એપલે ઇઝરાયલી સ્પાયવેર નિર્માતા પર કેસ કર્યો, યુઝર્સને ટાર્ગેટ કરવાનો આરોપ

એપલે તેના વપરાશકર્તાઓને ટાર્ગેટ કરવા બદલ ઈઝરાયેલની કંપની NSO ગ્રુપ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. Appleએ કહ્યું છે કે તે NSO દ્વારા Appleની કોઈપણ સોફ્ટવેર સેવા અથવા ઉપકરણના ઉપયોગને કાયમી ધોરણે બ્લોક કરવા માંગે છે.

એપલે ઇઝરાયલી સ્પાયવેર નિર્માતા પર કેસ કર્યો, યુઝર્સને ટાર્ગેટ કરવાનો આરોપ
apple (Symbolic image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 24, 2021 | 7:34 AM

એપલે (Apple) મંગળવારે ઈઝરાયેલ (Israel) ની કંપની NSO ગ્રૂપ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. કંપનીનુ કહેવુ છે કે ઇઝરાયેલ સ્પાયવેર નિર્માતાએ એપલના વપરાશકર્તાઓને નિશાન બનાવ્યા છે. એપલે( Apple) એ કહ્યું છે કે તે NSO દ્વારા એપલે (Apple) ના કોઈપણ સોફ્ટવેર, સેવા અથવા ઉપકરણના ઉપયોગ પર કાયમી પ્રતિબંધ મૂકવા માંગે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 2019માં ફેસબુકે (Facebook) પણ આ જ ઈઝરાયેલી કંપની ઉપર પણ કેસ કર્યો હતો, જેમાં તેમણે વોટ્સએપ યુઝર્સ (WhatsApp users)ને ટાર્ગેટ કરવાનો આરોપ લગાવ્યો હતો.

વિવાદાસ્પદ સ્પાયવેર ‘પેગાસસ’ આ ઈઝરાયેલની કંપનીનું છે નવેમ્બર મહિનામાં, યુએસએ એ ઇઝરાયેલની સોફ્ટવેર કંપનીઓ એનએસઓ ગ્રુપ અને કેન્ડીરુને પણ બ્લેકલિસ્ટ કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ઈઝરાયેલની આ કંપની દ્વારા બનાવાયેલા પેગાસસ (Pegasus) સ્પાયવેર દ્વારા તેના પર વિશ્વના ઘણા દેશોમાં પત્રકારો, રાજનેતાઓ અને અન્ય ઘણા જાણીતા અને વગ ધરાવનાર લોકોના ફોનની જાસૂસી કરવાનો આરોપ હતો. યુએસ કોમર્સ ડિપાર્ટમેન્ટે ઈઝરાયેલની બંને કંપનીઓને ટ્રેડ બ્લેકલિસ્ટમાં મૂકી દીધી છે અને તેમની સાથે કોઈપણ પ્રકારના સોદા પર પ્રતિબંધ મૂક્યો છે. આ કંપનીઓ હવે યુએસએમાં બિઝનેસ નહીં કરી શકે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

ભારતમાં પણ થયા હતા આક્ષેપ પેગાસસ દ્વારા ભારતમાં પણ રાજકારણીઓ, પત્રકારો, સ્વૈચ્છીક સંસ્થાના લોકો સહીત અનેકની જાસુસી થઈ રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. સંસદના સત્રમાં આ મુદ્દે વિપક્ષે હોબાળો પણ મચાવ્યો હતો. જો કે સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં પહોચ્યો હતો.

અમેરિકાએ રશિયા અને સિંગાપોરની કંપનીઓને બ્લેકલિસ્ટ કરી છે યુએસએની બ્લેકલિસ્ટમાં રશિયાની પોઝિટિવ ટેક્નોલોજીસ અને સિંગાપોરની કોમ્પ્યુટર સિક્યુરિટી ઇનિશિયેટિવ કન્સલ્ટન્સી પીટીઇ લિમિટેડનો પણ સમાવેશ થાય છે. યુએસ કોમર્સ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે તેઓએ કમ્પ્યુટર નેટવર્ક્સ પર અનધિકૃત ઍક્સેસ મેળવવા માટે ઉપયોગમાં લેવાતા સાયબર ટૂલ્સમાં દાણચોરી કરી હતી. વિભાગે એવો પણ દાવો કર્યો હતો કે આ કંપનીઓ યુએસએની રાષ્ટ્રીય સુરક્ષા અથવા વિદેશ નીતિના હિતોની વિરુદ્ધની પ્રવૃત્તિઓમાં સામેલ હતી.

આ પણ વાંચોઃ

Agricultural Law Repeal Bill 2021: સંસદના શિયાળુ સત્રમાં રજૂ થનાર કૃષિ કાયદો રદબાતલ બિલ 2021ને કેન્દ્રીય કેબિનેટ આજે આપશે મંજૂરી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">