Tech Tips: શું છે વાઈ-ફાઈ કૉલિંગ? જાણો તેના ફાયદા શું છે અને પોતાના સ્માર્ટફોનમાં કેવી રીતે કરવું સેટિંગ

જ્યારે તમારો ફોન કનેક્ટિવિટી વધારવા માટે મોબાઇલ નેટવર્ક (Mobile Network) પર કૉલ કરવા માટે Wi-Fi નો ઉપયોગ કરે છે, ત્યારે તેને Wi-Fi કૉલિંગ કહેવામાં આવે છે. Wi-Fi કૉલિંગ એ તમારા ટેલિકોમ પ્રોવાઈડર (Telecom provider)દ્વારા પ્રોવાઈડ કરવામાં આવેલી સુવિધા છે.

Tech Tips: શું છે વાઈ-ફાઈ કૉલિંગ? જાણો તેના ફાયદા શું છે અને પોતાના સ્માર્ટફોનમાં કેવી રીતે કરવું સેટિંગ
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 23, 2022 | 8:27 AM

વાઈ-ફાઈ કૉલિંગ (Wi-Fi Calling) એવી જગ્યા પર કરવામાં આવે છે જ્યાં કનેક્ટિવિટી ઓછી હોય અથવા નબળી હોય. આનો અર્થ એ છે કે જ્યારે તમારો ફોન કનેક્ટિવિટી વધારવા માટે મોબાઇલ નેટવર્ક (Mobile Network) પર કૉલ કરવા માટે Wi-Fi નો ઉપયોગ કરે છે, ત્યારે તેને Wi-Fi કૉલિંગ કહેવામાં આવે છે. Wi-Fi કૉલિંગ એ તમારા ટેલિકોમ પ્રોવાઈડર (Telecom provider) દ્વારા પ્રોવાઈડ કરવામાં આવેલી સુવિધા છે. તે કોલને સ્પષ્ટ અને સરળ બનાવવામાં સક્ષમ છે. એરટેલ, જિયો અને વોડાફોન આઈડિયા (VI) જેવી ભારતની તમામ મોટી ટેલિકોમ કંપનીઓ તેમના ગ્રાહકોને Wi-Fi કૉલિંગ પ્રોવાઈડ કરે છે.

આ સુવિધા હવે સામાન્ય થઈ ગઈ હોવાથી લોકો જાણવા માંગે છે કે તે ખરેખર કેવી રીતે ચાલે છે અને વાઈ-ફાઈ કોલ કેવી રીતે શક્ય છે. એવી સ્થિતિમાં જ્યારે એક વ્યક્તિ દેશની પેલી બાજુ હોય, જ્યારે બીજી વ્યક્તિ બીજી બાજુ ત્યારે તેવી પરિસ્થિતિમાં Wi-Fi કૉલ્સ કેવી રીતે શક્ય છે, કારણ કે તમે સ્પષ્ટપણે એક સમાન નેટવર્ક શેયર કરી રહ્યાં નથી. ત્યારે આવો, અમે તમને આ સંબંધમાં સંપૂર્ણ માહિતી આપીએ.

Wi-Fi કૉલિંગ શું છે?

સરળ શબ્દોમાં કહીએ તો, Wi-Fi કૉલિંગ એ એક એવી સુવિધા છે જે વપરાશકર્તાઓને મોબાઈલ ડેટાના બદલે Wi-Fi કનેક્શન પર કૉલ્સ અને ટેક્સ્ટ મોકલવા અને પ્રાપ્ત કરવાની મંજૂરી આપે છે. આ ખાસ કરીને નબળી કનેક્ટિવિટી ધરાવતા સ્થળોએ અસરકારક છે. તમારો સ્માર્ટફોન ટેલિકોમ કંપનીઓના નેટવર્કને બદલે કૉલ કરવા માટે Wi-Fi નેટવર્કનો ઉપયોગ કરે છે. Wi-Fi કૉલિંગ સામાન્ય રીતે ટેલિકોમ પ્રોવાઈડર દ્વારા આપમેળે સક્રિય થાય છે. વાઈ-ફાઈ કોલિંગ એક્ટિવેટ કરવા માટે યુઝર્સને સામાન્ય રીતે તેમના સ્માર્ટફોન પર કંઈ કરવાની જરૂર નથી.

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

શું વધુ ડેટાનો વપરાશ થશે?

તમારો પ્રશ્ન હશે કે શું Wi-Fi કૉલિંગ સામાન્ય કૉલિંગ કરતાં વધુ ડેટા કે બેટરી વાપરે છે? જવાબ છે ના. Wi-Fi કૉલિંગ કૉલ કરવા માટે ફક્ત તમારા Wi-Fi નેટવર્કનો ઉપયોગ કરે છે અને કોઈપણ મોબાઇલ ડેટાનો ઉપયોગ કરતું નથી. એરટેલના જણાવ્યા અનુસાર 5-મિનિટનો Wi-Fi કૉલ લગભગ 5MB ડેટા વાપરે છે. બેટરીનો વપરાશ પણ સામાન્ય કૉલ્સની જેમ છે. આ એટલા માટે છે કારણ કે સ્માર્ટફોન એ જ કાર્ય કરી રહ્યું છે, પરંતુ મોબાઇલ નેટવર્કને બદલે Wi-Fi પર.

કેટલો ચાર્જ?

તમારા ટેલિકોમ પ્રોવાઈડર દ્વારા Wi-Fi કૉલિંગ આપમેળે સક્રિય થાય છે, જો તેમની પાસે આ સુવિધા હોય. આ એક ફ્રી સર્વિસ છે અને યુઝર્સને Wi-Fi કોલિંગ માટે કોઈ વધારાની ચૂકવણી કરવાની જરૂર નથી. તમારા નેટવર્ક પ્રોવાઈડર પાસે Wi-Fi કૉલિંગ છે કે નહીં તે તપાસવા માટે, તમારે તમારા સ્માર્ટફોનના સેટિંગ્સમાં જવું પડશે.

Android માટે, વપરાશકર્તાઓએ સેટિંગ્સ > મોબાઇલ નેટવર્ક અથવા કનેક્શન > Wi-Fi પર જવુ પડશે છે. પછી તમારે જોવું પડશે કે Wi-Fi કૉલિંગ દેખાઈ રહ્યું છે કે નહીં. iPhone માટે, વપરાશકર્તાઓએ સેટિંગ્સ > ફોન > મોબાઇલ ડેટા > Wi-Fi કૉલિંગ પર જવું પડશે. જો તમારું ટેલિકોમ પ્રોવાઈડર Wi-Fi કૉલિંગને સપોર્ટ કરે તો જ વિકલ્પ દેખાશે.

કૉલ વધુ સારો કે ખરાબ?

મોટા ભાગના કિસ્સાઓમાં કૉલ ગુણવત્તા સારી હોય છે, જ્યારે ક્યારેક ઘણી સારી હોય છે. કારણ એ છે કે નબળી કનેક્ટિવિટી સમસ્યાનો ઉકેલ એ Wi-Fi કૉલિંગનો હેતુ છે. જો કે, કેટલીકવાર Wi-Fi કૉલ્સને બીજી બાજુથી કનેક્ટ થવામાં થોડો સમય લાગે છે.

આ પણ વાંચો: Tech Tips: YouTube પર એડથી કંટાળ્યા છો? ફ્રિ માં થશે દૂર, બસ કરવું પડશે આ સેટિંગ

આ પણ વાંચો: Tech News: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કેવી રીતે કરે છે કામ, Koo એ અલ્ગોરિધમ કર્યું સાર્વજનિક

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">