Tech News: હવે Google Play Store પર નહીં મળે Call Recording એપ્સ, પરંતુ હજુ પણ તેનો ઉપાય છે ઉપલબ્ધ!

ગૂગલ પ્લે (Google Play)11 મેથી કોલ રેકોર્ડિંગ (Call Recording)કરતી થર્ડ પાર્ટી એપ્સને ડિલીટ કરવા જઈ રહ્યું છે. હવે એન્ડ્રોઇડ યુઝર્સ (Android Users)ગૂગલ પ્લે સ્ટોર દ્વારા આ પ્રકારની એપ્સ સરળતાથી ડાઉનલોડ કરી શકશે નહીં.

Tech News: હવે Google Play Store પર નહીં મળે Call Recording એપ્સ, પરંતુ હજુ પણ તેનો ઉપાય છે ઉપલબ્ધ!
Google will kill call recording apps (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 23, 2022 | 11:35 AM

ગૂગલ પ્લે (Google Play Store)એ પોતાની પોલિસીમાં ફેરફાર કરીને એક મોટું પગલું ભરવાનું નક્કી કર્યું છે. રિપોર્ટ્સ અનુસાર ગૂગલ પ્લે (Google Play) 11 મેથી કોલ રેકોર્ડિંગ (Call Recording) કરતી થર્ડ પાર્ટી એપ્સને ડિલીટ કરવા જઈ રહ્યું છે. હવે એન્ડ્રોઈડ યુઝર્સ (Android Users) ગૂગલ પ્લે સ્ટોર દ્વારા આ પ્રકારની એપ્સ સરળતાથી ડાઉનલોડ કરી શકશે નહીં. ગૂગલે થર્ડ પાર્ટી એપ્સને લઈને તેની પોલિસી બદલી છે. પરંતુ આ પછી પણ યુઝર્સ હંમેશની જેમ તેમના કોલ રેકોર્ડ કરી શકશે, જાણો તે કેવી રીતે શક્ય બનશે.

ગૂગલ પ્લેએ પોલિસી કેમ બદલી!

એન્ડ્રોઈડ ઓથોરિટીના અહેવાલો અનુસાર ગૂગલે તેની ડેવલપર પોલિસીમાં ફેરફાર કર્યો છે, જેના કારણે થર્ડ પાર્ટી એપ્સ સમાપ્ત થઈ જશે. જો કે આ ફેરફારને કારણે મોબાઈલ પર પહેલાથી જ હાજર કોલ રેકોર્ડિંગ ફંક્શનની સુવિધા પર કોઈ અસર થશે નહીં. આ નીતિ પરિવર્તન એપ્લિકેશન વિકાસકર્તાઓ દ્વારા ઍક્સેસિબિલિટી APIના ઉપયોગને અસર કરે છે. ગૂગલ કહે છે, નવી નીતિને કારણે “એક્સેસિબિલિટી API ડિઝાઈન કરવામાં આવી નથી અને તે રિમોટ કૉલ ઑડિયો રેકોર્ડિંગને મંજૂરી આપતું નથી.”

તેની નવી નીતિ હેઠળ Google ધીમે ધીમે એપીઆઈને દૂર કરી રહ્યું છે જે એન્ડ્રોઈડના વિવિધ વર્ઝન પર કૉલ્સ રેકોર્ડ કરવા માટે વપરાય છે. કંપનીએ આ નિર્ણય પ્રાઈવસી પોલિસીને ધ્યાનમાં રાખીને લીધો છે કારણ કે કોલ રેકોર્ડિંગને લઈને અલગ-અલગ દેશોમાં અલગ-અલગ નિયમો છે. એન્ડ્રોઇડ 10 વિશે વાત કરીએ તો, ગૂગલે તેને ડિફોલ્ટ રૂપે બ્લોક કરી દીધું છે.

આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી
જલદી લગ્ન કરવા અહીં રાત્રે મહિલાઓનો માર ખાવા આવે છે કુંવારા છોકરાઓ !
શરીરમાં આવે છે વારંવાર સોજા ? તો આ 5 ટેસ્ટ કરાવો
પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક

કૉલ રેકોર્ડિંગ હજુ પણ શક્ય છે

ગૂગલે ભલે પ્લે સ્ટોર પરથી વોઈસ રેકોર્ડિંગ એપ્સ હટાવી દીધી હોય, પરંતુ ઘણી કંપનીઓ ડિફોલ્ટ રૂપે તેમના સ્માર્ટફોન અને મોબાઈલમાં કોલ રેકોર્ડિંગની સુવિધા પૂરી પાડે છે. ગૂગલ પિક્સેલ, સેમસંગ અને શાઓમી જેવી કંપનીઓ પહેલાથી જ ગ્રાહકોને તેમના સ્માર્ટફોનમાં ઇનબિલ્ટ કોલ રેકોર્ડિંગની સુવિધા આપે છે. Google ની નીતિની આ સુવિધાઓ પર કોઈ અસર થશે નહીં. ગ્રાહકો પહેલાની જેમ તેમના કોલ રેકોર્ડ કરી શકશે.

આ પણ વાંચો: Tech Tips: શું છે વાઈ-ફાઈ કૉલિંગ? જાણો તેના ફાયદા શું છે અને પોતાના સ્માર્ટફોનમાં કેવી રીતે કરવું સેટિંગ

આ પણ વાંચો: જો આધાર કાર્ડને લગતી કોઈ સમસ્યા હોય તો આ નંબરને ડાયલ કરો, તરત જ મળી જશે ઉકેલ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">