AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ફિનલેન્ડમાં આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમના આંતરરાષ્ટ્રીય મંચ પર જામી ગુજરાતી ગરબાની જમાવટ- જુઓ Video

હેપીનેસ ઈન્ડેક્સમાં સૌથી ટોચ પર રહેલા દેશ ફિનલેન્ડમાં ગુજરાતી ગરબાની રમઝટ જોવા મળી. જેમા ભાવનગરના વતની જાગૃતિબેન બેરડિયાએ આંતરરાષ્ટ્રીય સાંસ્કૃતિ કાર્યક્રમમાં રજૂ કરેલી ગરબાની પ્રસ્તુતિએ સૌને ગરબાના તાલે ડોલાવ્યા

| Updated on: Jun 01, 2024 | 3:34 PM
Share

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત! જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી, ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત! આવો જ કંઈ અનેરો માહોલ, યુરોપ ખંડમાં આવેલા વિશ્વના સૌથી વધુ HAPPIEST ( ખુશ) દેશ ફિનલેન્ડના લાપલાન્ડ રાજ્યના પાટનગર રોવાનાએમીમાં આંતરાષ્ટ્રીય સાંસ્કૃતિક કાર્યક્રમમાં જોવા મળ્યો હતો. જેમાં અહીં વસતા ગુજરાતી જાગૃતિ કલાપી બેરડિયા દ્વારા ગુજરાતી ગરબાને રજૂ કરવામાં આવેલા. જાગૃતિબેન દ્વારા રજૂ કરેલા ગરબાની ધમાકેદાર રમઝટ બાદ સમગ્ર કાર્યક્રમમાં ભારતીય અને ગુજરાતની સંસ્કૃતિની એક અનેરી ઝલક જોવા મળી હતી.

ગરબાની રજૂઆત બાદ,સમગ્ર હોલ કાર્યક્રમમાં હાજર વિશ્વભરના અનેક દેશોના શ્રોતા અને દર્શકોની તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો હતો. આ કાર્યક્રમમાં ભારત, નેપાળ, યુક્રેન, ફિનલેન્ડ, રોમાનિયા, ફ્રાંસ સહિત યુરોપના અન્ય દેશોના સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને વિશ્વના અનેક દેશોના શ્રોતા અને દર્શકો તેને જોવા માટે આવ્યા હતા.

બેરડિયા જાગૃતિબહેન મૂળ ભાવનગરના મહુવાના વતની છે અને ફિનલેન્ડમાં ગત વર્ષે આવેલા છે. તેઓ ગરબા અને કુચીપુડી ( આંધ્રપ્રદેશનુ લોક નૃત્ય) નૃત્યના જાણકાર છે. ફિનલેન્ડમાં તેઓ ફિનિશ ભાષા શિખવાની સાથે સાથે અનેક પ્રવૃત્તિઓમાં સમયાંતરે ભાગ લેતા રહે છે અને તક મળે છે ત્યારે ગુજરાતની સંસ્કૃતિને વિશ્વ ફલક પર પ્રજ્વલિત કરતા રહે છે.

ગુજરાતી ગરબાને નિહાળ્યા બાદ રોવાલા સ્કુલના પ્રિન્સિપાલ ફ્રાંતિ નિએમેલા પાઉલોએ ગુજરાતી સંસ્કૃતિના વખાણ કરતા કહેલુ કે, આ એક અદ્ભૂત નૃત્ય છે, જેને નિહાળવાનો તેમને એક ખાસ લહાવો મળ્યો છે.. આ જ રીતે શાળાના અન્ય શિક્ષકોએ કહેલુ કે તેઓ ગુજરાતી ગરબા નૃત્યને જોઈને અભિભૂત થયા છે અને જાગૃતિબેનના પર્ફોમન્સની પ્રશંસા કરેલી.

બીજી તરફ, કાર્યક્રમ જોવા આવનાર અન્ય દેશના ઉપસ્થિત લોકોએ કહેલુ કે, રોવાલાના મંચ પરથી તેમને ગુજરાતી ગરબા સાથે ભારતીય સંસ્કૃતિને જોવાને જે લ્હાવો મળ્યો છે, તે યાદગાર બન્યો છે.

આ આંતરરાષ્ટ્રીય સાંસ્કૃતિક કાર્યક્રમનુ આયોજન રોવાનિએમીમાં સ્થિત રોવાલા સ્કુલ ( જ્યાં વિશ્વના વિવિધ દેશના વિદ્યાર્થીઓ વિવિધ ભાષાનો અભ્યાસ કરે છે.) દ્વારા તેમના જ એક વિશાળ હોલમાં કરવામાં આવ્યુ હતુ. ફિનલેન્ડ સહિત યુરોપમાં રોવાલા સ્કુલ તેની શૈક્ષણિક, સાસ્કૃતિક અને તેની અન્ય પ્રવૃત્તિઓ માટે પ્રસિદ્ધ છે.

ફિનલેન્ડમાં અંદાજે 13,114 જેટલા ભારતીયો વસવાટ કરે છે. જેમાં, અંદાજે 2 હજાર ( કોઈ સત્તાવાર આંકડો મળ્યો નથી) જેટલા ગુજરાતીઓ છે. લાપલાન્ડ રાજ્યમાં અંદાજે 100 જેટલા ભારતીયો વસે છે. જેના વિવિધ જિલ્લાઓમાં અંદાજે 35 જેટલા ગુજરાતીઓ વસે છે. લાપલાન્ડ રાજ્ય એ ફિનલેન્ડનુ કાશ્મીર ગણાય છે. જેમાં શિયાળામાં અંદાજે માઈનસ માઈનસ 35 થી લઈ માઈનસ 42 ડિગ્રી સુધી તાપમાન રહે છે. ગત વર્ષે ડિસેમ્બર 2023માં માઈનસ 42 ડિગ્રી સુધી તાપમાન રહ્યુ હતુ.

જુનાગઢના ખેડૂતોની વહારે આવ્યા ઉદ્યોગપતિ, ટેકો કરવા 11 હજારની આપી સહાય
જુનાગઢના ખેડૂતોની વહારે આવ્યા ઉદ્યોગપતિ, ટેકો કરવા 11 હજારની આપી સહાય
રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડાએ જાહેર મંચ પરથી બાફ્યુ
રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડાએ જાહેર મંચ પરથી બાફ્યુ
જામનગરના પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં જંતુઓ મળી આવતા રેસ્ટોરન્ટ કરાયું સીલ
જામનગરના પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં જંતુઓ મળી આવતા રેસ્ટોરન્ટ કરાયું સીલ
કચ્છમાં BLO કામગીરીમાં અપાતા ટાર્ગેટ સામે શિક્ષકોનો વિરોધ- Video
કચ્છમાં BLO કામગીરીમાં અપાતા ટાર્ગેટ સામે શિક્ષકોનો વિરોધ- Video
ગાંધીધામમાં રાત્રે આકાશમાં અજાણી લાઈટથી સર્જાયું કુતૂહલ
ગાંધીધામમાં રાત્રે આકાશમાં અજાણી લાઈટથી સર્જાયું કુતૂહલ
"આપણુ વર્ચસ્વ બતાવવા માટે આપણી એક્તા હોવા જરૂરી છે" - નીતિન પટેલ
રાજકોટના ધોરાજીમાં પંછીપીર વાડી વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર
રાજકોટના ધોરાજીમાં પંછીપીર વાડી વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર
રાજકોટમાં શિક્ષકોને BLOની જવાબદારી સોંપાતા વિરોધ બન્યો ઉગ્ર
રાજકોટમાં શિક્ષકોને BLOની જવાબદારી સોંપાતા વિરોધ બન્યો ઉગ્ર
રાજ્યમાં 48 કલાક બાદ શરૂ થશે ઠંડીનો આવશે ભીષણ રાઉન્ડ
રાજ્યમાં 48 કલાક બાદ શરૂ થશે ઠંડીનો આવશે ભીષણ રાઉન્ડ
માવઠા સામે હારી ગયેલા ખેડૂતોને હવે સતત બદલાતા વાતાવરણે રડાવ્યાં
માવઠા સામે હારી ગયેલા ખેડૂતોને હવે સતત બદલાતા વાતાવરણે રડાવ્યાં
g clip-path="url(#clip0_868_265)">