AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Twitter Down: ટ્વિટરની સેવાઓ 40 મિનિટ ઠપ રહી, ટ્વીટ કરવામાં અને જોવામાં થતી હતી સમસ્યા

સોશિયલ મીડિયા પર ટ્વિટરની (Twitter Down) સેવાઓ બંધ થવાની જાણકારી આપતા યુઝર્સે કહ્યું કે ઓવર કેપેસિટીની એરેરથી દેખાઈ રહી છે અને કોઈ ટ્વિટ કરી શકતું નથી અને કોઈનું ટ્વિટ જોઈ શકાતું નથી.

Twitter Down: ટ્વિટરની સેવાઓ 40 મિનિટ ઠપ રહી, ટ્વીટ કરવામાં અને જોવામાં થતી હતી સમસ્યા
TwitterImage Credit source: File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 14, 2022 | 7:48 PM
Share

દુનિયાભરમાં ટ્વિટરની સેવા લગભગ 40 મિનિટ માટે ડાઉન રહી હતી. આ પછી ટ્વિટર તેના પર કામ કરી રહ્યું છે. પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે ટ્વિટરમાં શું ખોટું થયું હતું. માઈક્રો બ્લોગિંગ અને સોશિયલ નેટવર્કિંગ સાઈટ ટ્વિટરની (Twitter) સેવાઓ ઠપ થઈ ગઈ છે. ઘણા યુઝર્સે સોશિયલ મીડિયા પર ફરિયાદો નોંધાવી છે, જે મુજબ તેઓ ટ્વિટર એક્સેસ કરવામાં સમસ્યાનો સામનો કરી રહ્યા છે. તેને ટ્વીટ કરવામાં અને ટ્વીટ જોવામાં પણ તકલીફ પડી રહી છે, સાથે જ સોશિયલ મીડિયા પર #TwitterDown પણ ટ્રેન્ડ થઈ રહ્યું છે. ટ્વિટરે કહ્યું છે કે સેવાઓ ટૂંક સમયમાં ફરી શરું કરવામાં આવશે. સોશિયલ મીડિયા પર ટ્વિટરની (Twitter Down) સેવાઓ બંધ થવાની જાણકારી આપતા યુઝર્સે કહ્યું કે ઓવર કેપેસિટીની એરેરથી દેખાઈ રહી છે અને કોઈ ટ્વિટ કરી શકતું નથી અને કોઈનું ટ્વિટ જોઈ શકાતું નથી.

ઓટોમેટિક લોગ આઉટ થઈ રહ્યા છે એકાઉન્ટ

સોશિયલ મીડિયા પર ટ્વિટરની સેવાઓ ઠપ થવાની જાણકારી આપતા યુઝર્સે કહ્યું કે ઓવર કેપેસિટીની એરેરથી દેખાઈ રહી છે અને કોઈ ટ્વિટ કરી શકતું નથી અને કોઈનું ટ્વિટ જોઈ શકાતું નથી. કેટલાક યુઝર્સે એમ પણ કહ્યું કે ટ્વિટરનો ઉપયોગ કર્યા પછી તેમના એકાઉન્ટ ઓટોમેટિક લોગ આઉટ થઈ રહ્યા છે.

સર્વર-સંબંધિત જાણકારી આપનારી વેબસાઇટ ડાઉનડિટેક્ટર મુજબ ટ્વિટરની સેવાઓ ઠપ થવા પર હજારો રિપોર્ટ નોંધાવવામાં આવ્યા છે. યુઝર્સ ટ્વિટરનો ઉપયોગ કરી શકતા નથી. યુઝર્સને ટ્વિટર પર લોગ ઈન કરવામાં અને ટ્વિટ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ દરમિયાન ટ્વિટરે ટ્વિટ કરીને જાણકારી આપી છે કે કેટલાક લોકોને ટ્વિટર એક્સેસ કરવામાં સમસ્યા આવી રહી છે. અમે તેના પર કામ કરી રહ્યા છીએ, ટૂંક સમયમાં સેવાઓ ફરી શરું કરવામાં આવશે.

આ પણ વાંચો

ફેબ્રુઆરીમાં બે વખત ઠપ થયું હતું ટ્વિટર

આ પહેલા પણ ફેબ્રુઆરી 2022માં ટ્વિટરની સેવાઓ અઠવાડિયામાં બે વખત ઠપ થઈ ગઈ હતી. ઘણા યુઝર્સને ટ્વિટરનો ઉપયોગ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. યુઝર્સ મુજબ જ્યારે તેઓ એપ ખોલે છે, ત્યારે તેમને ‘Something Went Wrong. Try Reloading’ નો મેસેજ જોવા મળી રહ્યો છે.

g clip-path="url(#clip0_868_265)">