Spyware Apps On Play Store: આ એપ્લીકેશન ચીનને મોકલી રહી છે તમારો અંગત ડેટા, જાણો તમારા ફોનમાં તો નથીને !
ગૂગલ પ્લે સ્ટોર પર 2 એવી એપ્લીકેશન સામે આવી છે જે યુઝરનો ડેટા ચીન મોકલતી હતી. લગભગ 1.5 મિલિયન લોકોએ આ એપ્સ ડાઉનલોડ કરી છે. પરંતુ તેને તાત્કાલિક કાઢી નાખવાની સલાહ આપવામાં આવી છે.

હેકિંગ માટે સાયબર ગુનેગારો (Cyber criminals) લોકોને ફસાવવા નવી રીતો અજમાવી રહ્યા છે. ત્યારે આવા છેતરપિંડી કરનારાઓ એન્ડ્રોઇડ ફોનમાં પોતાની એપ્લીકેશન ઇન્સ્ટોલ કરવાના તમામ પ્રયત્ન કરે છે અને તેમાં કેટલાક લોકો સફળ પણ થઈ રહ્યા છે.
આવો જ એક બનાવ સામે આવ્યો છે. ગૂગલ પ્લે સ્ટોર પર બે ફાઇલો મેનેજમેન્ટ એપ સ્પાયવેર તરીકે છે, જેનાથી 1.5 મિલિયન એન્ડ્રોઇડ યુઝર્સની ગોપનીયતા અને સુરક્ષા જોખમમાં છે. જાણવા મળ્યું છે કે આ એપ્લીકેશન યુઝર્સના સેન્સિટિવ ડેટાને ગુપ્ત રીતે ચીનના મેલિશિયસ સર્વર્સ પર મોકલવામાં આવી રહ્યા છે.
મોબાઈલ સિક્યોરિટી કંપની Pradeo એ આ બાબતે ખુલાસો કર્યો છે. જેમાં અનુસાર બંને સ્પાયવેર એપ્સ, ફાઇલ રિકવરી/ડેટા રિકવરી (com.spot.music.filedate) 1 મિલિયનથી વધુ જગ્યાએ ઇન્સ્ટોલ છે અને ફાઇલ મેનેજર (com.file.box.master.gkd) 500,000થી વધુ જગ્યાએ ઇન્સ્ટોલ છે.
Pradeoના રિપોર્ટ અનુસાર, સામે આવ્યું છે કે આ બંને એપ્લીકેશન ડિવાઇસમાંથી જ યુઝરનો ડેટા એકત્ર કરવામાં આવી રહ્યો છે. આમાં મીડિયા, ફોનની સંપર્ક સૂચિ, સામાજિક નેટવર્ક, ઇમેઇલ, રીયલ-ટાઇમ લોકેશન, નેટવર્કનું નામ, સિમ નેટવર્ક કોડ, ઓપરેટિંગ સિસ્ટમ નંબર અને ઉપકરણ બ્રાન્ડ અને મોડેલ જેવી માહિતી નો સમાવેશ થાય છે.
આ એપ્લીકેશન દ્વારા યુઝર્સની જાણ વગર ઘણી અંગત વિગતો એકત્રિત કરવામાં આવે છે તેવું Pradeoના એનાલિટિક્સ એન્જિનને જાણવા મળ્યું છે.
આ પણ વાંચો : ચંદ્રયાન 3 પછી ચંદ્ર સુધી પહોંચવા માટે લાગશે લાઈનો, આ વર્ષે 4 નવા ચંદ્ર મિશન શરૂ થશે
એન્ડ્રોઇડ યુઝર્સ કેવી રીતે રહી શકે સુરક્ષિત ?
- સૌ પ્રથમ યુઝર્સે આ એપ્સને તેમના ફોનમાંથી અનઇન્સ્ટોલ કરવી પડશે.
- સાયબર સિક્યોરિટી ફર્મ Pradeo સૂચવે છે કે તમારે Android એપ્લીકેશન ડાઉનલોડ કરતી વખતે સાવચેત રહેવું જોઈએ જેની કોઈ વિગતવાર માહિતી નથી. જો આ એપના યુઝર્સ હજારો હોય તો પણ તેમને ડાઉનલોડ કરવાનું ટાળવું જોઈએ.
- એપ્લીકેશન ડાઉનલોડ કરતી વખતે જો કોઈ સૂચના લખેલી હોય, તો તમારે તેને ધ્યાનથી વાંચવી જોઈએ, કારણ કે તે એપ્લિકેશન વિશે સમજવામાં મદદ કરે છે.
- એપ્લીકેશનમાં પરમીશન આપવા પહેલા, એપ્લિકેશન વિશે યોગ્ય રીતે જાણો.
- સાઇબર ફ્રોદ થી બચવા માટે તમારા ફોનને એન્ટી વાઈરસ સોફ્ટવેરથી સુરક્ષિત રાખવો જોઈએ.
- છેલ્લે, તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમે તમારા Android ફોનને નવીનતમ સિક્યુરિટી સાથે અપડેટ રાખો.
ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest News Updates





