X App પર હવે Cryptoથી પેમેન્ટ ! એલોન મસ્ક વળી પાછું શું નવું લાવ્યો?
એલોન મસ્કે વર્ષ 2022માં ટ્વિટર ખરીદ્યું હતું. ત્યારબાદ મસ્કે આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં પર ઘણા બધા ફેરફારો કર્યા છે. સૌથી પહેલા તો તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનું નામ બદલીને X રાખી દીધું. હવે ટૂંક સમયમાં તે 'X' પર એક દમદાર ફીચર ઉમેરવા જઈ રહ્યો છે.

એલોન મસ્કે વર્ષ 2022માં ટ્વિટર ખરીદ્યું હતું. ત્યારબાદ મસ્કે આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં પર ઘણા બધા ફેરફારો કર્યા છે. સૌથી પહેલા તો તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરનું નામ બદલીને X રાખી દીધું. હવે ટૂંક સમયમાં તે ‘X’ પર પેમેન્ટ સર્વિસ શરૂ કરવા જઈ રહ્યો છે. જણાવી દઈએ કે, તેનું બીટા ટેસ્ટિંગ ટૂંક સમયમાં જ શરૂ થવાનું છે.
એલોન મસ્ક ટૂંક સમયમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ડિજિટલ પેમેન્ટ સર્વિસ ‘X Money’ લોન્ચ કરવા જઈ રહ્યો છે. હાલમાં એલોન મસ્કે ‘X Money’ કઈ તારીખે લોન્ચ થશે તે અંગે કોઈ માહિતી શેર કરી નથી.
Another milestone for the Everything App: @Visa is our first partner for the @XMoney Account, which will debut later this year.
Allows for secure + instant funding to your X Wallet via Visa Direct
Connects to your debit card allowing P2P payments
Option to instantly…
— Linda Yaccarino (@lindayaX) January 28, 2025
X Money બીટા ટેસ્ટિંગ ટૂંક સમયમાં શરૂ થશે
X પર @teslaownerssv નામના યુઝરે એક પોસ્ટ કરી છે. યુઝર દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, X Money સર્વિસ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. પેમેન્ટ અને બેંકિંગ સર્વિસ સાથે એલોન મસ્ક ‘X’ને એક અલગ એપ બનાવશે. મસ્કે કહ્યું છે કે, તેનું નેટવર્ક ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર છે. તે ટૂંક સમયમાં બીટા ટેસ્ટિંગ શરૂ કરશે.
X પર પેમેન્ટ સર્વિસ શરૂ કરવી એ મસ્કના ખાસ પ્રોજેક્ટનો એક ભાગ છે. જણાવી દઈએ કે, એલોન મસ્ક આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને ‘Everything App’માં કન્વર્ટ કરવા માંગે છે. મસ્ક X પર પેમેન્ટ સર્વિસ શરૂ કરવા માટે ‘Visa’ સાથે કામ કરી રહ્યો છે.
X પર એક પોસ્ટ શેર કરતા મસ્કે કહ્યું કે, લિમિટેડ ઍક્સેસ સાથે બીટા ટેસ્ટિંગ ટૂંક સમયમાં શરૂ થશે. જો રિપોર્ટનું માનીએ તો, X મની પ્લેટફોર્મ ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શનને સપોર્ટ કરશે અને તેને બિટકોઈન સાથે પણ લિંક કરવામાં આવશે.
