Chandrayaan 3 Breaking News : ઈસરોને મળી મોટી સફળતા, ચંદ્ર પર ઓક્સિજન હોવાના પૂરાવા મળ્યા

|

Aug 29, 2023 | 9:17 PM

Chandrayaan 3 Updates : પ્રજ્ઞાન રોવરે ચંદ્ર પર જીવન માટે સૌથી મહત્વપૂર્ણ ગણાતા આ તત્વની શોધ કરી છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ મંગળવારે કહ્યું કે પ્રજ્ઞાન રોવર દ્વારા ચંદ્ર પર ઓક્સિજનની હાજરીની પુષ્ટિ થઈ છે. પ્રજ્ઞાન રોવરમાં ફીટ કરાયેલા 'લેસર-ઇન્ડ્યુસ્ડ બ્રેકડાઉન સ્પેક્ટ્રોસ્કોપ' (LIBS) ઉપકરણ દ્વારા ઓક્સિજનની શોધ કરવામાં આવી હતી.

Chandrayaan 3 Breaking News : ઈસરોને મળી મોટી સફળતા, ચંદ્ર પર ઓક્સિજન હોવાના પૂરાવા મળ્યા
Chandrayaan 3 Updates
Image Credit source: ISRO

Follow us on

ISRO : ચંદ્ર પર સફળતા પૂર્વક લેન્ડ થયેલા ચંદ્રયાન 3ને (Chandrayaan 3) ફરી એકવાર મોટી સફળતા મળી છે. રોવર પ્રજ્ઞાન પર સવાર લેસર-પ્રેરિત બ્રેકડાઉન સ્પેક્ટ્રોસ્કોપ (LIBS) સાધનએ દક્ષિણ ધ્રુવ નજીક ચંદ્રની સપાટીમાં સલ્ફર (S) ની હાજરીની સ્પષ્ટ પુષ્ટિ કરી છે. Al, Ca, Fe, Cr, Ti, Mn, Si સહિત ઓક્સિજનની હાજરી પણ અપેક્ષિત છે. જ્યારે હાઈડ્રોજન (H) ની શોધ ચાલુ છે.

પ્રજ્ઞાન રોવરે ચંદ્ર પર જીવન માટે સૌથી મહત્વપૂર્ણ ગણાતા આ તત્વની શોધ કરી છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ મંગળવારે કહ્યું કે પ્રજ્ઞાન રોવર દ્વારા ચંદ્ર પર ઓક્સિજનની હાજરીની પુષ્ટિ થઈ છે. પ્રજ્ઞાન રોવરમાં ફીટ કરાયેલા ‘લેસર-ઇન્ડ્યુસ્ડ બ્રેકડાઉન સ્પેક્ટ્રોસ્કોપ’ (LIBS) ઉપકરણ દ્વારા ઓક્સિજનની શોધ કરવામાં આવી હતી. રોવરે પણ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પાસે સલ્ફરની હાજરીની પુષ્ટિ કરી છે.

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

આ પણ વાંચો :  ISROનું મિશન આદિત્ય-L1 અવકાશની એ ત્રીજી આંખ, જે સૂર્ય પર રાખશે નજર, વૈજ્ઞાનિકોને અચાનક સૂરજમાં આટલો રસ કેમ

ઈસરોએ ટ્વિટ કરીને આપી માહિતી

હાલમાં જ ચંદ્રયાન 3ના પ્રજ્ઞાન રોવરની મદદથી ચંદ્રની સપાટી પર માઈનસ 10થી 70 ડિગ્રી સુધી તાપમાન હોવાની શોધ થઈ હતી. આ મહત્વની જાણકારી બાદ ફરી એકવાર ઈસરોને મોટી સફળતા મળી છે. ચંદ્ર પર ઓક્સિજન હોવાનો પૂરાવા મળવા એ ચંદ્ર પર માનવજીવનની સંભાવના પ્રબળ કરે છે.

કેવી રીતે થઈ ઓક્સિજનની શોધ ?

ભારતીય અવકાશ એજન્સીના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, LIBS એક વૈજ્ઞાનિક ટેકનિક છે, જેના દ્વારા લેસર પલ્સ વડે સામગ્રીને નિશાન બનાવીને તેનું વિશ્લેષણ કરવામાં આવે છે. ઉચ્ચ ઊર્જા લેસર પલ્સ સામગ્રીની સપાટીના એક ભાગ પર કેન્દ્રિત છે. આ સામગ્રી કોઈપણ ખડક અથવા માટી હોઈ શકે છે. આ દરમિયાન, લેસર પલ્સ ઘણી બધી ગરમી અને પ્લાઝ્મા ઉત્પન્ન કરે છે, જે સામગ્રીની રચના બનાવે છે.

જ્યારે લેસર પલ્સનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે પ્લાઝ્મા લાઇટ ઉત્પન્ન થાય છે, જે ડિટેક્ટર દ્વારા શોધી કાઢવામાં આવે છે. વાસ્તવમાં, જ્યારે દરેક સામગ્રી પ્લાઝ્મા અવસ્થામાં જાય છે, ત્યારે એક ખાસ પ્રકારનો પ્રકાશ નીકળે છે, જેના આધારે તે સામગ્રીમાં કયા તત્વો છે તે જણાવવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયા દ્વારા જ ચંદ્રના દક્ષિણ ધ્રુવની જમીનમાં ઓક્સિજન, સલ્ફર જેવા તત્વો મળી આવ્યા છે.

પ્રજ્ઞાન રોવરે આજે મોકલ્યો આ સંદેશ

 

 ચંદ્રયાન 3એ મોકલેલા ચંદ્રના શાનદાર દ્રશ્યો

 

 

 

ચંદ્રયાનને લગતા તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

 

Published On - 8:50 pm, Tue, 29 August 23

Next Article