અવકાશમાં સંભળાયા હૃદયના ધબકારા! વૈજ્ઞાનિકો શોધી રહ્યા છે આ વિચિત્ર તરંગો પાછળનું રહસ્ય

અવકાશ (space) અનેક રહસ્યોથી ભરપૂર છે. અવારનવાર તેના અનેક રહસ્યો વિશે દુનિયા સામે આવતા રહે છે. હાલમાં અવકાશને લગતી આવી જ એક ઘટના સામે આવી છે.

અવકાશમાં સંભળાયા હૃદયના ધબકારા! વૈજ્ઞાનિકો શોધી રહ્યા છે આ વિચિત્ર તરંગો પાછળનું રહસ્ય
Heart beats are heard in space Image Credit source: file photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 15, 2022 | 6:37 PM

અવકાશ અનંત છે, વિશાળ છે અને રહસ્યોથી ભરપૂર મહાસાગર સમાન છે. તેને સમજવા અને તેના રહસ્યોની શોધ કરવા માટે દુનિયાના અનેક વૈજ્ઞાનિકો વર્ષોથી સંશોધનો કરી રહ્યા છે. અવારનવાર તેના અનેક રહસ્યો વિશે દુનિયા સામે આવતા રહે છે. કેટલાક દેશો અવકાશના અનેક ગ્રહો પર જીવનની ઉત્પત્તિ અને નવા જીવનની શોધ કરી રહ્યા છે. વિશ્વભરના ખગોળશાસ્ત્રીઓ દિવસ-રાત અવકાશ પર તેમની નજર રાખે છે અને ઘણીવાર ચોંકાવનારા ખુલાસા કરે છે. હાલમાં નેચર જર્નલમાં એક અભ્યાસ પ્રકાશિત થયો છે, જેમાં આવી જ એક ચોંકાવનારી શોધ વિશે માહિતી આપવામાં આવી છે. અવકાશમાં એક રહસ્યમય રેડિયો બર્સ્ટ (Mysterious Radio Burst) મળી આવ્યો છે, જેની પેટર્ન હૃદયના ધબકારા (Heartbeat Pattern) જેવી છે. ખગોળશાસ્ત્રીઓનો અંદાજ છે કે આ સિગ્નલ લગભગ એક અબજ પ્રકાશવર્ષ દૂર ગેલેક્સીમાંથી આવ્યો છે.

અવકાશમાં રેડિયો તરંગોના મિલિસેકન્ડ-લાંબા વિસ્ફોટને ફાસ્ટ રેડિયો બર્સ્ટ( FRB) કહેવામાં આવે છે ,જેનો સ્ત્રોત અજ્ઞાત છે. તમને જણાવી દઈએ કે પ્રથમ FRB 2007 માં શોધાયું હતું, ત્યારબાદ બ્રહ્માંડમાં અવારનવાર દૂરના સ્થળોએથી આવા સેંકડો વિસ્ફોટો મળી આવ્યા છે. ઘણા FRB અત્યંત તેજસ્વી રેડિયો તરંગો ઉત્સર્જિત કરે છે જે માત્ર થોડી મિલીસેકંડમાં સંપૂર્ણપણે અદૃશ્ય થઈ જાય છે. તેમાંથી લગભગ 10 ટકા રિપીટ અને પેટર્ન ધરાવે છે. ઝડપી રેડિયો વિસ્ફોટ એટલો ઝડપી હોય છે કે તેને જોવુ અત્યંત મુશ્કેલ છે.

2019માં જોવા મળ્યો હતો ફાસ્ટ રેડિયો બર્સ્ટ

રેડિયો વિસ્ફોટોને કેપ્ચર કરવા માટે કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ડોમિનિયન રેડિયો એસ્ટ્રોફિઝિકલ ઓબ્ઝર્વેટરી પાસે કેનેડિયન હાઇડ્રોજન ઇન્ટેન્સિટી મેપિંગ એક્સપેરિમેન્ટ (CHIME) નામનું રેડિયો ટેલિસ્કોપ છે. આ ટેલિસ્કોપ 2018 થી કાર્યરત છે, આ ટેલિસ્કોપ આકાશ અને FRB પર સતત નજર રાખે છે. CHIME ની મદદથી વૈજ્ઞાનિકોએ 21 ડિસેમ્બર 2019 ના રોજ ફાસ્ટ રેડિયો બર્સ્ટ જોયુ હતુ.

આ પણ વાંચો

તેની પેટર્ન ‘હૃદયના ધબકારા’ જેવી

મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીના કાવલી ઇન્સ્ટિટ્યૂટ ફોર એસ્ટ્રોફિઝિક્સ એન્ડ સ્પેસ રિસર્ચના સંશોધક ડેનિયલ મિચિલીના જણાવ્યા અનુસાર, આ ઝડપી રેડિયો વિસ્ફોટ ઘણી રીતે વિચિત્ર હતો. આ સિગ્નલને ‘FRB 20191221A’ નામ આપવામાં આવ્યું હતું. તે લગભગ 3 સેકન્ડ સુધી ચાલ્યું, જે સામાન્ય ઝડપી રેડિયો બર્સ્ટ કરતાં 1000 ગણું લાંબું હતું. સંશોધક ડેનિયલ મિચિલી આ વિસ્ફોટ પછી CHIME પાસેથી મળેલા ડેટાનું નિરીક્ષણ કરી રહી હતી. આ સિગ્નલ અત્યાર સુધીનો સૌથી લાંબો સમય ચાલતો ઝડપી રેડિયો બર્સ્ટ છે. તેમાં હૃદયની ધબકારા પેટર્ન હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">