Tech Tips: મેસેજ પર આવેલો ન્યૂડ ફોટો જાતે જ થઈ જશે બ્લર, સ્માર્ટફોનમાં મળશે આ ખાસ ફિચર

તમારા બાળકને મળેલ અથવા મોકલવામાં આવેલ તસ્વીર (Photos)માં અશ્લીલતા છે, તો આ ફિચર માત્ર તે તસ્વીરને બ્લર જ કરતું નથી પણ તે ચેતવણી પણ આપે છે કે ફોટો સંવેદનશીલ હોઈ શકે છે.

Tech Tips: મેસેજ પર આવેલો ન્યૂડ ફોટો જાતે જ થઈ જશે બ્લર, સ્માર્ટફોનમાં મળશે આ ખાસ ફિચર
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 23, 2022 | 3:18 PM

ટેક કંપની એપલ (Apple)વૈશ્વિક સ્તરે કોમ્યુનિકેશન સેફ્ટી ફીચર લાવી રહી છે જે બાળકોને ચેતવણી આપે છે કે જો તેઓ અશ્લીલ ફોટા (Nude Photos) મેળવે છે અથવા મોકલવાનો પ્રયાસ કરે છે. ત્યારે આ સુવિધા તેમને મદદરૂપ રિસોર્સ પ્રોવાઈડ કરે છે. વાસ્તવમાં, જો સંદેશમાં તમારા બાળકને મળેલ અથવા મોકલવામાં આવેલ તસ્વીરમાં અશ્લીલતા છે, તો આ ફિચર માત્ર તે તસ્વીરને બ્લર જ કરતું નથી પણ તે ચેતવણી પણ આપે છે કે ફોટો સંવેદનશીલ હોઈ શકે છે, આ સાથે જ તેમને હેલ્પ લેવા માટે પદ્ધતિઓ પણ પ્રોવાઈડ કરે છે.

આ સેફ્ટી ફીચર આ દેશોમાં ઉપલબ્ધ હશે

ગત વર્ષ યુએસમાં લૉન્ચ કર્યા પછી, આ સુવિધા હવે યુકે, કેનેડા, ન્યુઝીલેન્ડ અને ઑસ્ટ્રેલિયાના વપરાશકર્તાઓ માટે iOS, iPadOS અને macOS પર મેસેજ એપ પર આવી રહી છે.

મદદ મેળવવાની ઘણી રીતો

મેસેજ બાળકને મદદ મેળવવાની ઘણી રીતો પ્રોવાઈડ કરે છે – જેમાં વાતચીત છોડવી, સંપર્કોને બ્લોક કરવા, ગ્રુપ સંદેશાઓ છોડવા અને ઓનલાઈન સેફ્ટી સિસોર્સેસ એક્સેસ કરવા અને બાળકને ખાતરી આપવી કે જો તે ફોટો જોવા અથવા વાતચીત ચાલુ રાખવા માંગતા ન હોય તો તે ઠીક છે. – સમાવેશ થાય છે.

પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક
Hair tips : વાળના વિકાસ માટે કયું Oil સારું? બદામનું કે કોકોનટનું
ગાયે પોલીથીન ખાધી છે કે નહીં ? આ રીતે જાણો
No Muslim Country : દુનિયાનો એવો દેશ જ્યાં એક પણ મુસ્લિમ નથી!
Chanakya Niti: ઓછા સમયમાં જલદી ધનવાન બની જાય છે આ લોકો !

વધારાની સાવચેતી તરીકે, બાળક પાસે એવા પુખ્ત વયના વ્યક્તિને મેસેજ મોકલવાનો વિકલ્પ છે કે જેને તેઓ ફોટો વિશે વિશ્વાસ કરતા હોય. જો બાળક 13 વર્ષથી ઓછી ઉંમરનું હોય, તો સંદેશ બાળકને તેના માતાપિતા અથવા વાલી સાથે વાતચીત શરૂ કરવા માટે સંકેત આપે છે.

સ્ક્રીન ટાઈમ સેટિંગ્સમાં કોમ્યુનિકેશન સેફ્ટી ચાલુ કરવી

તમે તમારા બાળકના એકાઉન્ટ માટે સ્ક્રીન ટાઈમ સેટિંગમાં કોઈપણ સમયે કોમ્યુનિકેશન સેફ્ટી ચાલુ કરી શકો છો. તમારા iPhone, iPad અથવા iPod ટચ પર, સેટિંગ્સ > સ્ક્રીન સમય પર જાઓ. Mac પર, Apple મેનુ > સિસ્ટમ પ્રીફરેંસેસ પસંદ કરો, પછી સ્ક્રીન સમય પર ક્લિક કરો. (જો તમે પહેલાથી જ સ્ક્રીન ટાઈમ ચાલુ ન કર્યો હોય, તો તેને ચાલુ કરવા માટે પેરેંટલ કંટ્રોલનો ઉપયોગ કરો.)

  1. તમારા ફેમિલી ગ્રુપમાં બાળકના નામ પર ટેપ કરો.
  2. પછી કોમ્યુનિકેશન સેફ્ટી પર ટેપ કરો અને Continue પર ટેપ કરો.
  3. સંવેદનશીલ ફોટા માટે ચેક ઓન કરો. તમારે ડિવાઈસ માટે સ્ક્રીન ટાઇમ પાસકોડ દાખલ કરવાની જરૂર પડી શકે છે.
  4. જો બાળક ફોટો જોવાનું અથવા મોકલવાનું પસંદ કરે છે, તો સંદેશાઓ પુષ્ટિ કરે છે કે તેઓ આમ કરવા માંગે છે અને વિકલ્પો સૂચવે છે, ફરીથી બાળકને ખાતરી આપે છે કે ભાગ ન લેવો ઠીક છે અને વધુ સમર્થન ઉપલબ્ધ છે.
  5. ધ વર્જ મુજબ, Apple સ્પોટલાઇટ, સિરી અને સફારી સર્ચમાં નવી સુવિધાના રોલઆઉટને પણ વિસ્તરણ કરી રહ્યું છે જે વપરાશકર્તાઓને જ્યારે તેઓ બાળ જાતીય શોષણ સંબંધિત વિષયો શોધશે ત્યારે સેફ્ટી રિસોર્સેસ તરફ નિર્દેશ કરશે.

આ પણ વાંચો: Tech News: હવે Google Play Store પર નહીં મળે Call Recording એપ્સ, પરંતુ હજુ પણ તેનો ઉપાય છે ઉપલબ્ધ!

આ પણ વાંચો: Tech Tips: શું છે વાઈ-ફાઈ કૉલિંગ? જાણો તેના ફાયદા શું છે અને પોતાના સ્માર્ટફોનમાં કેવી રીતે કરવું સેટિંગ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">