Google Rating Fraud: જો તમે પાર્ટ ટાઈમ જોબ શોધી રહ્યા છો તો રહો સાવધાન, ગૂગલ પર કંપનીને રેટિંગ આપીને રૂપિયા કમાવવાની આપે છે લાલચ

સ્કેમર્સ જુદી-જુદી રીત દ્વારા લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે. મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે, ખાનગી કંપનીમાં કામ કરતી 48 વર્ષની મહિલા સાયબર છેતરપિંડીનો શિકાર બની હતી. તે મહિલાએ રૂપિયા કમાવવાની લાલચમાં નાણા ગુમાવ્યા હતા.

Google Rating Fraud: જો તમે પાર્ટ ટાઈમ જોબ શોધી રહ્યા છો તો રહો સાવધાન, ગૂગલ પર કંપનીને રેટિંગ આપીને રૂપિયા કમાવવાની આપે છે લાલચ
Google Rating Fraud
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 05, 2023 | 1:41 PM

હાલમાં સાયબર ફ્રોડના (Cyber Crime) અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જેમાં સ્કેમર્સ જુદી-જુદી રીત દ્વારા લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે. મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે, ખાનગી કંપનીમાં કામ કરતી 48 વર્ષની મહિલા સાયબર છેતરપિંડીનો શિકાર બની હતી. તે મહિલાએ રૂપિયા કમાવવાની લાલચમાં રૂપિયા ગુમાવ્યા હતા. પીડિત મહિલાને મોબાઈલ પર એક મેસેજ આવ્યો હતો જેમાં તેમને  ગૂગલ (Google Rating Fraud) પર જુદી-જુદી ખાનગી કંપનીઓ માટે રેટિંગ્સ આપવાની પાર્ટ-ટાઈમ જોબની ઓફર કરવામાં આવી હતી.

નાણા ડબલ કરવાની લાલચ આપી

મહિલાને વધારાની આવક માટે આ એક સારો વિકલ્પ લાગ્યો, તેથી તેમણે મેસેજમાં જણાવ્યા મૂજબ ટેલિગ્રામ એપ દ્વારા તેનો સંપર્ક કર્યો હતો. ઠગ લોકોએ તે મહિલાને તેના નાણા ડબલ કરવાની લાલચ આપીને ફ્રોડ કર્યું હતું. ટેલિગ્રામ ચેનલમાં જોડાયા બાદ મહિલાને તેમના બેંક એકાઉન્ટની વિગતો આપવાનું કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ જોઇનિંગ માટે તેને 200 રૂપિયા આપવામાં આવ્યા હતા.

1,300 રૂપિયા પરત આપવામાં આવ્યા

બીજા દિવસથી પ્રીપેડ કામ માટે 1,000 રૂપિયા જમા કરાવવા માટે કહેવામાં આવ્યું અને કામ પૂરૂ થયા બાદ મહિલાને 1,300 રૂપિયા પરત આપવામાં આવ્યા હતા. ત્યારપછી સ્કેમર્સે મહિલાને 5,000 રૂપિયા જમા કરાવવાનું કહ્યુ અને કામ પૂર્ણ થયા બાદ 6,600 રૂપિયા પરત આપ્યા હતા. ફરીથી તેને 5000 રૂપિયા જમા કરાવ્યા, પરંતુ કામ પૂરું કરવા છતા 6,600 પરત કરવામાં આવ્યા ન હતા.

ટીમ ઈન્ડિયા 13 વર્ષ પછી જોશે આ દિવસ ! ગાબા ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં
Photos : મલાઈકા અરોરાએ તડકામાં કર્યા યોગ, આ તસવીરે ખેંચ્યું લોકોનું ધ્યાન
Vastu Tips : ઓશીકા નીચે કપૂર રાખીને સુવાના ચોંકાવનારા ફાયદા વિશે જાણો
70 દિવસ પછી તેજિંદર બગ્ગા Bigg Bossના ઘરમાંથી આઉટ થયો
ખાંડથી પણ વધુ ખતરનાક ધીમું ઝેર રોજ ખાઈ રહ્યા છે લોકો, નામ જાણીને ચોંકી જશો
Video : વિરાટ કોહલીના શર્મનાક પ્રદર્શન બાદ ડ્રેસિંગ રૂમમાં ગંભીરે કર્યું આવું

રકમ પરત લેવા રૂપિયા જમા કરવો

સાયબર ઠગ્સે મહિલાને પૂછ્યું કે, શું તે ટ્રેડિંગ કરવામાં રસ ધરાવે છે. તેમણે હા પાડી તો 27,000 રૂપિયા જમાં કરાવવા માટે કહેવામાં આવ્યું. સ્કેમર્સે તેને ગેરેન્ટી આપી કે, તેના પૈસા બમણા થઈ જશે. રૂપિયા જમા કરાવ્યા બાદ આવું કંઈ થયું નહી અને મહિલાએ નાણા અંગે પૂછ્યું, ત્યારે ઠગ લોકોએ બધી રકમ પરત આપવા માટે ફરી રૂપિયા જમા કરવા માટે કહ્યુ હતું. આવી રીતે સાયબર ગુનેગારો દ્વારા છેતરપિંડી કરવામાં આવી હતી.

આ પણ વાંચો : ATM Card Fraud: જો તમે એટીએમથી રૂપિયા ઉપાડી રહ્યા છો તો ધ્યાન રાખજો, મદદના નામે લોકો સાથે થઈ રહી છે છેતરપિંડી, જાણો કેવી રીતે થાય છે ફ્રોડ

હેલ્પલાઇન નંબર પર ફરિયાદ કરી શકો

હેલ્પલાઇન નંબર વિશે વાત કરીએ તો, 1930 એ ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર છે, તે સાયબર ક્રાઇમ કેસોની ફરિયાદ કરવા માટેનો નંબર છે. આ હેલ્પલાઇન નંબર તમારી મદદ માટે 24×7 ઉપલબ્ધ રહે છે. કોઈપણ પ્રકારના સાયબર ફ્રોડ થાય તો http://cybercrime.gov.in પર ફરિયાદ કરી શકો છો.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">