AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અચાનક ચમકી કિસ્મત, ચાર વર્ષ બાદ હાઈ વોલ્ટેજ મેચમાં આ ખેલાડી પાકિસ્તાન સામે લેશે બદલો

T20 વર્લ્ડ કપ 2026માં ભારત-પાકિસ્તાન મેચ વરુણ ચક્રવર્તી માટે ખાસ છે. 2021ની નિષ્ફળતા બાદ, આ સ્ટાર સ્પિનરે શાનદાર કમબેક કર્યું છે. હાલ ICC T20I નંબર વન બોલર, વરુણ 2026માં પાકિસ્તાન સામે બદલો લેવા અને ભારતને જીત અપાવવા તૈયાર છે.

Breaking News : અચાનક ચમકી કિસ્મત, ચાર વર્ષ બાદ હાઈ વોલ્ટેજ મેચમાં આ ખેલાડી પાકિસ્તાન સામે લેશે બદલો
| Updated on: Feb 14, 2026 | 3:37 PM
Share

T20 World Cup 2026: T20 વર્લ્ડ કપ 2026માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ માત્ર ટીમ ઈન્ડિયા માટે જ નહીં, પરંતુ એક ખાસ ભારતીય ખેલાડી માટે પણ અત્યંત મહત્વની રહેશે. ચાર વર્ષ પછી પાકિસ્તાન સામે રમવા જઈ રહેલો આ ખેલાડી હવે બદલાયેલી ઓળખ અને નવા આત્મવિશ્વાસ સાથે મેદાનમાં ઉતરશે. એક સમય એવો પણ હતો જ્યારે તેની કારકિર્દી જોખમમાં મુકાઈ હતી, પરંતુ આજે તે ટીમનો મજબૂત આધાર બની ગયો છે.

ચાર વર્ષ જૂની નિષ્ફળતાનો બદલો

ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપ 2026માં જીતની હેટ્રિક હાંસલ કરવાની આશા સાથે શ્રીલંકા પહોંચી છે. 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં રમાનારી ભારત-પાકિસ્તાન મેચ પર સમગ્ર ક્રિકેટ જગતની નજર રહેશે. ભારતીય ટીમ આ મેચ જીતીને પાકિસ્તાન સામે પોતાનું વર્ચસ્વ યથાવત રાખવા માગશે. આ સાથે, એક ખેલાડી વ્યક્તિગત રીતે પણ ચાર વર્ષ જૂની નિષ્ફળતાનો બદલો લેવા આતુર છે.

વરુણ સતત શાનદાર ફોર્મમાં

આ મેચમાં સૌથી વધુ ચર્ચામાં રહેવાનો ખેલાડી છે સ્ટાર મિસ્ટ્રી સ્પિનર Varun Chakravarthy. હાલમાં તે ICC T20I રેન્કિંગમાં નંબર વન બોલર છે. ગયા વર્ષે એશિયા કપ ફાઇનલમાં ભારતે પાકિસ્તાન સામે જીત મેળવી હતી અને ત્યારથી વરુણ સતત શાનદાર ફોર્મમાં છે. તેનું પ્રદર્શન છેલ્લા સમયગાળામાં અત્યંત અસરકારક રહ્યું છે.

વરુણ ચક્રવર્તીએ 2021માં પોતાનો પહેલો T20 વર્લ્ડ કપ રમ્યો હતો, જેમાં તેણે પાકિસ્તાન સામે ડેબ્યૂ કર્યું હતું. તે મેચમાં તે એક પણ વિકેટ લઈ શક્યો નહોતો અને ત્યારે તેનું રેન્કિંગ 151મા ક્રમે હતું. તે સમયની નિષ્ફળતા બાદ તેની કારકિર્દી પર પ્રશ્નચિહ્ન ઊભું થયું હતું. ઓછા અનુભવ સાથે વર્લ્ડ કપ રમવા ગયેલા વરુણને ત્રણ મેચમાં એક પણ વિકેટ ન મળતા ટીમ ઈન્ડિયાથી બહાર થવું પડ્યું.

2024માં તેની ટીમ ઈન્ડિયામાં વાપસી થઈ

લગભગ ત્રણ વર્ષ સુધી તે ભારતીય ટીમથી દૂર રહ્યો, પરંતુ તેણે હાર સ્વીકારી નહીં. IPLમાં સતત સારું પ્રદર્શન કરીને તેણે ફરી પોતાને સાબિત કર્યો. 2024માં તેની ટીમ ઈન્ડિયામાં વાપસી થઈ અને ત્યારથી તે ભારત માટે સૌથી મોટા મેચ વિનર તરીકે ઉભરી આવ્યો છે.

2024ના T20 વર્લ્ડ કપ પછી વરુણ ચક્રવર્તીનો ઉદય સ્પષ્ટ રીતે જોવા મળ્યો છે. આ સમયગાળા દરમિયાન તેણે પૂર્ણ-સભ્ય ટીમો સામે T20Iમાં સૌથી વધુ 61 વિકેટ ઝડપી છે. તેનો ઇકોનોમી રેટ 7.30 છે, જે તેને અન્ય બોલરો કરતા વધુ અસરકારક બનાવે છે. વરુણનું સૌથી મોટું હથિયાર તેની ઘાતક ગુગલી છે. આ 61 વિકેટમાંથી 48 વિકેટ તેણે ગુગલી દ્વારા મેળવી છે.

T20 વર્લ્ડ કપ 2026માં પાકિસ્તાન સામે તે ભારત માટે એક મોટું શસ્ત્ર સાબિત

મધ્ય ઓવરોમાં વરુણની અસર ખાસ કરીને ઘાતક રહે છે. 2024ની શરૂઆતથી રમાયેલી તમામ T20 મેચોમાં તેણે 7થી 16 ઓવર વચ્ચે 81 વિકેટ લીધી છે. આ કારણે, T20 વર્લ્ડ કપ 2026માં પાકિસ્તાન સામે તે ભારત માટે એક મોટું શસ્ત્ર સાબિત થઈ શકે છે. આ વખતની ભારત-પાકિસ્તાન ટક્કરમાં ચાહકોને એક સંપૂર્ણપણે બદલાયેલો અને વધુ ખતરનાક વરુણ ચક્રવર્તી જોવા મળશે.

કોલંબોમાં રમાનારી ભારત-પાકિસ્તાન મેચને લઇને અંબાલાલ પટેલની આગાહી, આ સંકટના આપ્યા એંધાણ, જુઓ Video

Google જ્ઞાનથી બાથરૂમમાં MD ડ્રગ્સ બનાવાયું
Google જ્ઞાનથી બાથરૂમમાં MD ડ્રગ્સ બનાવાયું
BCA ચૂંટણી પહેલાં ઈરફાન પઠાણનું સત્યમેવ જયતે ગ્રુપને ખુલ્લું સમર્થન
BCA ચૂંટણી પહેલાં ઈરફાન પઠાણનું સત્યમેવ જયતે ગ્રુપને ખુલ્લું સમર્થન
કોલંબોમાં રમાનારી ભારત-પાકિસ્તાન મેચને લઇને અંબાલાલ પટેલની આગાહી
કોલંબોમાં રમાનારી ભારત-પાકિસ્તાન મેચને લઇને અંબાલાલ પટેલની આગાહી
Vadodara Thar Accident : થાર ચલાવતી યુવતીઓએ ડિલિવરી બોયને કચડ્યો
Vadodara Thar Accident : થાર ચલાવતી યુવતીઓએ ડિલિવરી બોયને કચડ્યો
પાંચ પટ્ટી આંજણા ચૌધરી પટેલ સમાજે ઘડ્યું તેમનું બંધારણ
પાંચ પટ્ટી આંજણા ચૌધરી પટેલ સમાજે ઘડ્યું તેમનું બંધારણ
રાજકોટમાં વેલેન્ટાઈન ડે પર હિન્દુ સંગઠનોનો વિરોધ, લવ ગાર્ડનમાં હંગામો
રાજકોટમાં વેલેન્ટાઈન ડે પર હિન્દુ સંગઠનોનો વિરોધ, લવ ગાર્ડનમાં હંગામો
અમદાવાદ નારોલ પોલીસે 400 કિલોથી વધુ ગાંજો કબ્જે કર્યો
અમદાવાદ નારોલ પોલીસે 400 કિલોથી વધુ ગાંજો કબ્જે કર્યો
જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળામાં સંત ભંડારો
જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળામાં સંત ભંડારો
ગુજરાતમાં રેશનકાર્ડના બદલે ડિજિટલ ફૂડ કૂપન સિસ્ટમ
ગુજરાતમાં રેશનકાર્ડના બદલે ડિજિટલ ફૂડ કૂપન સિસ્ટમ
ગુજરાત વિધાનસભા ઉપાધ્યક્ષ પદ માટે ભાજપ-કોંગ્રેસના ઉમેદવાર મેદાને
ગુજરાત વિધાનસભા ઉપાધ્યક્ષ પદ માટે ભાજપ-કોંગ્રેસના ઉમેદવાર મેદાને
g clip-path="url(#clip0_868_265)">