AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ganesh Chaturthi 2021 : રાજકોટના એક પરિવારે લોકમેળાની થીમ પર ગણપતિની સ્થાપના કરી, જાણો આ ખાસ ગણપતિ વિશે

Ganpati Festival Celebration : ગણેશ મહોત્સવમાં મેળાની થીમ તૈયાર કરીને મેળાને યાદ કરવામાં આવી છે.આ સાથે અહીં વેક્સિનના જાગૃતિ અંગેના બેનર મૂકવામાં આવ્યા છે.

Ganesh Chaturthi 2021 : રાજકોટના એક પરિવારે લોકમેળાની થીમ પર ગણપતિની સ્થાપના કરી, જાણો આ ખાસ ગણપતિ વિશે
Ganesh Chaturthi 2021 : Ramanuja family of Rajkot established Ganapati with the theme of the fair
Mohit Bhatt
| Edited By: | Updated on: Sep 10, 2021 | 2:39 PM
Share

RAJKOT : રાજ્યમાં દુંદાળા દેવ ગણપતિ મહારાજના મહોત્સવનો પ્રારંભ થઇ ગયો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ગણપતિજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવી રહ્યું છે, ત્યારે રાજકોટના રામાનૂજ પરિવારે લોકમેળામાં ગણપતિ મહારાજને બિરાજમાન કર્યા છે.સૌરાષ્ટ્રની શાન ગણાતો લોકમેળો છેલ્લા બે વર્ષથી બંધ છે, ત્યારે આ રામાનૂજ પરિવારે લોકમેળાની થીમ તૈયાર કરીને ગણેશજીની સ્થાપના કરી હતી.

મેળાની થીમ સાથે વેક્સિનનો સંદેશો લોકમમેળાની આ થીમ તૈયાર કરનાર હિનલ રામાનૂજે ટીવીનાઇન સાથેની વાતચીતમાં કહ્યું હતુ કે કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી સૌરાષ્ટ્રના લોકમેળાનું આયોજન થઇ શક્યું નથી. જેથી ગણેશ મહોત્સવમાં મેળાની થીમ તૈયાર કરીને મેળાને યાદ કરવામાં આવી છે.આ સાથે અહીં વેક્સિનના જાગૃતિ અંગેના બેનર મૂકવામાં આવ્યા છે અને લોકોને વેક્સિન લેવા માટે અપીલ કરવામાં આવી છે કે જો આપણે વેક્સિન લેશું તો જરૂરથી આવતા વર્ષે આ લોકમેળો માણી શકીશું.

રાજકોટમાં 30 થી વધુ મોટા પંડાલ,10 હજારથી વધુ પ્રતિમાનું સ્થાપન રાજકોટ શહેરમાં વાજતે ગાજતે ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે,જેમાં 30 સ્થળોએ મોટા પંડાલનું આયોજન થયું છે, જ્યારે શહેરમાં વિવિધ સોસાયટી અને ઘરોમાં 10 હજારથી વધારે પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે.આ અંગે ત્રિકોણબાગ કા રાજા ગણેશ મહોત્સવના આયોજક જિમ્મી અડવાણીએ કહ્યું હતુ કે ગણેશ પંડાલમાં કોરોનાની ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરવામાં આવશે. માત્ર દર્શન અને પ્રસાદ વિતરણ થશે જ્યારે તમામ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો ઓનલાઇન રાખવામાં આવ્યા છે.

ગણેશ મહોત્સવ માટે ખાસ ગાઇડલાઇન રાજકોટ પોલસ કમિશનર મનોજ અગ્રવાલે ગણેશ મહોત્સવ (Ganesh Chaturthi 2021) ને લઇને ખાસ ગાઇડલાઇન બહાર પાડી છે, જેમાં દરેક પંડાલમાં પ્રતિમા 4 ફૂટથી મોટી ન હોવી જોઇએ જ્યારે ઘરમાં 2 ફૂટથી મોટી ન હોવી જોઇએ.દરેક પંડાલમાં કોરોનાની ગાઇડલાઇન સાથે માત્ર પ્રસાદ અને દર્શનની વ્યવસ્થા કરવાની રહેશે.જો કોઇ ડીજે અથવા સાઉન્ડ સિસ્ટમ લગાડવું હોય તો તેની પોલીસ પાસે પૂર્વ મંજૂરી લેવી પડશે અને તેની રાત્રીના 10 વાગ્યા સુધી જ વગાડી શકાશે.

રાજકોટમાં ગણપતિની પ્રતિમાના વિસર્જન માટે પણ ખાસ રૂટ તૈયાર કરવામાં આવ્યો છે. મોટાભાગે ઘરે જ વિસર્જન કરવાની અપીલ કરવામાં આવી છે, જ્યારે મોટી મૂર્તીઓ માટે અલગ અલગ વિસ્તારોમાં ખાસ સ્થળ પસંદ કરવામાં આવ્યા છે અને વિસર્જન યાત્રામાં 15 વ્યક્તિઓની મર્યાદામાં એક જ વાહન રાખવાની મંજુરી આપવામાં આવી છે.

આ પણ વાંચો : SURAT : સોશિયલ મીડિયામાં અલગ અલગ એકાઉન્ટ બનાવી છેતરપિંડી કરતી ભાઈ-બહેનની જોડી ઝડપાઈ

Follow Us
ગુજરાતના ખેડૂતો વીજકાપ અને સિંચાઈ સમસ્યાઓથી પરેશાન
ગુજરાતના ખેડૂતો વીજકાપ અને સિંચાઈ સમસ્યાઓથી પરેશાન
ગાંધીનગરના કલોલમાં કંપનીમાં ભીષણ આગ ! Video
ગાંધીનગરના કલોલમાં કંપનીમાં ભીષણ આગ ! Video
વડોદરામાં યુનાઇટેડ વે ગરબા વિવાદમાં,બે વિધર્મી યુવક ગ્રાઉન્ડમાં દેખાયા
વડોદરામાં યુનાઇટેડ વે ગરબા વિવાદમાં,બે વિધર્મી યુવક ગ્રાઉન્ડમાં દેખાયા
‘સફેદ પરિંદે’ ગરબા આયોજકો સામે ખેલૈયાઓનો રોષ
‘સફેદ પરિંદે’ ગરબા આયોજકો સામે ખેલૈયાઓનો રોષ
કચ્છમાં ખનીજ માફિયાઓ સામે તવાઈ, ₹8 કરોડનો મુદ્દામાલ સીઝ! Video
કચ્છમાં ખનીજ માફિયાઓ સામે તવાઈ, ₹8 કરોડનો મુદ્દામાલ સીઝ! Video
સુરતમાં આ આઈસ્ક્રીમની દુકાનમાં ખરાબ ફ્રુટ સલાડ પીરસાતા હોબાળો
સુરતમાં આ આઈસ્ક્રીમની દુકાનમાં ખરાબ ફ્રુટ સલાડ પીરસાતા હોબાળો
અમદાવાદ પોલીસે નકલી કોસ્મેટિક્સનો ₹6.90 લાખનો જથ્થો જપ્ત કર્યો
અમદાવાદ પોલીસે નકલી કોસ્મેટિક્સનો ₹6.90 લાખનો જથ્થો જપ્ત કર્યો
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે ધનલાભ અને કરિયરમાં સફળતાના યોગ
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે ધનલાભ અને કરિયરમાં સફળતાના યોગ
રાજકોટ: OBC પ્રમાણપત્ર મુદ્દે મજોકઠા આહિર સમાજનો ઉગ્ર વિરોધ
રાજકોટ: OBC પ્રમાણપત્ર મુદ્દે મજોકઠા આહિર સમાજનો ઉગ્ર વિરોધ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રશાંત ભૂષણના નિવેદનની કરી ટીકા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રશાંત ભૂષણના નિવેદનની કરી ટીકા
g clip-path="url(#clip0_868_265)">