જો તમે ઓનલાઈન હોટલ બુકિંગ કરાવો છો તો રહો સાવધાન, જાણો કેવી રીતે થાય છે ફ્રોડ
લોકો ઓનલાઈન બુકિંગ કરી રહ્યા છે, પરંતુ સાયબર ગેંગ તેનો ફાયદો ઉઠાવી ફ્રોડ કરી રહ્યા છે. લોકો જ્યારે પણ રહેવા માટે હોટેલનું બુકિંગ ઓનલાઈન કરે છે ત્યારે તેની સાથે છેતરપિંડી કરવામાં આવે છે. દિલશાદ ગાર્ડનમાં રહેતા અંબિકા પ્રસાદ શર્માએ પોલીસને હોટલ બુકિંગ દ્વારા ફ્રોડ થયાની ફરિયાદ નોંધાવી હતી.
આજકાલ દરેક કામ ઓનલાઈન થઈ રહ્યું છે. તેથી હવે ફરવા જવા માટે લોકો ઓનલાઈન બુકિંગ કરી રહ્યા છે. પરંતુ સાયબર ગેંગ તેનો ફાયદો ઉઠાવી ફ્રોડ કરી રહ્યા છે. લોકો જ્યારે પણ રહેવા માટે હોટેલનું બુકિંગ ઓનલાઈન કરે છે ત્યારે તેની સાથે છેતરપિંડી કરવામાં આવે છે. દિલશાદ ગાર્ડનમાં રહેતા અંબિકા પ્રસાદ શર્માએ પોલીસને હોટલ બુકિંગ દ્વારા ફ્રોડ થયાની ફરિયાદ નોંધાવી હતી. તેણે તેના પરિવાર સાથે ગુજરાતના દ્વારકાધીશ મંદિરની મુલાકાત લેવાનો પ્લાન બનાવ્યો હતો.
હોટલને બુકિંગ માટે 1 લાખ રૂપિયા ચૂકવ્યા
દેવભૂમી દ્વારકામાં રોકાણ માટે ઓનલાઈન બુકિંગ કરાવવા તેણે ઈન્ટરનેટ પરથી નંબર લઈને હોટલ પર ફોન કર્યો હતો. હોટલને બુકિંગ માટે અંદાજે 1 લાખ રૂપિયા ચૂકવ્યા હતા, પરંતુ બાદમાં ખબર પડી કે તેની કોઈ બુકિંગ હોટલમાં થયું નથી. જે વ્યક્તિ સાથે ફોન પર વાત થઈ હતી તેના દ્વારા ફ્રોડ કરવામાં આવ્યું હતું.
પોલીસે 2 લોકોની કરી ધરપકડ
પોલીસ ફરિયાદ બાદ તપાસ કરતા પોલીસે બે લોકોની ધરપકડ કરી હતી. આ બે સિવાય તેમની ગેંગમાં અન્ય લોકો પણ સામેલ હતા. જગજીત અને શિવમ નામના આ લોકોએ પોતાના નામે અનેક ફેક એકાઉન્ટ ખોલાવ્યા હતા અને ઘણા લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી છે. નોઈડામાં પણ આવી જ એક સાયબર ગેંગનો પર્દાફાશ થયો હતો જે હોટલના નામે લોકોને છેતરતા હતા.
નોઈડા પોલીસે 2 વ્યક્તિની ધરપકડ કરી હતી, તેઓ ટુર અને ટ્રાવેલ એજન્ટ છે એમ કહેતા અને લોકોને સસ્તા ભાવે હોટલ બુક કરાવી આપવાની લાલચ આપતા હતા. ત્યારબાદ તેઓ હોટલ બુકિંગના નામે લોકો પાસેથી મોટી રકમ ઉઘરાવી અને ફરાર થઈ જતા હતા.
હોટેલ બુકિંગ વખતે આ બાબતોનું રાખો ધ્યાન
હોટલના નામે ફેક વેબસાઈટ બનાવવામાં આવે છે અને જ્યારે લોકો આપેલા નંબર પર ફોન કરે છે ત્યારે હોટેલ મેનેજર તરીકે સ્કેમર્સ બુકિંગના નામે લોકોને છેતરે છે. તેથી હંમેશા ઓફિશિયલ વેબસાઈટની ચકાસણી કરો. આ ઉપરાંત ઠગ લોકો હોટેલમાં બુકિંગ કરાવે છે અને લોકો પાસેથી રૂપિયા લઈ છે અને હોટલમાં આપતા નથી. તેથી બુકિંગ બાદ તેની રિસિપ્ત અવશ્ય લેવી જોઈએ. ઘણી વખત વધારે દિવસો માટે બુકિંગ માટે રૂપિયા લેવામાં આવે છે અને હોટલમાં માત્ર 1 દિવસ માટેનું જ પેમેન્ટ કરવામાં આવે છે.
ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો