AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: લેવાઇ ગયો ‘મોટો નિર્ણય’ ! ઓનલાઇન ગેમિંગ પર સરકારની લગામ, 1 મેથી અમલી બનશે ‘નવા નિયમો’

ઓનલાઇન ગેમિંગના વધતા વ્યાપની સાથે છેતરપિંડી અને લતની ફરિયાદોને ધ્યાનમાં રાખીને સરકારે મોટો નિર્ણય લીધો છે. 1 મેથી દેશમાં નવા ગેમિંગ નિયમો અમલી બનશે, જેમાં ખાસ કરીને પૈસાની લેવડ-દેવડવાળી ગેમ્સ અને વિદેશી પ્લેટફોર્મ્સ પર કડક નજર રાખવામાં આવશે.

Breaking News: લેવાઇ ગયો 'મોટો નિર્ણય' ! ઓનલાઇન ગેમિંગ પર સરકારની લગામ, 1 મેથી અમલી બનશે 'નવા નિયમો'
| Updated on: Apr 22, 2026 | 6:20 PM
Share

ઓનલાઇન ગેમિંગ સેક્ટર ઝડપથી વધી રહ્યું છે પરંતુ તેની સાથે અનેક ફરિયાદો પણ સામે આવી રહી હતી. નકલી એપ્સ, યુઝર્સના પૈસા ફસાઈ જવા, બાળકોમાં લાગેલી લત અને વિદેશથી ચાલી રહેલા અનિયંત્રિત પ્લેટફોર્મ્સને લઈને લાંબા સમયથી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી હતી. હવે સરકારે આ સમગ્ર સેક્ટરને નિયંત્રિત કરવા માટે મોટું પગલું ભર્યું છે.

‘નવા નિયમો’માં શું છે?

સરકારે ‘ઓનલાઇન ગેમિંગ પ્રમોશન બિલ’ અંતર્ગત નવા નિયમો નોટિફાય કરી દીધા છે. આ નિયમો લાગુ થવાની તારીખ 1 મે નક્કી કરવામાં આવી છે. ટૂંકમાં, હવે આવતા મહિનાથી ઓનલાઇન ગેમિંગ કંપનીઓ માટે નવી વ્યવસ્થા શરૂ થશે. સૌથી મહત્વનો નિર્ણય એ છે કે, એક ઓથોરિટી બનાવવામાં આવી છે. આમાં 6 મંત્રાલયના સભ્યો હશે. એવું માનવામાં આવે છે કે, તેમાં આઈટી, નાણાં, ગૃહ, રમતગમત, ગ્રાહક બાબતો અને કાયદા મંત્રાલય જેવા વિભાગોની ભાગીદારી હોઈ શકે છે. આનો ઉદ્દેશ્ય ગેમિંગ સેક્ટર પર નજર રાખવી, નિયમો લાગુ કરાવવા અને ફરિયાદોનું નિરાકરણ સુનિશ્ચિત કરવાનો રહેશે.

હવે ‘રજિસ્ટ્રેશન’ કરાવવું ફરજિયાત

સરકારે સ્પષ્ટ કર્યું છે કે, તમામ ગેમિંગ કંપનીઓએ રજિસ્ટ્રેશન કરાવવાની જરૂર રહેશે નહીં. સરળ રીતે જોઈએ તો, નાની અથવા સામાન્ય મનોરંજનવાળી ગેમ્સને રાહત મળશે પરંતુ જ્યાં પૈસા રોકવામાં આવે છે, જ્યાં જીત-હારમાં જોખમ છે અથવા જ્યાં સ્પર્ધાત્મક ઈ-સ્પોર્ટ્સ મોડલ છે, ત્યાં રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે.

મની ગેમ્સ (પૈસાવાળી રમતો) કંપનીઓ પર સૌથી વધુ અસર જોવા મળશે. એવા પ્લેટફોર્મ્સ જ્યાં યુઝર્સ પૈસા લગાવીને રમે છે, તેમણે નિયમોનું પાલન કરવું પડશે. તેવી જ રીતે જોખમ ધરાવતી ગેમ્સ અને ઈ-સ્પોર્ટ્સ પ્લેટફોર્મ્સને પણ રજિસ્ટ્રેશન કરાવવું પડશે. સરકારે વિદેશથી ઓપરેટ થતા પ્લેટફોર્મ્સને પણ આ નિયમોના દાયરામાં લાવી દીધા છે. એવામાં જો કોઈ કંપની ભારતની બહારથી કાર્યરત હોય પરંતુ ભારતીય યુઝર્સને ટાર્ગેટ કરતી હોય, તો તેણે પણ આ નિયમો માનવા પડશે. આનાથી વિદેશી એપ્સ પર દેખરેખ વધશે.

બીજો એક મોટો નિયમ એ છે કે, કંપનીઓએ ગ્રીવન્સ રિડ્રેસલ મિકેનિઝમ (ફરિયાદ નિવારણ વ્યવસ્થા) બનાવવી પડશે. આમાં જો કોઈ યુઝરના પૈસા ફસાય છે, એકાઉન્ટ બ્લોક થાય છે, ખોટા ચાર્જ લાગે છે અથવા અન્ય કોઈ ફરિયાદ હોય, તો તેનો ઉકેલ લાવવાની વ્યવસ્થા હોવી જરૂરી રહેશે.

આ સેક્ટરમાં આગળ શું?

માર્કેટ એક્સપર્ટ્સ માને છે કે, આનાથી સેક્ટરમાં વિશ્વાસ વધશે. સ્પષ્ટ નિયમો આવવાથી મોટી કંપનીઓને ફાયદો થશે, જ્યારે નિયમ વગર ચાલતા પ્લેટફોર્મ્સ પર દબાણ વધશે. આ ઉપરાંત યુઝર્સને પણ વધુ સુરક્ષા મળશે. સરકારે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે, ઓનલાઇન ગેમિંગ હવે નિયંત્રણ વગરનું સેક્ટર રહેશે નહીં. 1 મેથી નવી ગેમિંગ વ્યવસ્થા શરૂ થશે, જેમાં જવાબદારી, પારદર્શિતા અને યુઝરની સુરક્ષા પર ભાર મૂકવામાં આવશે.

Breaking News: સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, હાઈવે પર ટ્રક પાર્કિંગ પર કડક પ્રતિબંધ, રોડ સેફ્ટી નિયમોમાં આવશે બદલાવ

Follow Us
ભાવનગર કોંગ્રેસ પ્રમુખને હાઈકોર્ટની રાહત: ધરપકડ મામલે મોટો આદેશ
ભાવનગર કોંગ્રેસ પ્રમુખને હાઈકોર્ટની રાહત: ધરપકડ મામલે મોટો આદેશ
જૂનાગઢમાં ચૂંટણી પૂર્વે મતદારોનો મિજાજ: કાલસારીના રહીશોએ શું કહ્યું?
જૂનાગઢમાં ચૂંટણી પૂર્વે મતદારોનો મિજાજ: કાલસારીના રહીશોએ શું કહ્યું?
અમદાવાદમાં કોંગ્રેસનો ડમી EVM સાથે પ્રચાર: મતદારોને અપાઈ ટ્રેનિંગ
અમદાવાદમાં કોંગ્રેસનો ડમી EVM સાથે પ્રચાર: મતદારોને અપાઈ ટ્રેનિંગ
આણંદના સાંસદ મિતેશ પટેલના ગ્રાન્ટના નિવેદન અંગેનો વિવાદ વકર્યો
આણંદના સાંસદ મિતેશ પટેલના ગ્રાન્ટના નિવેદન અંગેનો વિવાદ વકર્યો
વિરોધનું આયોજન પહેલેથી જ કરાયું હતું : બોઘાવાલા
વિરોધનું આયોજન પહેલેથી જ કરાયું હતું : બોઘાવાલા
BJP ના કાર્યકર્તાઓ મહિલાઓ સાથે ગેરવતર્ન, જુઓ વીડિયો
BJP ના કાર્યકર્તાઓ મહિલાઓ સાથે ગેરવતર્ન, જુઓ વીડિયો
અજય તિવારીનો ફોન પણ બંધ કરી સંપર્ક વિહોણા થયો : સૂત્રો
અજય તિવારીનો ફોન પણ બંધ કરી સંપર્ક વિહોણા થયો : સૂત્રો
બહાર નીકળતા પહેલા સાવધાન! ગાભા કાઢી નાખે તેવી ગરમી પડશે!
બહાર નીકળતા પહેલા સાવધાન! ગાભા કાઢી નાખે તેવી ગરમી પડશે!
નાણાકીય સ્થિતિ મજબૂત થશે, સામાજિક પ્રવૃત્તિ ખુશી અપાવશે
નાણાકીય સ્થિતિ મજબૂત થશે, સામાજિક પ્રવૃત્તિ ખુશી અપાવશે
ભરૂચમાં ‘કામ નહીં તો વોટ નહીં’: પાયાની સુવિધા મુદ્દે ચૂંટણી બહિષ્કાર
ભરૂચમાં ‘કામ નહીં તો વોટ નહીં’: પાયાની સુવિધા મુદ્દે ચૂંટણી બહિષ્કાર
g clip-path="url(#clip0_868_265)">