ATM Card Fraud: જો તમે એટીએમથી રૂપિયા ઉપાડી રહ્યા છો તો ધ્યાન રાખજો, મદદના નામે લોકો સાથે થઈ રહી છે છેતરપિંડી, જાણો કેવી રીતે થાય છે ફ્રોડ
ઠગ એટીએમથી નાણા ઉપાડવા જતા લોકોને પણ પોતાના શિકાર બનાવી રહ્યા છે. લોકોને મદદ કરવાના બહાને તેમના ડેબિટ કાર્ડ બદલીને ખાતામાંથી પૈસા ઉપાડવામાં આવે છે. તેથી જ્યારે પણ તમે રોકડ રકમ ઉપાડવા જાઓ છો ત્યારે સાવચેત રહેવાની જરૂર છે.
લોકો રોજબરોજના નાના-મોટા ખર્ચ માટે રોકડમાં ચૂકવણી કરતા હોય છે. તેના માટે લોકો બેંક અથવા એટીએમમાંથી (ATM) રૂપિયા ઉપાડતા હોય છે. પરંતુ હવે ઠગ એટીએમથી (ATM Card Fraud) નાણા ઉપાડવા જતા લોકોને પણ પોતાના શિકાર (Cyber Crime) બનાવી રહ્યા છે. લોકોને મદદ કરવાના બહાને તેમના ડેબિટ કાર્ડ બદલીને ખાતામાંથી પૈસા ઉપાડવામાં આવે છે. તેથી જ્યારે પણ તમે રોકડ રકમ ઉપાડવા જાઓ છો ત્યારે સાવચેત રહેવાની જરૂર છે.
મદદના નામે એટીએમ કાર્ડની કરે છે અદલા-બદલી
લોકો નવું ATM કાર્ડ એક્ટિવેટ કરવા માટે બેંકના એટીએમ પર જાય છે, ત્યારે કાર્ડ એકટિવેશનની સાથે PIN જનરેટ કરવામાં આવે છે. તે સમયે ત્યા હાજર ઠગ મદદ કરવાનું કહે છે અને કાર્ડની માગણી કરે છે. થોડા સમય બાદ સ્કેમર્સ પિન જનરેટ કરીને એટીએમ કાર્ડ બદલીને પરત કરે છે. થોડા સમય બાદ છેતરપિંડી કરનારા નાણા ઉપાડે છે અને લોકોના મોબાઈલમાં બેંકમાંથી પૈસા ઉપાડવાનો મેસેજ આવે છે.
એટીએમ દ્વારા રૂપિયા ઉપાડવામાં આવ્યા
લોકો જ્યારે મોબાઈલ ચેક કરે છે ત્યારે તેના ખાતામાંથી રૂપિયા ઉપડી ગયા હોવાનું જણાય છે. બેંકમાં ગયા બાદ ખબર પડે છે કે એટીએમ દ્વારા પૈસા ઉપાડવામાં આવ્યા છે. ત્યારબાદ લોકો એટીએમ કાર્ડ ચેક કરે છે ત્યારે ખબર પડે છે કે એટીએમ કાર્ડ બદલાઈ ગયું છે.
ઠગ લોકો કરે છે મદદનું બહાનું
આ ઉપરાંત ઘણી વખત ATM મશીનમાંથી રૂપિયા નિકળતા ન હોવાથી ઠગ લોકો મદદનું બહાનું કરે છે અને તેનો પિન નંબર જાણી લે છે. ત્યારબાદ પૈસા ન આવતા હોય તો કાર્ડ આપવાનું કહે છે અને તેનું ડેબિટ કાર્ડ બદલી નાખે છે. ત્યારબાદમાં મશીનમાં પૈસા નથી એવું કહીને બીજા કોઈ એટીએમમાં જવા માટે કહે છે.
છેતરપિંડીથી બચવા આ બાબતોનું રાખો ધ્યાન
લોકોએ હમેશા એવા ATM નો ઉપયોગ કરવો જોઈએ જેમાં ગાર્ડ હાજર હોય. ડેબિટ કાર્ડનો પિન નંબર ક્યારેય કોઈ અજાણ્યા વ્યક્તિને આપવો નહીં. નાણા ઉપાડવામાં કોઈ મુશ્કેલી આવે છે તો અજાણ્યા લોકોની મદદ લેવી નહી, સીધા જ બેંકનો સંપર્ક કરવો જોઈએ. આ ઉપરાંત જ્યારે તમે રોકડ રકમ ઉપાડવા માટે એટીએમમાં જાઓ છો તો અન્ય કોઈ વ્યક્તિને આવવાની દેવા નહીં.
ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો