લો બોલો! હવે ચશ્મામાંથી પણ રેકોર્ડ અને શેયર કરી શક્શો ફોટો અને વીડિયો, ફેસબુકે લોન્ચ કર્યા Smart Glasses
કંપનીએ સ્પષ્ટ કર્યુ છે કે તે smart-glasses કસ્ટમર્સના ડેટા તેમની અનુમતી વગર એક્સેસ નહીં કરે. ફેસબુક વ્યૂ એપમાં સ્માર્ટ ગ્લાસિઝ દ્વારા નાખવામાં આવેલા કન્ટેન્ટને પણ તે યૂઝ નહીં કરે.
સમયની સાથે સાથે ટેક્નોલોજીમાં પણ મોટા બદલાવો આવ્યા છે. ઈન્ટરનેટના આ યુગમાં દરેક વસ્તુ લોકો ઓનલાઈન કરવાનું પસંદ કરે છે. લોકો પોતાનો વધુમાં વધુ સમય સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર વિતાવી રહ્યા છે અને સોશિયલ મીડિયા દિગ્ગજ ફેસબુક પણ પોતાના યૂઝર્સ માટે નવી નવી સુવિધાઓ લઈને આવે છે. હવે કંપનીએ સ્માર્ટ ગ્લાસિઝ લોન્ચ કર્યા છે. જી હાં સ્માર્ટ વૉચ બાદ હવે માર્કેટમાં તમને સ્માર્ટ ગ્લાસિઝ પણ જોવા મળશે.
Facebook Incએ Ray-Ban સાથે પાર્ટનરશિપ કરીને પોતાનો પહેલા સ્માર્ટ ગ્લાસિઝ Ray-Ban Storiesને લોન્ચ કરી દીધી છે. કંપનીનું કહેવું છે કે આ ડિવાઈસથી યૂઝર્સના ફોટો-વીડિયો કેપ્ચર કરવા, સોન્ગ સાંભળવા અને ફોન કોલ કરવાનો અંદાજ બદલાઈ જશે. આ ગ્લાસિઝને Ray-Ban મેકર EssilorLuxottica સાથે મળીને બનાવ્યા છે. આ ગ્લાસીસ પહેરીને લોકો ગીતો પણ સાંભળી શકે છે. ફોટોઝને તેઓ Facebook પર શેયર પણ કરી શકે છે. કંપનીએ જણાવ્યુ કે આ ગ્લાસિઝની કિંમત 299 ડૉલરથી સ્ટાર્ટ થશે.
Ray-Ban Storiesમાં 5 MPનો ડ્યુઅલ ઈન્ટીગ્રેટેડ કેમેરા આપવામાં આવ્યો છે, જેની મદદથી ફોટો લઈ શકાય છે અને 30 સેકન્ડ સુધીનો વીડિયો પણ બનાવી શકાય છે. ફોટોઝ ક્લિક કરવા માટે કેપ્ચર બટન અથવા તો હેન્ડ્સ ફ્રી Facebook Assistant વોઈસ કમાન્ડનો ઉપયોગ કરી શકાય છે.
તેમાં હાર્ડ વાયર્ડ એલઈડી લાઈટ્સ પણ આપવામાં આવી છે, જેની મદદથી લોકોને ખબર પડશે જ્યારે પણ તમે ફોટોઝ અથવા વીડિયો લઈ રહ્યા હશો. તેમાં બિલ્ટ ઈન ઓપન ઈયર સ્પિકર્સ પણ આપવામાં આવ્યા છે. Ray-Ban Storiesને નવા ફેસબુક વ્યૂ એપ સાથે પેયર પણ કરી શકાય છે. Facebook View એપ એન્ડ્રોઈડ અને આઈઓએસ યૂઝર્સને કન્ટેન્ટને ઈમ્પોર્ટ કરવા, એડિટ કરવા અને શેયર કરવા દે છે.
ફેસબુક પર યૂઝર્સના ડેટાનો દૂરઉપયોગ કરવાના ઘણા આરોપો લાગે છે, જેને લઈને કંપનીએ સ્પષ્ટ કર્યુ છે કે તે smart-glasses કસ્ટમર્સના ડેટા તેમની અનુમતી વગર એક્સેસ નહીં કરે. ફેસબુક વ્યૂ એપમાં સ્માર્ટ ગ્લાસિઝ દ્વારા નાખવામાં આવેલા કન્ટેન્ટને પણ તે યૂઝ નહીં કરે.
આ પણ વાંચો – Banaskantha : પાલનપુર સહિત જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ઢીંચણસમા પાણી ભરાયા
આ પણ વાંચો – Ganesh Chaturthi 2021 : રાજકોટના એક પરિવારે લોકમેળાની થીમ પર ગણપતિની સ્થાપના કરી, જાણો આ ખાસ ગણપતિ વિશે
આ પણ વાંચો – Life Partner સાથે આ પ્રકારની મજાક ક્યારેય ન કરશો, તેનાથી તમારા સંબંધો પર પડી શકે છે ખરાબ અસર !