હવે વોટ્સએપ યુઝર્સ વોટ્સએપ મેસેજમાં ઈમોજી દ્વારા રિએક્ટ કરી શકશે, જાણો તમામ માહિતી

|

Apr 30, 2022 | 5:56 PM

સૌથી લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપ (WhatsApp) ક્વિક રિએક્શન ફીચર પર કામ કરી રહ્યું છે, જે યુઝર્સને WhatsApp પર સ્ટેટસ અપડેટ જોતી વખતે ઈમોજી મોકલવાની મંજૂરી આપે છે.

હવે વોટ્સએપ યુઝર્સ વોટ્સએપ મેસેજમાં ઈમોજી દ્વારા રિએક્ટ કરી શકશે, જાણો તમામ માહિતી
WhatsApp (File Photo)

Follow us on

વોટ્સએપે (WhatsApp) તાજેતરમાં તેના પ્લેટફોર્મ પર Quick ઇમોજી રિએક્શન ફીચરની (Quick Emoji Reaction) જાહેરાત કરી છે. જે વોટ્સએપ યુઝર્સને ચેટમાં સંદેશાઓ પર ઝડપથી પ્રતિક્રિયા કરવાની મંજૂરી આપશે. આ સુવિધા પહેલાથી જ અન્ય મેટા-માલિકીના (Meta Company) લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેમ કે, Instagram અને Messenger પર ઉપલબ્ધ છે. આ ફીચર હેઠળ વોટ્સએપ યુઝર્સને પસંદ કરવા માટે 8 ઈમોજી ઓફર કરવામાં આવશે. જો કે, વોટ્સએપે હજુ સુધી ક્વિક રિએક્શન ફીચરની કોઈ સત્તાવાર રીતે પુષ્ટિ કરી નથી. વોટ્સએપ ફીચર ટ્રેકર WABetaInfoના એક રિપોર્ટ અનુસાર, મેટા-માલિકીનું આ ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ હાલમાં ક્વિક રિએક્શન ફીચર પર કામ કરી રહ્યું છે. જે યુઝર્સને વ્યક્તિગત ઇમોજીને મેસેજ તરીકે મોકલ્યા વિના સ્ટેટસ અપડેટ્સ પર પ્રતિક્રિયા કરવાની મંજૂરી આપશે.

હવેથી વોટ્સએપ યુઝર્સને 8 ઇમોજી પ્રતિક્રિયાઓ મળશે

વોટ્સએપ મેસેજ પર ક્વિક પ્રતિક્રિયા આપવા માટે 8 ઇમોજીઝ ઓફર કરશે. જેમાં હાર્ટ આઈઝ સાથે હસતો ચહેરો, આનંદના આંસુ સાથેનો સ્માઈલી ચહેરો, ખુલ્લા મોં સાથેનો શોકિંગ ચહેરો, રડતો ચહેરો, પ્રણામ કરતું ઈમોજી, તાળીઓ પાડવી, પાર્ટી પોપર એટલે કે સેલિબ્રશન ઈમોજી અને 100 પોઇન્ટ ઇમોજી.

આ રિએક્શનમાં યુઝર્સ ઈમોજીઝને કસ્ટમાઈઝ પણ કરી શકશે કે બદલી શકશે કે કેમ તે અંગે કોઈ માહિતી બહાર આવી નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ફીચર હાલમાં ડેવલપમેન્ટમાં છે અને નજીકના સમયમાં તેને નવા અપડેટમાં રોલઆઉટ કરવામાં આવશે.

WhatsApp સ્ટોરી પર પણ કરો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની જેમ મેન્શન
Skin Care : ઓઈલી સ્કિન પર એલોવેરા લગાવવું જોઈએ કે નહીં?
Amla juice benefits : રોજ આમળાનો રસ પીવાથી શરીરને થશે 5 ચોંકાવનારા ફાયદા
ગ્લેમરની દુનિયા છોડી આ 5 અભિનેત્રીઓ બની સાધ્વી
મહાકુંભમાં ભૂલ્યા વિના લઈ જજો આ શુભ વસ્તુઓ, સફળ થશે કુંભયાત્રા
Pakistani Actress : હાનિયા નહીં પાકિસ્તાનની આ એક્ટ્રેસની માસૂમિયત પર ફીદા છે ભારતીયો

હાલમાં WhatsApp સિવાય, Instagram અને Messenger પર સ્ટેટસ અથવા સ્ટોરી અપડેટ્સ માટે ક્વિક રિએક્શન ફીચર્સ પહેલેથી જ ઉપલબ્ધ છે. આ સુવિધા યુઝર્સને તે બતાવવાની મંજૂરી આપે છે કે, તેઓ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોસ્ટ કરેલી ચોક્કસ પોસ્ટ વિશે કેવું અનુભવે છે. પસંદ કર્યા પછી, પસંદ કરેલ ઇમોજી સાથે એક એનિમેશન સ્ક્રીન પર દેખાશે અને યુઝર્સને એક સંદેશ પ્રાપ્ત થશે જે દર્શાવે છે કે તમે તેમની સ્ટોરીનો જવાબ આપ્યો છે.

WhatsAppમાં નવા ફીચર્સ આવી રહ્યા છે

મેસેજિંગ અનુભવને બહેતર બનાવવા માટે WhatsApp સતત નવા ફીચર્સ અને અપડેટ્સ બહાર પાડી રહ્યું છે. મેટા કંપનીએ તાજેતરમાં જાહેરાત કરી હતી કે ચેટ એપ્લિકેશન પર ઇમોજી પ્રતિક્રિયાઓ ટૂંક સમયમાં આવશે. આ સિવાય તે ગ્રુપ એડમિન માટે દરેકની ચેટમાંથી ખોટી માહિતી ફેલાવતા મેસેજને દૂર કરવા માટે એક ફીચર પર પણ કામ કરી રહ્યું છે. આ ઉપરાંત, કંપની ફાઇલ શેરિંગ મર્યાદાને 2GB સુધી વધારી રહી છે અને 32 લોકો સુધી વન-ટૅપ વૉઇસ કૉલિંગની શરૂઆત કરી ચૂકી છે.

Published On - 5:53 pm, Sat, 30 April 22

Next Article