AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ ફોટોગ્રાફ્સ જોઈને વિશ્વાસ નહીં આવે કે આ એક સરકારી શાળા છે, તમને પણ થશે ફરી ભણવાનું મન

ડિજિટેલાઇઝેશનને આગળ વધારવાનો પ્રયાસ. રાજ્યની દરેક સરકારી શાળામાં એક સ્માર્ટ કલાસ હોય તે દિશામાં કામગીરી શરૂ કરવામાં આવી છે. રાજ્યની બીજા નંબરની સ્માર્ટ કલાસ ધરાવતી શાળામાં પૂર્વ ક્રિકેટરે મુલાકાત લઈ કાર્યને વેગવાન બનાવ્યું. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ડિજિટેલાઇઝેશન પર ભાર મૂકી રહ્યું છે. તેમજ આધુનિક શિક્ષણ આપવાના પણ દાવા કરવામાં આવી રહ્યાં છે અને […]

આ ફોટોગ્રાફ્સ જોઈને વિશ્વાસ નહીં આવે કે આ એક સરકારી શાળા છે, તમને પણ થશે ફરી ભણવાનું મન
Darshal Raval
| Edited By: | Updated on: Jan 12, 2019 | 12:07 PM
Share

ડિજિટેલાઇઝેશનને આગળ વધારવાનો પ્રયાસ. રાજ્યની દરેક સરકારી શાળામાં એક સ્માર્ટ કલાસ હોય તે દિશામાં કામગીરી શરૂ કરવામાં આવી છે. રાજ્યની બીજા નંબરની સ્માર્ટ કલાસ ધરાવતી શાળામાં પૂર્વ ક્રિકેટરે મુલાકાત લઈ કાર્યને વેગવાન બનાવ્યું.

રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ડિજિટેલાઇઝેશન પર ભાર મૂકી રહ્યું છે. તેમજ આધુનિક શિક્ષણ આપવાના પણ દાવા કરવામાં આવી રહ્યાં છે અને આ જ દાવા હેઠળ સરકાર દ્વારા રાજ્યની કેટલીક સરકારી શાળાઓમાં સ્માર્ટ કલાસ રૂમ ઉભા કરાયા છે. જ્યા શાળામાં આવતા વિદ્યાર્થીઓ વગર પુસ્તકે ક્રોમ પેડની મદદથી અભ્યાસ કરી શકે છે. જે સ્માર્ટ કલાસ ધરાવતી શાળાઓમાં ચાંદલોડિયા બાદ બીજા નંબરે સ્માર્ટ કલાસ ધરાવતી કોબાની શાળામાં પૂર્વ ક્રિકેટર vvs લક્ષ્મણે મુલાકાત લીધી અને સરકારની કામગીરીને વખાણી.

પૂર્વ ક્રિકેટર vvs લક્ષ્મણે બીજા નંબરની સ્માર્ટ કલાસરૂમ શાળાની લીધી મુલાકાત

પૂર્વ ક્રિકેટર vvs લક્ષ્મણે સ્માર્ટ કલાસરૂમ શાળાની લીધી મુલાકાત

કોબાની શાળામાં રહેલ સ્માર્ટ કલાસ રૂમની ખાસિયત એ છે કે તેમાં 15 ક્રોમ પેડ રાખવામાં આવ્યા છે. જે ક્રોમ પેડની મદદથી ઈન્ટરનેટના માધ્યમ દ્વારા તે જ શાળાના વિદ્યાર્થીઓ ઓનલાઈન સર્ચ કરીને અભ્યાસ કરી શકે છે. તો સ્માર્ટ રૂમમાં પ્રોજેકટર પણ રાખવામાં આવ્યું છે, સાથે જ ACની પણ સુવિધા રાખવામાં આવી છે. જેથી ઉનાળા દરમિયાન બાળકો સારા માહોલ વચ્ચે પણ અભ્યાસ કરી શકે. કોબા ગામની શાળામાં ત્રણ અલગ અલગ ધોરણના કુલ 100 જેટલા વિદ્યાર્થીઓને આ પ્રકારે સ્માર્ટ શિક્ષણ પદ્ધતિ દ્વારા ભણાવવામાં આવી રહ્યાં છે.

વિવિધ સુવિધા સાથેનો છે સ્માર્ટ કલાસરૂમ

વિવિધ સુવિધા સાથેનો છે સ્માર્ટ કલાસરૂમ

વર્ષ 2017-18માં શરૂ કરાયેલ સ્માર્ટ કલાસરૂમ પ્રોજેકટની શરૂઆત કરાઈ હતી. જેમાં અલગ અલગ લોકો સ્વયંભૂ આ કામગીરીમાં જોડાયા જેમાં એક કંપનીએ ગુજરાતમાં 41 સ્માર્ટ કલાસ રૂમ ઉભા કર્યા. તો 100 આવી જ શાળા વિક્સાવવાનો તેમનો ટાર્ગેટ છે. તો યુવા એન્સ્ટોપેબલ દ્વારા 160 શાળામાં સ્માર્ટ કલાસ રૂમ શરૂ કરાયા છે. તો કચ્છમાં પણ પાંચ સ્માર્ટ કલાસ રૂમ વિકસાવી અન્ય 100 જેટલા સ્માર્ટ કલાસ રૂમ વિકસાવવાનો નિર્ણય લેવાયો છે.

આ પણ વાંચો: ઉત્તરાયણ પર ગુજરાતના એક શહેરમાં 100થી વધુ બ્રિજ બની જાય છે યમદૂત, કમિશ્નરે લગાવ્યો 2 દિવસનો બૅન

ઉલ્લેખનીય છે કે 40 ટકા ગ્રામીણ વિસ્તારોને ભારતમાં ડિજિટલી કનેક્ટ કરવામાં આવ્યા છે. તો 60 ટકા વિસ્તારો હજુ પણ બાકી છે. જે બાકી રહેલા વિસ્તારોમાં આગામી સમયમાં શાળામાં સ્માર્ટ કલાસરૂમ વિકસાવવા પણ વિવિધ કંપનીઓ જોતરાઈ ગઈ છે.

[yop_poll id=574]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

વડોદરામાં અનાથ દીકરીનું કન્યાદાન કરી ધારાસભ્યે આપી માનવતાની મિસાલ
વડોદરામાં અનાથ દીકરીનું કન્યાદાન કરી ધારાસભ્યે આપી માનવતાની મિસાલ
કાળઝાળ ગરમી વચ્ચે ઈડર ગઢ પાસે ડુંગરમાં આગ
કાળઝાળ ગરમી વચ્ચે ઈડર ગઢ પાસે ડુંગરમાં આગ
મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
2 ડોક્ટર 1 એન્જિનિયર દારૂ પીઘેલી હાલતમાં પકડાયા, જુઓ વીડિયો
2 ડોક્ટર 1 એન્જિનિયર દારૂ પીઘેલી હાલતમાં પકડાયા, જુઓ વીડિયો
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની ભારતના હોસ્પિટલ અને દવાઓ પર શું પડી શકે છે અસર?
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની ભારતના હોસ્પિટલ અને દવાઓ પર શું પડી શકે છે અસર?
g clip-path="url(#clip0_868_265)">