જો તમે પણ કોઈ વ્હોટ્સએપ ગ્રુપના એડમિન છો, તો તમારા માટે રાહતના સમાચાર છે. કેરળ હાઈકોર્ટે (Kerala High Court) પોતાના એક નિર્ણયમાં કહ્યું છે કે કોઈપણ વોટ્સએપ (WhatsApp)ગ્રુપમાં આવતા કોઈપણ વાંધાજનક મેસેજ માટે ગ્રુપ એડમિન જવાબદાર રહેશે નહીં. એક કેસની સુનાવણી બાદ કોર્ટે આ નિર્ણય આપ્યો છે.
હકીકતમાં, માર્ચ 2020 માં, ‘ફ્રેન્ડ્સ’ નામના વોટ્સએપ ગ્રુપમાં એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો જેમાં બાળકો જાતીય કૃત્યોમાં સંડોવાયેલા જોવા મળ્યા હતા. આ ગ્રુપ પણ અરજદારે બનાવ્યું હતું અને તે એડમિન હતો. અરજદાર સિવાય અન્ય બે સંચાલકો હતા, જેમાંથી એક આરોપી હતો.
પ્રથમ આરોપી સામે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ, 2000ની કલમ 67B(a), (b) અને (d) અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટની કલમ 13, 14 અને 15 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. બાદમાં એડમિનિસ્ટ્રેટર હોવાને કારણે અરજદારને પણ આરોપી બનાવવામાં આવ્યો હતો, જે બાદ અરજદારે હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.
કોર્ટે કહ્યું કે વોટ્સએપ ગ્રૂપના એડમિનિસ્ટ્રેટર પાસે અન્ય સભ્યો પર એકમાત્ર વિશેષાધિકાર છે કે તે ગ્રુપમાંથી કોઈપણ સભ્યને ઉમેરી અથવા દૂર કરી શકે છે. વોટ્સએપ ગ્રુપના સભ્યનું ગ્રુપમાં શું પોસ્ટ કરવામાં આવે છે તેના પર કોઈ નિયંત્રણ નથી. તે કોઈપણ ગ્રુપના મેસેજને નિયંત્રિત અથવા સેન્સર કરી શકતા નથી.
ન્યાયાધીશ કૌસર ઈદાપ્પગથે કહ્યું કે ફોજદારી કાયદામાં પરોક્ષ જવાબદારી (Vicarious liabilty)ત્યારે જ નક્કી થઈ શકે છે જો કોઈ કાયદો એવું સૂચવે છે અને હાલમાં આઈટી એક્ટમાં આવો કોઈ કાયદો નથી. તેમણે કહ્યું કે WhatsApp એડમિન IT એક્ટ હેઠળ મધ્યસ્થી બની શકે નહીં.
આ પણ વાંચો: યુક્રેનમાં પાટણના 30થી વધુ વિદ્યાર્થીઓ ફસાયા, તમામને પોલેન્ડ ખસેડવાની યુક્રેન એમ્બેન્સીની તૈયારી
આ પણ વાંચો: PM Kisan Scheme: પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના ત્રણ વર્ષ પૂર્ણ, ખેડૂતોને મળ્યો 1.82 લાખ કરોડ રૂપિયાનો લાભ