રક્ષા મંત્રાલયે મોબાઈલ ટાવર લગાવવાના નિયમોને બનાવ્યા સરળ, ગ્રાહકો મેળવી શકશે વધુ સારું નેટવર્ક

|

Jan 20, 2023 | 4:59 PM

ડીજીટલ ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોવાઈડર્સ એસોસિયેશન (DIPA)ના ડાયરેક્ટર જનરલ ટીઆર દુઆએ જણાવ્યું હતું કે, “રક્ષા મંત્રાલયની આ સુધારેલી નીતિ ટેલિકોમ ઉદ્યોગની લાંબા સમયથી ચાલી રહેલી માંગને પૂરી કરે છે.

રક્ષા મંત્રાલયે મોબાઈલ ટાવર લગાવવાના નિયમોને બનાવ્યા સરળ, ગ્રાહકો મેળવી શકશે વધુ સારું નેટવર્ક
Symbolic Image
Image Credit source: File Photo

Follow us on

રક્ષા મંત્રાલયે 2016માં ટેલિકોમ મંત્રાલય દ્વારા સૂચિત કરાયેલા ‘રાઈટ ઓફ વે (ROW)’ નિયમો અનુસાર પ્રદેશમાં મોબાઈલ ટાવર, ઓપ્ટિકલ ફાઈબર અને અન્ય ટેલિકોમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ગિયર સ્થાપિત કરવા માટેના ધોરણો હળવા કર્યા છે. ગતિ શક્તિ પોર્ટલ પર 19 જાન્યુઆરીના રોજ અપલોડ કરાયેલા નવા નિયમોની નકલ ફેબ્રુઆરી 2018માં જાહેર કરાયેલા “મિલિટરી સ્ટેશનો/કેન્ટોનમેન્ટમાં સંચાર નેટવર્કના વિસ્તરણ માટે વહેંચાયેલ કોમ્યુનિકેશન ટાવર અને અન્ય ટેલિકોમ્યુનિકેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર”ને બદલે છે.

આ પણ વાંચો: Twitter Blue : ટ્વિટરે યુઝર્સને આપ્યો ઝટકો, બ્લુ ટિકની કિંમતમાં થયો વધારો, હવે ચૂકવવા પડશે આટલા રૂપિયા

ડીજીટલ ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોવાઈડર્સ એસોસિયેશન (DIPA)ના ડાયરેક્ટર જનરલ ટીઆર દુઆએ જણાવ્યું હતું કે, “રક્ષા મંત્રાલયની આ સુધારેલી નીતિ ટેલિકોમ ઉદ્યોગની લાંબા સમયથી ચાલી રહેલી માંગને પૂરી કરે છે. આ સાથે આ નવી નીતિ સંરક્ષણ જમીન પર ટેલિકોમ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થાપનાને પણ ઝડપી ગતિ આપશે. આ સાથે કેન્ટોનમેન્ટ વિસ્તારોમાં અને તેની આસપાસ રહેતા રહેવાસીઓ પણ 5G સેવાનો લાભ લઈ શકશે.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

શું છે આ નવો નિયમ

સરકારના નવા નિયમ અનુસાર, ‘સંરક્ષણની જમીન પર અન્ડરગ્રાઉન્ડ/ઓવરગ્રાઉન્ડ ટેલિકોમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપવા માટે પ્રાપ્ત કોઈપણ અરજી પર ટેલિકોમ વિભાગ દ્વારા ઈન્ડિયન ટેલિગ્રાફ રાઈટ ઑફ વે રૂલ્સ 2016 મુજબ કેટલીક વધારાની શરતો સાથે પ્રક્રિયા કરવામાં આવશે. જણાવી દઈએ કે સમય સમય પર જરૂરિયાત મુજબ તેમાં સુધારો કરવામાં આવે છે.

નવા નિયમ મુજબ, સુરક્ષાના દૃષ્ટિકોણથી, કેન્ટોનમેન્ટ બોર્ડ હવે રહેણાંક વિસ્તારની બહારની તમામ જગ્યાઓ માટે સ્ટેશન હેડક્વાર્ટર પાસેથી NOC માંગશે. ડિરેક્ટોરેટ જનરલ ડિફેન્સ એસ્ટેટ ઇલેક્ટ્રોનિક એપ્લિકેશન પ્રક્રિયા માટે ઓનલાઈન પોર્ટલ બનાવશે અને જાળવશે. એટલું જ નહીં, તેને ટેલિકોમ વિભાગના કોમ્યુનિકેશન પોર્ટલ સાથે પણ સંકલિત કરવામાં આવશે.

કેન્ટોનમેન્ટની અંદરના વિસ્તારોમાં ટેલિકોમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપવા માટે, કેન્ટોનમેન્ટ બોર્ડે જે સંસ્થાના સંચાલન હેઠળ સંરક્ષણ જમીન આવેલી છે તે સંસ્થા પાસેથી અગાઉ નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) મેળવવાનું રહેશે. નવા નિયમ અનુસાર, ગતિશક્તિ સંચારના ઓનલાઈન પોર્ટલ પર કોઈપણ ટેલિકોમ સેવા પ્રદાતાની અરજી કર્યા પછી, તેને 60 દિવસની મુદત પૂરી થયા પછી મંજૂરી મળશે.

Next Article