જો સોશિયલ મીડિયા પર તમારો Video વાયરલ થાય તો ગભરાશો નહીં, આ રીતે કરો દૂર
આજના સમયમાં ઓનલાઈન બ્લેકમેલિંગ અને ધમકીઓનું પ્રમાણ વધી રહ્યું છે. આવી પરિસ્થિતિમાં ગભરાઈ જવાને બદલે સમજદારીપૂર્વક પગલાં લેવા ખૂબ જરૂરી છે. અહીં તમને સોશિયલ મીડિયા પરથી વાયરલ થયેલા ફોટો કે વીડિયોને દૂર કઈ રીતે દૂર કરવો જાણો વિગતે.

દરેક સિક્કાની બે બાજુ હોય છે, જો ડિજિટલ હોવાના ફાયદા છે તો ગેરફાયદા પણ છે. તમે બધા ફાયદાઓ સારી રીતે જાણતા હશો પરંતુ આજે આપણે સિક્કાની બીજી બાજુ એટલે કે ગેરફાયદા વિશે વાત કરીશું. ઓનલાઈન છેતરપિંડી અને ઓનલાઈન બ્લેકમેલિંગની ઘટનાઓ ઝડપથી વધી રહી છે, દરરોજ કોઈને કોઈને સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટ પર વીડિયો વાયરલ કરવાની ધમકીઓ મળે છે.
આવી સ્થિતિમાં, તમારા માટે એ જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે આ પરિસ્થિતિમાં તમારે શું કરવું જોઈએ અને જો કોઈ તમારો ફોટો કે વીડિયો સોશિયલ મીડિયા કે ઈન્ટરનેટ પર વાયરલ કરે છે, તો તમે ફોટો-વીડિયો કેવી રીતે દૂર કરી શકો છો.
તમને કોણ મદદ કરશે?
StopNCII.org ની મદદ લો: જો તમારો ખાનગી ફોટો કે વિડીયો સંમતિ વિના ઓનલાઈન વાયરલ થયો હોય, તો તમે StopNCII.org ની મદદ લઈ શકો છો, આ સાઈટ ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયા પરથી તમારા વાયરલ ફોટા અને વિડીયો દૂર કરવામાં મદદ કરે છે.
StopNCII.org કોનો ભાગ છે?
હવે આ પ્રશ્ન તમારા મનમાં આવતો હશે, તો ચાલો તમને જણાવી દઈએ કે આ સાઈટ Stop Non Consensual Intimate Image Abuse એટલે કે SWGfL નામની આંતરરાષ્ટ્રીય ચેરિટીનો ભાગ છે.
જો વિડીયો વાયરલ થાય તો શું કરવું?
- કાયદેસરની કાર્યવાહી: જો ફોટો કે વિડીયો વાયરલ થયો હોય, તો ગભરાશો નહીં કારણ કે સંમતિ વિના ફોટો કે વિડીયો શેર કરવો એ કાનૂની ગુનો છે, આવા વ્યક્તિ સામે IT એક્ટ 2000 ની કલમ 66E હેઠળ ફરિયાદ દાખલ કરી શકાય છે, આ કલમ હેઠળ, તે વ્યક્તિને ત્રણ વર્ષ સુધીની જેલ અને બે લાખ સુધીનો દંડ થઈ શકે છે.
- ફરિયાદ નોંધાવો: વાયરલ ફોટો કે વિડિયો અંગે તમે નેશનલ સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર કૉલ કરીને ફરિયાદ કરી શકો છો.
- ઓનલાઇન ફરિયાદ: તમે ગૃહ મંત્રાલયની વેબસાઇટ cybercrime.gov.in પર ઓનલાઇન બ્લેકમેઇલિંગની ફરિયાદ નોંધાવી શકો છો.
