હાલમાં લગભગ દરેક લોકો સોશિયલ મીડિયા પર એકટિવ હોય છે. ત્યારે સાયબર ઠગ ફેક આઈડી બનાવીને લોકો સાથે ફ્રોડ કરી રહ્યા છે. તેઓ ક્યારેક મદદના નામે તો ક્યારેક મિત્રતાનો હાથ લંબાવીને લોકોને શિકાર બનાવી રહ્યા છે. એવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં લોકો પાસે રૂપિયા આપ્યા સિવાય અન્ય કોઈ વિકલ્પ બચતો નથી. આ ઉપરાંત યુવતિના નામે ફેક આઈડી બનાવીને લોકોને બ્લેક મેલ કરવામાં આવી રહ્યા છે.
મીડિયા રીપોર્ટ અનુસાર, સાયબર ફ્રોડ સૌથી વધારે ફેક આઈડી દ્વારા કરવામાં આવે છે, જે અંદાજે 53.8 ટકા જેટલા છે. જેના દ્વારા કોઈપણ વ્યક્તિ કોઈપણ સમયે સ્કેમર્સની જાળમાં ફસાઈ શકે છે. તેથી બચવા માટે ધ્યાન રાખવું જોઈએ કે કોના આઈડીનો ઉપયોગ છેતરપિંડી કરવા માટે થઈ રહ્યો છે. હાલ લોકો સાથે બે રીતે છેતરપિંડી થઈ રહી છે. એક તો ફેક આઈડી બનાવીને અને બીજું મિત્ર હોવાનો ઢોંગ કરીને ફ્રોડ કરવામાં આવી રહ્યુ છે.
જો તમને કોઈ વ્યક્તિના આઈડી પરથી હેલ્પ માટે મેસેજ આવ્યો છે, તો સૌથી પહેલા તમારે તે વ્યક્તિનો કોન્ટક્ટ કરીને પૂછવું જોઈએ કે શું તેમને ખરેખર મદદની જરૂરિયાત છે. હાલ ઠગ ફેક આઈડી બનાવીને લોકો પાસે રૂપિયાની મદદ માંગે છે અને લોકોને છેતરી રહ્યા છે. તેઓ કહે છે કે તે કોઈ મુશ્કેલીમાં છે અને તેને તાત્કાલિક નાણાની જરૂરિયાત છે. લોકો મદદ માટે રૂપિયા મોકલે છે અને ફસાઈ જાય છે.
આ પણ વાંચો : જો તમે ઓનલાઈન હોટલ બુકિંગ કરાવો છો તો રહો સાવધાન, જાણો કેવી રીતે થાય છે ફ્રોડ
આ ઉપરાંત સ્કેમર્સ છોકરીના નામે આઈડી બનાવે છે અને મિત્રતા માટે મેસેજ મોકલે છે. સાયબર ગુનેગારો ફેક આઈડી બનાવીને લોકોને મેસેજ મોકલે છે. શરૂઆતમાં વાતચીત કરે છે અને ત્યારબાદ વિડીયો કોલ કરે છે. તે ન્યૂડ થઈને લોકોનો વીડિયો રેકોર્ડ કરે છે અને પછી તેને બ્લેકમેલ કરે છે. તેથી ભૂલથી પણ કોઈ અજાણ્યા આઈડી પરથી વિડિયો કોલ આવે તો તેને અવગણવો જોઈએ.
ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો