Income Tax Refund : હવે માત્ર 10 દિવસમાં મળશે રિફંડ, આવકવેરા વિભાગે અગત્યની જાહેરાત કરી
આવકવેરા વિભાગ(Income Tax Department) કરદાતાઓ માટે મોટી રાહતના સમાચાર લઈને આવ્યું છે. મળતી માહિતી અનુસાર નાણાકીય વર્ષ 2023-24માં ફાઈલ કરવામાં આવેલા રિટર્ન(ITR)ની ચકાસણી બાદ આવકવેરા રિટર્નની સરેરાશ પ્રક્રિયાનો સમય ઘટાડીને 10 દિવસ કરવામાં આવ્યો છે.

આવકવેરા વિભાગ(Income Tax Department) કરદાતાઓ માટે મોટી રાહતના સમાચાર લઈને આવ્યું છે. મળતી માહિતી અનુસાર નાણાકીય વર્ષ 2023-24માં ફાઈલ કરવામાં આવેલા રિટર્ન(ITR)ની ચકાસણી બાદ આવકવેરા રિટર્નની સરેરાશ પ્રક્રિયાનો સમય ઘટાડીને 10 દિવસ કરવામાં આવ્યો છે.
ખાસ વાત એ છે કે નાણાકીય વર્ષ 2022-23માં સરેરાશ પ્રોસેસિંગ સમય 16 દિવસ અને નાણાકીય વર્ષ 2019-20માં 82 દિવસનો હતો.આવકવેરા વિભાગના ડેટા અનુસાર 5 સપ્ટેમ્બર, 2023 સુધી, મૂલ્યાંકન વર્ષ 2023-24 માટે 6.98 કરોડ ITR સબમિટ કરવામાં આવ્યા છે જેમાંથી 6.84 કરોડ ITRની ચકાસણી કરવામાં આવી છે.
5 સપ્ટેમ્બર 2023 સુધી ચકાસાયેલ ITRમાંથી આકારણી વર્ષ 2023-24 માટે 6 કરોડથી વધુ ITR પર પ્રક્રિયા કરવામાં આવી છે જેનો અર્થ છે કે 88 ટકાથી વધુ ચકાસાયેલ ITR પર પ્રક્રિયા કરવામાં આવી છે. મૂલ્યાંકન વર્ષ 2023-24 માટે 2.45 કરોડથી વધુ રિફંડ પહેલેથી જ ઈશ્યુ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : Cochin Shipyard Share Price: કોચીન શિપયાર્ડમાં શેરના ભાવમાં 20 ટકાનો ઉછાળો, ભાવ 52 વીકના ઉંચા સ્તરે પહોંચ્યા, જાણો કારણ
ITR ની પ્રક્રિયા પહેલા રિફંડ પ્રાપ્ત થતું નથી
જો કે, આવકવેરા વિભાગે હજુ પણ ઘણા ITRની પ્રક્રિયા પૂર્ણ કરી નથી. આ સિવાય કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ પ્રક્રિયાના લાંબા કાર્યકાળ પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. જ્યાં સુધી ITRની પ્રક્રિયા ન થાય ત્યાં સુધી આવકવેરાનું રિફંડ બેંક ખાતામાં આવતું નથી. નોંધનીય છે કે વિભાગ આવા જિલ્લાઓમાં પણ કેટલાક લોકોના ITR પર પ્રક્રિયા કરી શકતું નથી. જેમાં એવા લોકો પણ સામેલ છે જેમણે તેમના ITRની ચકાસણી કરી નથી.
આ લોકોને રિફંડ મળશે નહીં
ઉપલબ્ધ ડેટા અનુસાર 4 સપ્ટેમ્બર, 2023 સુધીમાં, આકારણી વર્ષ 2023-24 માટે અંદાજે 14 લાખ ITR એવા છે જેમણે હજુ સુધી તેમના રિટર્નની ચકાસણી કરી નથી. જેના કારણે પ્રક્રિયામાં વિલંબ થઈ રહ્યો છે. આવકવેરા વિભાગે કરદાતાઓને વહેલી તકે વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરવા જણાવ્યું છે. તે જ સમયે, આવા 12 લાખ કરદાતાઓ માટે આઇટીઆર પ્રક્રિયા કરવામાં આવી નથી, જેમની પાસેથી વિભાગ દ્વારા માહિતી માંગવામાં આવી હતી, પરંતુ હજુ સુધી કરદાતા તરફથી કોઈ જવાબ મળ્યો નથી. બીજી તરફ, કેટલાક કરદાતાઓ એવા છે જેમના ITRની પ્રક્રિયા થઈ ગઈ છે. રિફંડની રકમ પણ નક્કી કરવામાં આવી છે, પરંતુ કરદાતાઓએ તેમના બેંક ખાતાની ચકાસણી કરી નથી.