AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK T20 World Cup Breaking : મેચ નહીં, પૈસાનો વરસાદ છે ભારત-પાકિસ્તાન મેચ, 10 સેકન્ડની એક જાહેરાતના 70 લાખ રૂપિયા

ભારત અને પાકિસ્તાન વચ્ચેનો ક્રિકેટ મુકાબલો હંમેશા રોમાંચક રહ્યો છે, પરંતુ આ વખતે કોલંબોમાં રમાનારી મેચે રમતથી વધુ અર્થતંત્રમાં હલચલ મચાવી છે. 10 સેકન્ડની જાહેરાત માટે ₹70 લાખ સુધીની માંગ સાથે બ્રોડકાસ્ટર્સે નવો રેકોર્ડ બનાવ્યો છે. વધતી માંગે જાહેરાત જગતમાં ભારે ચકચાર જગાવી છે.

IND vs PAK T20 World Cup Breaking : મેચ નહીં, પૈસાનો વરસાદ છે ભારત-પાકિસ્તાન મેચ, 10 સેકન્ડની એક જાહેરાતના 70 લાખ રૂપિયા
IND vs PAKImage Credit source: PTI/X
| Updated on: Feb 14, 2026 | 4:13 PM
Share

રવિવારે કોલંબોના પ્રખ્યાત આર. પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે રમાનારી ભારત-પાકિસ્તાન મેચ પહેલા જ સુપરહિટ બની ગઈ છે. પ્રસારણકર્તાઓ 10 સેકન્ડના સ્લોટ માટે આશરે ₹7 મિલિયન (₹70 લાખ) માંગે છે. 2024ની આવૃત્તિમાં આ જ પ્રકારની મેચ માટે દર લગભગ ₹4 મિલિયન હતો. એટલે કે, માત્ર બે વર્ષમાં જાહેરાતના દરમાં લગભગ 75 ટકાનો જોરદાર વધારો નોંધાયો છે.

T20 વર્લ્ડ કપનો સૌથી ચર્ચિત મુકાબલો

આ મુકાબલો ICC T20 વર્લ્ડ કપનો સૌથી ચર્ચિત મુકાબલો છે. શરૂઆતમાં પાકિસ્તાન દ્વારા બહિષ્કારની ચર્ચાએ અનિશ્ચિતતા ઊભી કરી હતી, પરંતુ અંતે બંને દેશો મેદાનમાં ઉતરવા તૈયાર થયા. આ રાજકીય ડ્રામાએ મેચને વધુ હાઇ-પ્રોફાઇલ બનાવી દીધી છે, જેની સીધી અસર જાહેરાત અને સ્પોન્સરશિપ માર્કેટ પર પડી છે.

ભારત-પાકિસ્તાન મેચની બ્રાન્ડ વેલ્યુ હાઈ

સરખામણી કરીએ તો IPL દરમિયાન 10 સેકન્ડની જાહેરાતનો મહત્તમ દર સામાન્ય રીતે ₹2 મિલિયન આસપાસ રહે છે. જ્યારે અમેરિકાના Super Bowl માટે 10 સેકન્ડની જાહેરાત ₹22 થી ₹28 મિલિયન સુધી પહોંચે છે. તેમ છતાં, ક્રિકેટ જગતમાં ભારત-પાકિસ્તાન મુકાબલાની બ્રાન્ડ વેલ્યુ અનોખી ગણાય છે.

મેચથી જોરદાર કમાણી થશે

બીઝનેસની વાત કરીએ તો, મીડિયા રાઈટ્સ ધરાવતી કંપનીને આ મેચથી વિશાળ આવક થવાની સંભાવના છે. અગાઉની આવૃત્તિ દરમિયાન ભારત-પાકિસ્તાન મેચે 256 મિલિયન કલાકનો વ્યૂઅરશિપ સમય નોંધાવ્યો હતો. ડિજિટલ પ્લેટફોર્મ પર ટોચના સમયે 53 મિલિયનથી વધુ દર્શકો એકસાથે જોડાયા હતા. આ આંકડા જાહેરાતકર્તાઓ માટે સોનેરી તક સાબિત થાય છે.

જાહેરાતના દરમાં જબ્બર ઉછાળો

જોકે માંગ ભારે છે, જાહેરાત માટે ઉપલબ્ધ સ્લોટ મર્યાદિત છે. મોટાભાગની ઈન્વેન્ટરી પહેલેથી જ પેકેજ ડીલ તરીકે વેચાઈ ગઈ છે અને ખાસ કરીને ભારત-પાકિસ્તાન મેચ માટે માત્ર 20-30 ટકા જ સ્લોટ પ્રીમિયમ દરે ઉપલબ્ધ છે. જો ટુર્નામેન્ટમાં બંને ટીમો આગળ વધશે અને ફરી એકવાર સામસામે આવશે, તો જાહેરાતના દરમાં વધુ ઉછાળો જોવા મળી શકે છે.

IND vs PAK T20 WC Breaking: ભારત-પાકિસ્તાન મેચમાં ફરી સંકટના વાદળો, 15 ફેબ્રુઆરીએ શ્રીલંકામાં ભારે વરસાદની આગાહી

Follow Us
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'
ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'
અંબાજી મંદિરમાં સોનાની ભેટમાં ઘટાડો, 5 વર્ષના આંકડા જુઓ
અંબાજી મંદિરમાં સોનાની ભેટમાં ઘટાડો, 5 વર્ષના આંકડા જુઓ
જુનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર એ મગફળીમાં કર્યુ ક્રાંતિકારી સંશોધન
જુનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર એ મગફળીમાં કર્યુ ક્રાંતિકારી સંશોધન
ગુજરાતમાં વરસાદની સંભાવના નહીં, ગરમીની અસર શરૂ, પવનની દિશા પલટાશે
ગુજરાતમાં વરસાદની સંભાવના નહીં, ગરમીની અસર શરૂ, પવનની દિશા પલટાશે
કાળી પટ્ટી અને પોસ્ટર સાથે અમદાવાદમાં વેપારીઓએ MDRનો કર્યો વિરોધ
કાળી પટ્ટી અને પોસ્ટર સાથે અમદાવાદમાં વેપારીઓએ MDRનો કર્યો વિરોધ
ઝડપાયેલી પાકિસ્તાની બોટનું નામ ‘આઝાદ’ હોવાનું સામે આવ્યું
ઝડપાયેલી પાકિસ્તાની બોટનું નામ ‘આઝાદ’ હોવાનું સામે આવ્યું
પિઝામાંથી નીકળ્યો વાળ! આણંદના Pizza Hutમાં ગ્રાહકનો કડવો અનુભવ
પિઝામાંથી નીકળ્યો વાળ! આણંદના Pizza Hutમાં ગ્રાહકનો કડવો અનુભવ
g clip-path="url(#clip0_868_265)">