વિવેકાનંદ રોક મેમોરિયલમાં PM મોદીના ધ્યાનનો આજે બીજો દિવસ, કન્યાકુમારીથી સામે આવ્યો VIDEO
આજે શનિવારે કન્યાકુમારીમાં વિવેકાનંદ રોક મેમોરિયલ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 45 કલાક ધ્યાનનો બીજો અને અંતિમ દિવસ છે. તેમણે શનિવારે સૂર્યોદય સમયે સૂર્ય અર્ઘ્ય અર્પણ કરી ધ્યાનના બીજા દિવસની શરૂઆત કરી. કન્યાકુમારીથી પીએમ મોદીનો એક વીડિયો પણ સામે આવ્યો છે.
PM Modi Meditation Day 2: PM નરેન્દ્ર મોદી કન્યાકુમારી પહોંચીને ધ્યાન શરુ કર્યું હતુ. ગત 30 મેના સાંજે વડાપ્રધાન મોદી કન્યાકુમારી પહોંચ્યા હતા. જ્યાં વિવેકાનંદ રોક મેમોરિયલમાં કુલ 45 કલાક ધ્યાન કરશે. શનિવારે પીએમ મોદીના ધ્યાનના બીજા અને અંતિમ દિવસની શરુઆત સૂર્યને અર્ધ્ય અર્પણ કરીને કરી હતી. પીએમ મોદીનો બીજા દિવસનો વીજિયો સામે આવ્યો છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભગવા કપડા પહેરીને ધ્યાન કરતા જોવા મળી રહ્યા છે.
વીડિયોમાં એ પણ જોઈ શકાય છે કે, પીએમ મોદી સ્વામી વિવેકાનંદની પ્રતિમાને પુષ્પ અર્પણ કરી રહ્યા છે. નરેન્દ્ર મોદીએ 30 મેની સાંજથી વિવેકાનંદ રોક મેમોરિયલમાં ધ્યાનની શરુઆત કરી હતી. શનિવારે સાંજે તેમના ધ્યાન પૂર્ણ કરશે. જુઓ વિડિયો…
આ પણ વાંચો: ભારતનું VVIP વૃક્ષ, લોખંડી સુરક્ષા અને દિવસ-રાત પોલીસ જવાનોનો પહેરો, જાણો
Published on: Jun 01, 2024 05:47 PM
Latest Videos