં ટકી રહેવા પોતાને અપડેટ કરી રહી છે. ફેસબુક (Facebook) એક સમયનું સૌથી વધુ વપરાતુ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હતુ. હાલમાં પણ તે એ લિસ્ટમાં છે. મેટાએ ફેસબુક વિશે એક અપડેટ (Facebook Update) બહાર પાડ્યું છે. મેટા આ અપડેટમાં યુઝર્સના ફીડમાં ફેરફાર કરશે. ફેસબુકે ફીડને 2 ભાગમાં વહેંચી દીધી છે. હવે યુઝર્સને હોમ અને ન્યૂઝ ફીડનો વિકલ્પ મળશે. આ અપડેટ iOS અને Android બંને એપ પર ઉપલબ્ધ હશે. ફેસબુક ખોલવા પર તમને હવે હોમ નામનું નવું ટેબ જોવા મળશે. તેને AI આધારિત ડિસ્કવરી પર બનાવવામાં આવ્યું છે. આમાં તમને રીલ્સ, વાર્તાઓ અને અન્ય વ્યક્તિગત સામગ્રી મળશે. તેમાં એક સંપૂર્ણપણે નવું ફીડ ટેબ જોવા મળશે, જેમાં યુઝરને મિત્રો, ગ્રુપ, ફેસબુક પેજ અને ફેવરિટની તમામ પ્રકારની સામગ્રી જોવા મળશે.

આ બંને પ્રકારના ફીડ બટન ફેસબુક એપ્સના iOS અને Android વર્ઝન પર જોવા મળશે. મેટાએ જણાવ્યું છે કે આ નવા બટનો યુઝર તેમનો મોટાભાગનો સમય ક્યાં વિતાવે છે તેના આધારે ડિઝાઇન કરવામાં આવ્યા છે. તેના નવા અપડેટમાં નવી ફીચર જોવા મળશે.

TikTok દ્વારા પ્રેરિત ડિઝાઈન?

મેટાના આ પગલા પછી નિષ્ણાતોનું માનવું છે કે આ રીતે ફીડ શેયર કરવા પાછળ તેને ટિકટોક જેવું બનાવવાનો પ્રયાસ છે. આ સુવિધાના અમલીકરણ પછી તમે ફેસબુક પ્લેટફોર્મ અલ્ગોરિધમ પર આધારિત હશે. હવે તે વસ્તુઓ તમારા ફીડમાં વધુ દેખાશે, જે તમારી પસંદગી પર આધારિત છે. આ અપડેટ લોકો કેટલુ પંસદ કરશે તે તો આવનારો સમય જ બતાવશે.

આ પણ વાંચો

ઝકરબર્ગનું નિવેદન

આ અપડેટ અંગે,  ફેસબુકના સ્થાપક માર્ક ઝકરબર્ગે એક ફેસબુક પોસ્ટ લખી હતી. જેમાં તેમણે લખ્યુ છે કે, “આ સૌથી વધુ માંગવામાં આવતી વિશેષતાઓમાંની એક છે, તેના અમલીકરણ પછી તમે તમારા મિત્રોની પોસ્ટને ચૂકી શકશો નહીં. એટલા માટે અમે ફીડ્સ ટેબ ફીચર લોન્ચ કરવા જઈ રહ્યા છીએ. આના દ્વારા તમે તમારા મિત્રો, ગ્રુપના પેજ અને અન્ય પોસ્ટને કાલક્રમિક ક્રમમાં જોઈ શકશો. આ ફેરફાર પછી એપ હવે હોમ ટેબ પર તમારું વ્યક્તિગત ફીડ ખોલશે. પરંતુ આ ફીડ ટેબ દ્વારા તમે તમારા ફેસબુક ફીડને સરળતાથી નિયંત્રિત કરી શકશો. આ તમને એક અલગ અનુભવ આપશે.”

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">